આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ફિટનેસ ઍપમાં તમારી ઍક્ટિવિટી શેર કરો

તમે તમારી ઍક્ટિવિટી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરીને તમારા ફિટનેસ રૂટિનને ટ્રૅક પર રાખી શકો છો—તમે ટ્રેનર અથવા કોચ સાથે પણ શેર કરી શકો છો. તમે હાઇલાઇટ જોઈ શકો છો અને જ્યારે અન્ય લોકો તેમના ગોલને પૂર્ણ કરે, વર્કઆઉટ પૂર્ણ કરે અને સફળતા પ્રાપ્ત કરે ત્યારે સૂચનાઓ મેળવી શકો છો.

મિત્રને ઉમેરો અથવા કાઢી નાખો

  1. તમારા iPhoneમાં ફિટનેસ ઍપ પર જાઓ.

  2. શેરિંગ પર ટૅપ કરો અને “મિત્ર ઉમેરો” બટન પર ટૅપ કરો પછી "મિત્રને આમંત્રણ આપો" પર ટૅપ કરો.

    નોટ : જો તમે પહેલીવાર શેરિંગ કરી રહ્યા છો તો શેરિંગ પર ટૅપ કરો અને પછી “મિત્રને આમંત્રણ આપો” પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા સંપર્કમાંથી મિત્રને ઉમેરો : સંપર્કનું નામ એંટર કરો પછી નામ પર ટૅપ કરો.

      સંપર્ક સિલેક્ટ કરવા માટે તમે “ઉમેરો” બટન પર પણ ટૅપ કરી શકો છો.

    • મિત્રનો ફોન નંબર ઉમેરો : ફોન નંબર એંટર કરો અને પછી “પાછા જાઓ” પર ટૅપ કરો.

    • મિત્રનું ઇમેલ અડ્રેસ ઉમેરો : ઇમેલ અડ્રેસ એંટર કરો અને પછી “પાછા જાઓ” પર ટૅપ કરો.

  4. “મોકલો” પર ટૅપ કરો.

જો કોઈ મિત્રએ આમંત્રણ સ્વીકાર્યું ન હોય તો શેરિંગ સ્ક્રીનના આમંત્રિત ક્ષેત્રમાં તેમના નામ પર ટૅપ કરો અને પછી “ફરી આમંત્રણ આપો” પર ટૅપ કરો.

જો તમે મોકલેલું આમંત્રણ અનસેંડ કરવા માંગો છો તો મિત્રના નામની બાજુમાં ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ” પર ટૅપ કરો.

મિત્રને કાઢી નાખવા માટે તમે જેની સાથે શેર કરી રહ્યા છો તે મિત્ર પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો અને પછી "મિત્રને કાઢી નાખો" પર ટૅપ કરો.

તમારાં મિત્રોની ઍક્ટિવિટી જુઓ

ઍક્ટિવિટી રિંગ અને વ્યક્તિ અને તેના મિત્રો વચ્ચે શેર કરવામાં આવેલી ઍક્ટિવિટી હાઇલાઇટ સાથે ફિટનેસ શેરિંગ સ્ક્રીન.

તમે તમારાં મિત્રો દ્વારા પૂર્ણ કરવામાં આવેલા વર્કઆઉટ અથવા તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવેલા ગોલ જેવી ઍક્ટિવિટીની હાઇલાઇટ જોઈ શકો છો. તમે તમારા મિત્રોની છેલ્લા 7 દિવસની ઍક્ટિવિટી રિંગ અને તેમણે પૂર્ણ કરેલી ઍક્ટિવિટીનો સારાંશ પણ જોઈ શકો છો.

  1. તમારા iPhoneમાં ફિટનેસ ઍપ પર જાઓ.

  2. “શેરિંગ” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • હાઇલાઇટ જુઓ : તમારા બધા મિત્રો કેવી રીતે કામ કરી રહ્યા છે તે જોવા માટે હાઇલાઇટની નીચે ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરો.

    • મિત્રની ઍક્ટિવિટી જુઓ : છેલ્લા 7 દિવસની ઍક્ટિવિટી રિંગ અને વર્કઆઉટ અને મેડિટેશન જેવી તાજેતરમાં પૂર્ણ થયેલી ઍક્ટિવિટીનો સારાંશ જોવા માટે ઍક્ટિવિટી રિંગની નીચે મિત્રના નામ પર ટૅપ કરો.

તમારા મિત્રનાં સેટિંગ્સ બદલો

તમે મિત્રનાં સેટિંગ્સને સરળતાથી ઍડજસ્ટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં ફિટનેસ ઍપ પર જાઓ.

  2. શેરિંગ પર ટૅપ કરો પછી મિત્ર પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મિત્રનું સંપર્ક કાર્ડ જુઓ : “સંપર્ક જુઓ” પર ટૅપ કરો.

    • મિત્ર માટે સૂચનાઓ મ્યૂટ કરવા માટે : “સૂચનાઓ મ્યૂટ કરો” પર ટૅપ કરો.

    • મિત્ર સાથે તમારી ઍક્ટિવિટી પ્રગતિ છુપાવવા માટે : “મારી ઍક્ટિવિટી છુપાવો” પર ટૅપ કરો.

    • મિત્ર સાથે તમારી ઍક્ટિવિટી શેર કરવાનું રોકવા માટે : “મિત્રને કાઢી નાખો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.