આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરવા માટે

સપોર્ટેડ મૉડલમાં કૅમેરા કંટ્રોલથી તમે ઝડપથી તમારા iPhoneના કૅમેરાને ખોલી શકો છો અને સામાન્ય કૅમેરા સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો. કૅમેરા કંટ્રોલનું લોકેશન નીચે બતાવવામાં આવ્યું છે.

તીર iPhoneની બાજુના કૅમેરા કંટ્રોલના લોકેશનને નિર્દેશિત કરે છે.

કૅમેરા કંટ્રોલ દ્વારા કૅમેરા ખોલો

કૅમેરા ખોલવા માટે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો.

કૅમેરા કંટ્રોલ દ્વારા ફોટો અથવા વીડિયો લો

  1. કૅમેરા ખોલવા માટે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો.

  2. ફોટો લેવા માટે ફરી ક્લિક કરો અથવા વીડિયો રેકોર્ડ કરવા માટે ક્લિક કરીને હોલ્ડ કરી રાખો.

    નોટ : જો તમારો કૅમેરા લૉન્ચ કરતી વખતે વીડિયો મોડ પર સેટ કરેલો હોય તો રેકોર્ડિંગ શરૂ કરવા માટે ક્લિક કરો.

કૅમેરા કંટ્રોલ સાથે ઉપલબ્ધ સેટિંગ્સ

તમે કૅમેરા કંટ્રોલ દ્વારા નીચેનામાંથી કોઈ પણ સેટિંગ્સ સિલેક્ટ અને ઍડજસ્ટ કરી શકો છો :

  • ઍક્સપોઝર : ઍક્સપોઝરને વધારીને અથવા ઘટાડીને સીનને બ્રાઇટ અથવા ડાર્ક કરવા.

  • ડેપ્થ : બૅકગ્રાંઉડ ડેપ્થ-ઑફ-ફીલ્ડ ઇફેક્ટ વધારવી અથવા ઘટાડવી (જો પહેલાંથી પોર્ટ્રેટ મોડ સિલેક્ટ કરેલો ન હોય તો આ સેટિંગ તેને ચાલુ કરે છે).

  • ઝૂમ : ઝૂમ ઇન અથવા આઉટ કરવા.

  • કૅમેરા : ફ્રંટ ફેસિંગ કૅમેરા (iOS 18.1 અથવા પછીનું વર્ઝન) સહિતના કૅમેરા વચ્ચે સ્વિચ કરો.

  • શૈલી : ફોટોગ્રાફિક શૈલી બદલો.

  • ટોન : ટોનને વધારીને અથવા ઘટાડીને મૂડને હળવો અથવા ગંભીર કરો.

નોટ : તમામ કંટ્રોલ કૅમેરા મોડમાં ઉપલબ્ધ નથી.

કૅમેરા કંટ્રોલ સેટિંગ્સને સિલેક્ટ અને ઍડજસ્ટ કરો

  1. કૅમેરા ખોલવા માટે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો.

  2. કૅમેરા મોડ માટે ઉપલબ્ધ સેટિંગ્સ દર્શાવતા ઓવરલેને ખોલવા માટે કૅમેરા કંટ્રોલને બે વાર ધીમેથી દબાવો (નીચે જુઓ).

    કૅમેરા કંટ્રોલ મેન્યૂ કૅમેરામાં ખુલે છે. ઝૂમ કંટ્રોલ સિલેક્ટ કરવામાં આવ્યું છે.
  3. સેટિંગ્સની પસંદગીઓમાં સ્ક્રોલ કરવા માટે કૅમેરા કંટ્રોલ પર તમારી આંગળી સ્લાઇડ કરો પછી તમે ઇચ્છો તે સેટિંગ સિલેક્ટ કરવા માટે ધીમેથી દબાવો.

  4. સેટિંગ ઍડજસ્ટ કરવા માટે કૅમેરા કંટ્રોલ પર તમારી આંગળીને સ્લાઇડ કરો.

    સેટિંગ સેવ કરવામાં આવે છે અને આગલી વખતે જ્યારે તમે કૅમેરા કંટ્રોલ ધીમેથી દબાવશો ત્યારે દેખાશે.

  5. તમારો શૉટ લેવા માટે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો.

કૅમેરા કંટ્રોલ દ્વારા એક્સપોઝર અને ફોકસ લૉક કરો

તમે ફોટો લેતી વખતે અને વીડિયો રેકોર્ડ કરતી વખતે (iOS 18.2 અથવા પછીનું વર્ઝન) વિષયવસ્તુ પર એક્સપોઝર અને ફોકસ સેટિંગ્સ લૉક કરવા માટે કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો.

  1. સેટિંગ્સ પર જાઓ અને પછી કૅમેરા પર ટૅપ કરો.

  2. કૅમેરા કંટ્રોલ પર ટૅપ કરો પછી “ફોકસ અને ઍક્સપોઝરને લૉક કરો” ચાલુ કરો.

    તમે 1 અને 2 પગલાં પૂર્ણ કર્યા પછી તમારે તેમને રિપીટ કરવાની જરૂર નથી.

  3. કૅમેરા ખોલવા માટે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો.

  4. જ્યાં સુધી તમને ફ્રેમની ઉપર AE/AF લૉક ન દેખાય ત્યાં સુધી કૅમેરા કંટ્રોલને હળવું દબાવી રાખો.

  5. AE/AF લૉક જાળવી રાખવા માટે તમારી આંગળીથી કૅમેરા કંટ્રોલને દબાવી રાખો.

    નોટ : જો તમે કૅમેરા કંટ્રોલ રિલીઝ કરો છો તો AE/AF લૉક બંધ થઈ જાય છે.

  6. ફોટો લેવા માટે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો અથવા વીડિયો રેકોર્ડ કરવા માટે ક્લિક કરીને હોલ્ડ કરો.

  7. AE/AF લૉક બંધ કરવા માટે કૅમેરા કંટ્રોલ રિલીઝ કરો.

કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરવાની તમારી રીતને કસ્ટમાઇઝ કરો

તમે કૅમેરા કંટ્રોલથી કૅમેરા ખોલવા માટે કરવી પડતી ક્લિકની સંખ્યાને એક ક્લિકથી બદલીને બે ક્લિક શકો છો.

  1. સેટિંગ્સ પર જાઓ અને પછી કૅમેરા પર ટૅપ કરો.

  2. કૅમેરા કંટ્રોલ પર ટૅપ કરો પછી સિંગલ ક્લિક અથવા ડબલ ક્લિક પર ટૅપ કરો.

ધીમેથી દબાવવા માટે જરૂરી પ્રેશર અથવા બે વાર ધીમેથી દબાવવા માટે જરૂરી ગતિ જેવા કૅમેરા કંટ્રોલ માટે ઍક્સેસિબિલિટી વિકલ્પોને તમે ઍડજસ્ટ કરી શકો છો. જુઓ : કૅમેરા કંટ્રોલ માટે ઍક્સેસિબિલિટી સેટિંગ્સ ઍડજસ્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.