આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ફાઇલમાં ફાઇલ અને ફોલ્ડરમાં શોધો

ફાઇલ ઍપમાં તમે તમારા ડૉક્યુમૅન્ટ, ઇમેજ અને અન્ય ફાઇલને શોધી અને જોઈ શકો છો.

ડાઉનલોડ કરેલી ફાઇલને શોધો

જો તમે ઇંટરનેટ પરથી તમારા iPhoneમાં ફાઇલ ડાઉનલોડ કરી હોય તો તેને ડાઉનલોડ ફોલ્ડરમાં શોધી શકો છો.

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “બ્રાઉઝ” પર ટૅપ કરો.

  3. તમારી ડાઉનલોડ કરેલી ફાઇલ જોવા માટે ડાઉનલોડ ફોલ્ડર પર ટૅપ કરો.

ચોક્કસ ફાઇલ અથવા ફોલ્ડર શોધવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડમાં ફાઇલનું નામ, ફોલ્ડરનું નામ અથવા ડૉક્યુમૅન્ટનો પ્રકાર એંટર કરો.

    જ્યારે તમે સર્ચ કરો છો ત્યારે તમારી પાસે આ વિકલ્પો હોય છે :

    • તમારી સર્ચના સ્કોપ પર ફોકસ રાખો : સર્ચ ફીલ્ડની નીચે “તાજેતરની” અથવા લોકેશન અથવા ટૅગના નામ પર ટૅપ કરો.

    • કીબોર્ડ છુપાવો અને સ્ક્રીન પર વધુ પરિણામ જુઓ : “સર્ચ” પર ટૅપ કરો.

    • નવું સર્ચ શરૂ કરો : સર્ચ ફીલ્ડમાં “ટેક્સ્ટ ક્લિઅર કરો” બટન પર ટૅપ કરો.

    • પરિણામ ખોલો : તેને ટૅપ કરો.

ફાઇલ અને ફોલ્ડર બ્રાઉઝ કરવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “બ્રાઉઝ” પર ટૅપ કરો પછી “બ્રાઉઝ” સ્ક્રીનમાં ડૉક્યુમૅન્ટ પર ટૅપ કરો.

    જો તમને “બ્રાઉઝ” સ્ક્રીન દેખાતી નથી તો “બ્રાઉઝ” પર ફરી ટૅપ કરો.

  3. તાજેતરમાં ખોલવામાં આવેલી ફાઇલ જોવા માટે સ્ક્રીનમાં નીચે “તાજેતરની” પર ટૅપ કરો.

  4. ફાઇલ, લોકેશન અથવા ફોલ્ડર ખોલવા માટે તેને ટૅપ કરો.

    નોટ : જો તમે ફાઇલ બનાવનારી ઍપને ઇંસ્ટૉલ કરી નથી તો “ઝલક જુઓ”માં ફાઇલનું પ્રિવ્યૂ ખુલે છે.

ફોલ્ડરને મનપસંદ તરીકે અંકિત કરવા અથવા ટૅગ ઉમેરવા વિષે માહિતી માટે ફાઇલ અથવા ફોલ્ડરને ટૅગ કરવા માટે જુઓ.

ફાઇલ અને ફોલ્ડરને સૉર્ટ કરવાની રીત બદલવા માટે

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. ખુલ્લા લોકેશન અથવા ફોલ્ડરમાંથી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. વિકલ્પ પસંદ કરો : નામ, પ્રકાર, તારીખ, સાઇઝ અથવા ટૅગ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.