આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં “ખોજી”માં સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન મોકલો

iOS 16.1 અથવા તે પછીના વર્ઝનવાળા iPhone 14 અથવા તે પછીના વર્ઝનમાં જ્યારે તમે મોબાઇલ સર્વિસ અને Wi-Fi કવરેજની બહાર હોવ ત્યારે સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન શેર કરવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો.

નોટ : સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન શેર કરવાનું તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ જુઓ : સૅટલાઇટ ઉપલબ્ધતા દ્વારા આપાતકાલીન SOS.

તમે મોબાઇલ સર્વિસ અને Wi-Fi કવરેજથી ડિસ્કનેક્ટ થાવ તે પહેલાં

મોટા ભાગનાં ખોજી ફીચર જો તમે મોબાઇલ સર્વિસ અથવા Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ થયેલા હોવ તો જ ઉપલબ્ધ હોય છે. મિત્રો સાથે સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન શેર કરવા માટે તમે મોબાઇલ સર્વિસ અથવા Wi-Fi કવરેજની બહાર હોવ તે પહેલાં નીચે મુજબ કરો :

  • તમારી સાથે જે iPhone રાખતા હોવ તેને તમારું લોકેશન શેર કરી રહેલા iPhone તરીકે સેટ કરો. તમારા iPhone 14 અથવા તેના પછીના વર્ઝનમાં “ખોજી” ઍપ ખોલીને સ્ક્રીનમાં નીચે “મારું” પર ટૅપ કરો અને પછી “મારું લોકેશન શેર કરો” ચાલુ છે તેની ખાતરી કરો. જો તમારો iPhone વર્તમાનમાં તમારું લોકેશન શેર કરી રહ્યો ન હોય તો “આ iPhoneનો ઉપયોગ મારા લોકેશન તરીકે કરો” પર ટૅપ કરો.

  • તમે જે સંપર્ક સાથે તમારું લોકેશન શેર કરવા માંગો છો તેમને ઉમેરો. જુઓ : “ખોજી”માં તમારું લોકેશન શેર કરો.

સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન મોકલવા માટે

જો તમે મોબાઇલ સર્વિસ અથવા Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ થયેલા ન હોવ તો સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન શેર કરવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો. સૅટલાઇટ દ્વારા મિત્ર સાથે તમારું લોકેશન શેર કરવા માટે તમે ખોજીમાં તે મિત્ર સાથે પહેલાંથી તમારું લોકેશન શેર કરતા હોવ તે આવશ્યક છે. જુઓ : “ખોજી”માં તમારું લોકેશન શેર કરો.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. આકાશ અને ક્ષિતિજ સ્પષ્ટ દેખાય તેવી ખુલ્લી જગ્યાએ તમે છો તેની ખાતરી કરો. જો તમે ઘનઘોર વૃક્ષની નીચે અથવા અન્ય અવરોધોથી ઘેરાયેલા હોવ તો તમે કદાચ સૅટલાઇટ સાથે કનેક્ટ કરી શકશો નહિ.

  3. સ્ક્રીનમાં નીચે “મારું” પર ટૅપ કરો.

  4. “મારું લોકેશન મોકલો” (સૅટલાઇટ દ્વારા “મારું લોકેશન”ની નીચે) પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    જો સૅટલાઇટ સાથે કનેક્ટ કરવા માટે તમારે ડાબે અથવા જમણે વળવાની જરૂર હોય તો તમારો iPhone માર્ગદર્શન આપે છે—ફક્ત ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    નોટ : સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન મોકલવામાં થોડી મિનિટો લાગી શકે છે; મેસેજ મોકલવામાં ન આવે ત્યાં સુધી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરતા રહો.

તમે દર 15 મિનિટમાં એક વાર તમારું લોકેશન મોકલી શકો છો. જ્યારે તમે સૅટલાઇટ દ્વારા તમારું લોકેશન મોકલો છો ત્યારે “ખોજી” ઍપમાં તમને તમારા મિત્રનું લોકેશન દેખાતું નથી.

સૅટલાઇટ દ્વારા મોકલવામાં આવેલું મિત્રનું લોકેશન જુઓ

સૅટલાઇટ દ્વારા મોકલવામાં આવેલું મિત્રનું લોકેશન જોવા માટે તમારે તમારા iPhoneમાં iOS 16.1 અથવા તેના પછીના વર્ઝનને ઇંસ્ટૉલ કરવું પડશે (તમારે iPhone 14 અથવા તે પછીના વર્ઝનની જરૂર નથી).

જ્યારે કોઈ સંપર્ક તમને સૅટલાઇટ દ્વારા તેમનું લોકેશન મોકલે ત્યારે તેમના ફોટાની બાજુમાં સૅટલાઇટ આઇકન દેખાય છે અને “ખોજી” ઍપમાં ટેક્સ્ટમાં સૅટલાઇટ લોકેશન દેખાય છે. તેમનું સૌથી તાજેતરનું લોકેશન 7 દિવસ સુધી જોઈ શકાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.