આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

ફાઇલની પાયાની બાબતો

ફાઇલ ઍપમાં તમે તમારી ફાઇલને લોકેટ અને જોઈ શકો છો, તેને ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ કરી શકો છો અને ફરી ગોઠવી શકો છો, કંપ્રેસ કરી શકો છો, નામ બદલી શકો છો અને તેને મિત્રો સાથે શેર કરી શકો છો, તેને iCloud Drive અને અન્ય ડિવાઇસ પર એકબીજામાં ટ્રાંસફર કરવી વગેરે કરી શકો છો. આ બેસિક ટાસ્કનો સારાંશ નીચે આપવામાં આવ્યો છે.

  1. તમારા iPhoneમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઇમેલ અથવા ઇંટરનેટ પરથી ડાઉનલોડ કરેલી ફાઇલ જોવા માટે : સ્ક્રીનમાં નીચે બ્રાઉઝ પર ટૅપ કરો પછી સાઇડબારમાં ડાઉનલોડ પર ટૅપ કરો. જુઓ : ડાઉનલોડ કરેલી ફાઇલને શોધો.

    • તમારી ફાઇલ બ્રાઉઝ કરવા માટે : : સ્ક્રીનમાં નીચે બ્રાઉઝ પર ટૅપ કરો પછી iCloud Drive પર ટૅપ કરો. જુઓ : ફાઇલ અને ફોલ્ડર બ્રાઉઝ કરવા માટે.

    • તમે તાજેતરમાં ખોલેલી ફાઇલ જોવા માટે : સ્ક્રીનમાં નીચે “તાજેતરના” પર ટૅપ કરો.

    • શેર કરેલી ફાઇલ જોવા માટે : સ્ક્રીનમાં નીચે “શેર કરેલ” પર ટૅપ કરો.

    • ફાઇલ અથવા ફોલ્ડર કૉપિ, મુવ, શેર અથવા ડિલીટ કરવા : ફાઇલ અથવા ફોલ્ડરને લોકેટ કરો, તેને ટચ કરીને હોલ્ડ કરો પછી “કૉપિ કરો”, “મુવ કરો”, “શેર કરો” અથવા “ડિલીટ કરો” પર ટૅપ કરો. જુઓ : ફાઇલ અને ફોલ્ડરમાં ફેરફાર કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.