આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મેસેજમાં સ્ટિકર મોકલો

તમારા વ્યક્તિત્વ અને મૂડ સાથે મૅચ થતાં સ્ટિકરને તમારા ટેક્સ્ટ મેસેજમાં ઉમેરીને તમારી જાતને વ્યક્ત કરો.

વાર્તાલાપની નીચે સ્ટિકર દેખાય છે. કાર્ડની ટોચ પરના દરેક બટનથી સ્ટિકર પૅક ખુલે છે.

મેસેજમાં સ્ટિકર મોકલો

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. નવો મેસેજ શરૂ કરો અથવા વાર્તાલાપ ખોલો.

  3. “ઍપ્સ” બટન પર ટૅપ કરો અને સ્ટિકર પર ટૅપ કરો પછી નીચેના કોઈ પણ સ્ટિકર પૅક માટે આઇકન પર ટૅપ કરો :

  4. મેસેજ ઉમેરો (વૈકલ્પિક) પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

તમે ઇમોજી કીબોર્ડમાંથી પણ સ્ટિકર મોકલી શકો છો. જુઓ : iPhoneના કીબોર્ડથી સ્ટિકર બનાવવા માટે.

વાર્તાલાપ પર સ્ટિકર મૂકો

તમે વાર્તાલાપમાં મેસેજના બબલ પર સ્ટિકર ઉમેરી શકો છો અને સ્ટિકરને ફેરવી શકો છો અથવા તેને અલગ-અલગ સાઇઝનાં બનાવી શકો છો. તમે સ્ટિકરની ઉપર પણ બીજું સ્ટિકર મૂકી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. નવો મેસેજ શરૂ કરો અથવા વાર્તાલાપ ખોલો.

  3. સ્ટિકર પૅક બ્રાઉઝ કરવા માટે ટોચની હરોળમાં “ઍપ્સ” બટન પર ટૅપ કરો અને સ્ટિકર પર ટૅપ કરો પછી “લાઇવ સ્ટિકર” બટન, “ઇમોજી” બટન અથવા “Memoji સ્ટિકર” બટન જેવાં આઇકન પર ટૅપ કરો.

  4. સ્ટિકરને બબલ પર ડ્રૅગ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એંગલ ઍડજસ્ટ કરવા માટે : સ્ટિકર ડ્રૅગ કરવા જે આંગળીનો ઉપયોગ કરો છો તેની ફરતે બીજી આંગળીને ફેરવો.

    • સાઇઝ ઍડજસ્ટ કરવા માટે : સ્ટિકર ડ્રૅગ કરવા જે આંગળીનો ઉપયોગ કરો છો તેની નજીક અથવા તેનાથી દૂર બીજી આંગળીને મુવ કરો.

    જેવું તમે સ્ટિકરને મેસેજ પર મૂકો એટલે તરત જ તમારા પ્રાપ્તકર્તાને તે દેખાય છે.

    વાર્તાલાપમાં સ્ટિકર કોણે મોકલ્યું તે જાણવા માટે સ્ટિકરને ટચ અને હોલ્ડ કરો પછી સ્ટિકરની વિગતો પર ટૅપ કરો.

ટિપ : મેસેજમાં ઝડપથી સ્ટિકર ઉમેરો. મેસેજને ટચ અને હોલ્ડ કરો અને “સ્ટિકર ઉમેરો” પર ટૅપ કરો પછી તે મેસેજ બબલના ખૂણા પર જોવા માટે સ્ટિકર પસંદ કરો.

સ્ટિકરને મુવ કરો, સાઇઝ બદલો અથવા ડિલીટ કરો

તમે વાર્તાલાપમાં મેસેજ બબલ ઉપર સ્ટિકર મૂકો પછી તેમાં ફેરફાર કરી શકો છો.

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • સ્ટિકરને મુવ કરવા અથવા સાઇઝ બદલવા માટે : સ્ટિકરને ટચ અને હોલ્ડ કરો પછી કોઈ પણ ફેરફાર કરો.

  • સ્ટિકર ડિલીટ કરવા માટે : મેસેજ બબલને ટચ અને હોલ્ડ કરો અને સ્ટિકરની વિગતો પર ટૅપ કરો અને તમે ડિલીટ કરવા માંગતા હોવ તે સ્ટિકર પર ડાબે સ્વાઇપ કરો (ફક્ત તમારા iPhone પર) પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

  • સ્ટિકરના કારણે ઢંકાઈ ગયેલી કોઈ પણ ટેક્સ્ટ જોવા માટે : મેસેજ બબલ પર ડબલ ટૅપ કરો.

મેસેજ બબલમાં મોકલેલાં સ્ટિકર બદલવા માટે મેસેજ અનસેંડ અને સંપાદિત કરો જુઓ.

નોટ : તમે અને તમારા પ્રાપ્તકર્તા સ્ટિકરની આ અપડેટ જોવા માટે iOS 17.2, iPadOS 17.2, macOS 14.1, watchOS 10.2, visionOS 1 અથવા તે પછીના વર્ઝનનો ઉપયોગ કરતા હોવ તે આવશ્યક છે.

નવાં લાઇવ સ્ટિકર બનાવો

તમે ફોટોમાંથી વિષયોને લઈને અને સ્ટિકરને જીવંત કરવામાં મદદ કરતી ઇફેક્ટ ઉમેરીને મેસેજમાં ઉપયોગ કરવા માટે તમારાં પોતાનાં લાઇવ સ્ટિકર બનાવી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. નવો મેસેજ શરૂ કરો અથવા વાર્તાલાપ ખોલો અને “ઍપ્સ” બટન પર ટૅપ કરો પછી સ્ટિકર પર ટૅપ કરો.

  3. “લાઇવ સ્ટિકર” બટન પર ટૅપ કરો, “ઉમેરો” બટન પર ટૅપ કરો અને ફોટો પર ટૅપ કરો પછી “સ્ટિકર ઉમેરો” પર ટૅપ કરો.

    ટિપ : મુવ થતું લાઇવ સ્ટિકર બનાવવા માટે Live Photoનો ઉપયોગ કરો. જુઓ : તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવો.

  4. ઇફેક્ટ ઉમેરવા માટે સ્ટિકરને ટચ અને હોલ્ડ કરો અને “ઇફેક્ટ ઉમેરો” પર ટૅપ કરો અને વિકલ્પ પસંદ કરો (જેમ કે કૉમિક અથવા ચમકતું) પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

અન્ય લોકોનાં લાઇવ સ્ટિકર સેવ કરો

જ્યારે કોઈ તમને તમારી પસંદનું લાઇવ સ્ટિકર મોકલે છે ત્યારે પછીથી ફરી ઉપયોગ કરવા માટે તમે તેને સેવ કરી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે સેવ કરવા માંગો છો તે સ્ટિકર સાથેનો વાર્તાલાપ ખોલો.

  3. સ્ટિકરને ટચ અને હોલ્ડ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મેસેજમાં મોકલેલા સ્ટિકર માટે : “સ્ટિકરમાં સેવ કરો” પર ટૅપ કરો.

    • મેસેજ બબલ પર મૂકવામાં આવેલાં સ્ટિકર માટે : સ્ટિકરની વિગતો પર ટૅપ કરો પછી “સેવ કરો” પર ટૅપ કરો.

તમે Memoji બનાવી અને મોકલી શકો છો જે તમારા અવાજનો ઉપયોગ કરે છે અને તમારા ચહેરાના હાવભાવને દર્શાવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.