આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Safariમાં ટૅબ ગ્રૂપ વડે તમારાં ટૅબને ઑર્ગનાઇઝ કરો

તમે ટૅબને ઑર્ગનાઇઝ રાખવા માટે ટૅબ ગ્રૂપ બનાવી શકો છો અને પછીથી તેને ફરી શોધવાનું સરળ બનાવી શકો છો.

હોમવર્ક નામના ટૅબ ગ્રૂપમાં ત્રણ ખુલ્લા ટૅબનાં પ્રિવ્યૂ સ્ક્રીન પર દેખાય છે.

નવું ટૅબ ગ્રૂપ બનાવવા માટે

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. તમારાં ખુલ્લા ટૅબ જોવા માટે “ટૅબ” બટન પર ટૅપ કરો.

  3. ટૅબને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “ટૅબ ગ્રૂપમાં મુવ કરો” પસંદ કરો.

  4. નવા ટૅબ ગ્રૂપ પર ટૅપ કરો, નામ એંટર કરો અને પછી “મુવ કરો” પર ટૅપ કરો.

ટિપ : તમારાં ટૅબ ગ્રૂપની વચ્ચે મુવ કરવા માટે સ્ક્રીનની નીચે વચ્ચે “ટૅબ ગ્રૂપ” બટન પર ટૅપ કરો.

ટૅબ ગ્રૂપમાં ટૅબનો ક્રમ ફરી ગોઠવવવા માટે

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. તે ટૅબ ગ્રૂપમાં ખુલ્લાં ટૅબ જોવા માટે “ટૅબ” બટન પર ટૅપ કરો.

  3. ટૅબ ગ્રૂપમાં ટૅબને ટચ કરીને હોલ્ડ કરો.

  4. દેખાતા મેન્યૂમાં “આ અનુસાર ટૅબ ગોઠવો” પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

    અથવા ફક્ત ટૅબને તમે જ્યાં ઇચ્છો ત્યાં ડ્રૅગ કરો.

ટૅબ ગ્રૂપનું નામ બદલો

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. “ટૅબ” બટન પર ટૅપ કરો અને પછી “ટૅબ ગ્રૂપ” બટન પર ટૅપ કરો.

  3. “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  4. “નામ બદલો” પર ટૅપ કરો, નામ એંટર કરો અને પછી “સેવ કરો” પર ટૅપ કરો.

ટૅબ ગ્રૂપમાં સૌથી ઉપર ટૅબને પિન કરો

તમે દરેક ગ્રૂપમાં પિન કરેલાં ટૅબ વડે તમારાં ટૅબ ગ્રૂપને કસ્ટમાઇઝ કરી શકો છો. ટૅબ ગ્રૂપમાં પિન કરેલું ટૅબ સૌથી ઉપર રહે છે.

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. તે ટૅબ ગ્રૂપમાં ખુલ્લાં ટૅબ જોવા માટે “ટૅબ” બટન પર ટૅપ કરો.

  3. તમે પિન કરવા માંગો છો તે ટૅબને ટચ કરીને હોલ્ડ કરો.

  4. દેખાતા મેન્યૂમાં “ટૅબ પિન કરો” પર ટૅપ કરો.

અન્ય ટૅબ ગ્રૂપમાં ટૅબ મૂવ કરો

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. “ટૅબ” બટન ટચ કરીને હોલ્ડ કરો પછી “ટૅબ ગ્રૂપમાં મૂવ કરો” પર ટૅપ કરો.

  3. તમે અગાઉ બનાવેલાં ટૅબ ગ્રૂપમાંથી એક પસંદ કરો અથવા નવું ગ્રૂપ બનાવો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.