આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં રૂટ ઓવરવ્યૂ અથવા વળાંકોની યાદી જુઓ

ડ્રાઇવિંગ, સાયક્લિંગ, ટ્રાંઝિટ અને વૉકિંગ દિશા નિર્દેશનોનું પાલન કરતી વખતે તમે તમારા રૂટનું ઓવરવ્યૂ અને આગામી વળાંકોની યાદી મેળવી શકો છો.

રૂટના વળાંક-દર-વળાંક દિશા નિર્દેશનો યાદીમાં બતાવવામાં આવે છે.

તમારા રૂટનું ઓવરવ્યૂ મેળવવા માટે

આરંભ પૉઇંટથી ડેસ્ટિનેશન સુધીના તમારા આખા રૂટને ઑનસ્ક્રીન જોવા માટે તમે ઝૂમ આઉટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. દિશા નિર્દેશનો મેળવો.

  3. “ઓવરવ્યૂ મોડ” બટન પર ટૅપ કરો.

વળાંક-દર-વળાંક દિશા નિર્દેશનો પર પાછા જવા માટે “વળાંક-દર-વળાંક મોડ” બટન પર ટૅપ કરો.

આગામી દિશા નિર્દેશનોની યાદી જોવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. દિશા નિર્દેશનો મેળવો.

  3. રૂટ કાર્ડમાં “શરૂ કરો” બટન સિવાય ગમે ત્યાં ટૅપ કરો.

  4. વધુ દિશા નિર્દેશનો જોવા માટે નીચે સ્ક્રોલ કરો.

  5. સમાપ્ત થયા પછી “નકશો” બટન પર ટૅપ કરો.

રૂટના ઘણા વિકલ્પો સાથેનું કાર્ડ.

કોઈકની સાથે રૂટ શેર કરવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. દિશા નિર્દેશનો મેળવો.

  3. રૂટ કાર્ડમાં “શરૂ કરો” બટન સિવાય ગમે ત્યાં ટૅપ કરો.

  4. કાર્ડમાં નીચે સુધી સ્ક્રોલ કરીને “શેર કરો” પર ટૅપ કરો પછી રૂટ શેર કરવા માટેની રીત પસંદ કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.