આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં તમારી ફોનનાં સેટિંગ્સ બદલો

તમારાં આઉટગોઇંગ કૉલ સેટિંગ્સને બદલવા માટે

  1. સેટિંગ્સ  > ઍપ્સ > ફોન પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “મારું કૉલર ID બતાવો” ચાલુ કરો : (GSM) તમારો ફોન નંબર “મારો નંબર”માં બતાવવામાં આવે છે. FaceTime કૉલ માટે કૉલર ID બંધ હોય તો પણ તમારો ફોન નંબર ડિસ્પ્લે કરવામાં આવે છે.

    • આંતરરાષ્ટ્રીય કૉલ માટે “ડાયલ સહાય” ચાલુ કરો : (GSM) જ્યારે ડાયલ સહાય ચાલુ હોય અને તમે તમારા સંપર્ક અને મનપસંદને કૉલ કરો ત્યારે iPhone ઑટોમૅટિક રીતે યોગ્ય આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક પ્રીફિક્સ ઉમેરે છે.

      આંતરરાષ્ટ્રીય કૉલ કરવા વિષેની માહિતી માટે (લાગુ થઈ શકે તેવા દર અને અન્ય ચાર્જ સહિત) તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

તમારું કૉલર ID છુપાવા માટે

તમે તમારા કૉલર IDની માહિતીને iPhoneમાં આઉટગોઇંગ કૉલ પર દેખાતી અટકાવી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > ફોન પર જાઓ.

  2. “મારું કૉલર ID બતાવો” પર ટૅપ કરો અને પછી તેને બંધ કરો.

નોટ : જો તમને “મારું કૉલર ID બતાવો” દેખાતું ન હોય તો તમારા નેટવર્ક પ્રોવાઇડર કદાચ તમને તમારા કૉલર IDની માહિતી બંધ કરવાની અનુમતિ આપતા નથી.

કૉલર ઓળખવાની ઍપ્સને પ્રાથમિકતા આપો

કૉલર IDની માહિતીના ઘણાં મુખ્ય સોર્સ છે :

  • સંપર્ક ઍપ : તમારી સંપર્ક ઍપમાંના લોકો.

  • નામ અને ફોટો શેર કરો : સેટિંગ્સ > ઍપ્સ > નામ અને ફોટો શેર કરોમાંથી નામ અને ફોટો શેરિંગ ચાલુ કરનાર કૉલર.

  • નેટવર્ક પ્રોવાઇડર કૉલ ડિરેક્ટરિ : સપોર્ટેડ નેટવર્ક પ્રોવાઇડર દ્વારા કૉલરની માહિતી ઓળખવામાં આવે છે.

  • બિઝનેસ કૉલની ઓળખ : Apple બિઝનેસ કનેક્ટ અથવા તમારા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર દ્વારા કૉલરની માહિતી ઓળખવામાં આવે છે.

  • કૉલ ઓળખવાની ઍપ : સપોર્ટેડ કૉલર ID ઍપ્સ દ્વારા કોઈ પણ કૉલરની માહિતી ઓળખવામાં આવે છે.

જો તમારી પાસે વધારાની કૉલર ઓળખવાની ઍપ ઇંસ્ટૉલ કરેલી હોય તો તમે તેમને ઇનકમિંગ કૉલ ઓળખવા માટે પ્રાથમિકતા આપી શકો છો અને કોઈ પણ સમયે તેમને ફરી ગોઠવી શકો છો. ઉદાહરણ તરીકે તમે કદાચ એક કૉલર ઓળખવાની ઍપને પ્રાથમિકતા આપવાનું અને જ્યારે પ્રાથમિકતા આપેલી ઍપ કૉલરની ઓળખ ન કરી શકે ફક્ત ત્યારે અન્યને કાર્યરત કરવાનું ઇચ્છી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > ફોન > કૉલ બ્લૉકિંગ & ઓળખ પર જાઓ.

  2. સ્ક્રીનની ટોચ પર “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. ઍપની પ્રાથમિકતા ફરી ગોઠવવા માટે “સૉર્ટ કરો” બટન ડ્રૅગ કરો.

ડાયલ સહાય ચાલુ કરવા માટે

ડાયલ કરતી વખતે ડાયલ સહાય ઑટોમૅટિક રીતે યોગ્ય આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક પ્રીફિક્સ નક્કી કરે છે.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > ફોન પર જાઓ.

  2. નીચે સ્ક્રોલ કરો અને પછી ડાયલ સહાય ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.