આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર હોમ ઍપ દ્વારા ઍક્સેસરિ સેટ અપ કરો

તમે પહેલી વાર હોમ ઍપ ખોલો છો ત્યારે સેટ અપ સહાયક તમને ઘર બનાવવામાં મદદ કરે છે જ્યાં તમે ઍક્સેસરિ ઉમેરી શકો છો અને રૂમ નક્કી કરી શકો છો. જો તમે કોઈ અલગ ઍક્સેસરિ સેટ અપ કરતી વખતે પહેલાંથી જ ઘર બનાવ્યું હોય તો તમે આ પગલું સ્કિપ કરો.

હોમ ઍપમાં ઍક્સેસરિ ઉમેરવી

તમે લાઇટ અથવા કૅમેરા જેવી ઍક્સેસરિ ઉમેરો તે પહેલાં ખાતરી કરો કે તે પાવર સોર્સ સાથે કનેક્ટ થયેલી છે, ચાલુ છે અને તેમાં નેટવર્ક કનેક્ટિવિટી છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. નીચે ડાબી બાજુએ હોમ પર ટૅપ કરો અને પછી ઍક્સેસરિ ઉમેરો પર ટૅપ કરો.

    તમે સ્ક્રીનની ટોચ પર “ઉમેરો” બટન પર પણ ટૅપ કર્યા પછી ઍક્સેસરિ ઉમેરો પસંદ કરી શકો છો.

  3. જો તમે એવી મૅટર ઍક્સેસરિને પેર કરી રહ્યા છો જેને અગાઉ અન્ય ઍપ સાથે પેર કરવામાં આવી હતી તો વધુ વિકલ્પો પર ટૅપ કરો, પછી તમારી ઍક્સેસરિ પસંદ કરો. ઍક્સેસરિની ઍપ ખોલો અને પછી પેર કરવા કોડ જનરેટ કરો જેનો ઉપયોગ હોમ ઍપ સાથે પેર કરવાનું પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.

  4. ઑનસ્ક્રીન સૂચનાઓને અનુસરો.

નોટ : HomePod સ્પીકર અથવા Apple TV 4K જેવી મૅટર દ્વારા સક્ષમ કરવામાં આવેલી ઍક્સેસરિ માટે હોમ હબ જરૂરી છે. થ્રેડ આધારિત ઍક્સેસરિ માટે Apple TV 4K, HomePod (બીજી જનરેશન), HomePod મિની અથવા સુસંગત થર્ડ પાર્ટી થ્રેડ બૉર્ડર રાઉટર જેવા થ્રેડ-સક્ષમ હોમ હબ જરૂરી છે. થ્રેડ-સક્ષમ iPhone ડિવાઇસ થ્રેડ ઍક્સેસરિને સ્થાનિક રીતે પેર અને મૅનેજ કરવામાં સક્ષમ છે જેને કદાચ ઍક્સેસરિ ઉત્પાદક પાસેથી અપડેટની જરૂર પડી શકે છે.

તમારે QR કોડ સ્કૅન કરવાની, ઍક્સેસરિ પર (અથવા તેના બૉક્સ અથવા ડૉક્યુમૅન્ટેશન પર) જોવા મળતો 8-અંકનો HomeKit સેટ અપ કોડ એંટર કરવાની અથવા મૅટર દ્વારા સક્ષમ કરવામાં આવેલી ઍક્સેસરિ માટેનો 11 અથવા 21-અંકનો કોડ એંટર કરવાની જરૂર પડી શકે છે. સપોર્ટેડ સ્માર્ટ TV તમારે સ્કૅન કરવા માટેનો QR કોડ ડિસ્પ્લે કરે છે. તમે રૂમને ઍક્સેસરિ અસાઇન કરી શકો છો.ત્યારબાદ તેને નામ આપીને Siri દ્વારા ઍક્સેસરિને કંટ્રોલ કરતી વખતે આ નામનો ઉપયોગ કરી શકો છો. તમે સેટઅપ દરમિયાન સૂચવેલાં ઑટોમેશન પણ ઉમેરી શકો છો.

જ્યારે તમે tvOSમાં Apple TVને સેટ અપ કરો અને તેને રૂમને અસાઇન કરો છો ત્યારે તે ઑટોમૅટિક રીતે iPhone પર હોમ ઍપમાં તે રૂમમાં દેખાય છે.

પેર કરેલી મૅટર ઍક્સેસરિ તમામ ડિવાઇસ પર સિંક કરવામાં આવે છે અને iCloud કીચેનનો ઉપયોગ કરીને સેટિંગ્સ ઍપમાં સ્ટોર કરવામાં આવે છે. પછી ભલે તમે તેને સેટ અપ કરવા માટે કોઈ પણ ઍપનો ઉપયોગ કર્યો હોય. કીચેનમાં સ્ટોર કરેલી અગાઉની પેર કરેલી ઍક્સેસરિને તમે સરળતાથી બીજી મૅટર ઇકોસિસ્ટમ ઍપમાં ઉમેરી શકો છો. આ ઍક્સેસરિને મૅનેજ કરવા માટે સેટિંગ્સ  > સામાન્ય પર જાઓ અને પછી મૅટર ઍક્સેસરિ પર ટૅપ કરો. જુઓ : Apple સપોર્ટનો આર્ટિકલ તમારી મૅટર ઍક્સેસરિને પેર અને મૅનેજ કરો.

રૂમમાં ઍક્સેસરિ બતાવો

તમે વ્યક્તિગત રૂમ, તેને અસાઇન કરેલા સીન અને શ્રેણી પ્રમાણે ઑર્ગનાઇઝ કરેલા રૂમની ઍક્સેસરિ બતાવી શકો છો.

રૂમ વ્યૂમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો.

  • રૂમના નામની બાજુમાં > પર ટૅપ કરો.

  • “વધુ” બટન પર ટૅપ કરો અને પછી રૂમ પસંદ કરો.

ઍક્સેસરિનું રૂમ અસાઇનમેંટ બદલો

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસરિ ટાઇલને ટચ અને હોલ્ડ કરો પછી ઍક્સેસરિ સેટિંગ્સ પર ટૅપ કરો.

  3. રૂમ પર ટૅપ કરો અને પછી રૂમ પસંદ કરો.

રૂમ સંપાદિત કરવો

તમે રૂમનું નામ અને વૉલપેપર બદલી શકો છો, રૂમ કાઢી શકો છો અને બીજું ઘણું કરી શકો છો. જ્યારે તમે રૂમને કાઢી નાખો છો ત્યારે તેને અસાઇન કરવામાં આવેલી ઍક્સેસરિ ડિફૉલ્ટ રૂમ પર મુવ થાય છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર રૂમની બાજુમાં > પર અથવા “વધુ” બટન પર ટૅપ કરો અને પછી રૂમ પસંદ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી રૂમ સેટિંગ્સ પર ટૅપ કરો.

રૂમને ઝોનમાં ઑર્ગનાઇઝ કરો

Siri દ્વારા તમારા ઘરના વિવિધ વિસ્તારોને સરળતાથી કંટ્રોલ કરવા માટે તમે રૂમને એક ઝોનમાં એકસાથે ગ્રૂપ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારું ઘર બે માળનું હોય તો તમે પહેલા માળનો રૂમ ડાઉનસ્ટેઅર ઝોનમાં અસાઇન કરી શકો છો. પછી તમે Siriને કંઈક કહી શકો છો જેમકે “નીચેની લાઇટ બંધ કરો.“

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર રૂમની બાજુમાં > પર અથવા “વધુ” બટન પર ટૅપ કરો પછી રૂમ પસંદ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી રૂમ સેટિંગ્સ પર ટૅપ કરો.

  4. ઝોન પર ટૅપ કરો અને પછી પ્રવર્તમાન ઝોન પર ટૅપ કરો અથવા રૂમને નવા ઝોનમાં ઉમેરવા માટે “નવો બનાવો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.