આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhoneના કૅમેરાથી પોર્ટ્રેટ લો

તમે સુંદર રીતે અસ્પષ્ટ ફોરગ્રાઉંડ અને બૅકગ્રાઉંડ બનાવતી વખતે તમારી વિષયવસ્તુ જેમ કે લોકો, પાળતું પ્રાણી અથવા ઑબજેક્ટને શાર્પ રાખે એવી ડેપ્થ-ઑફ-ફીલ્ડ ઇફેક્ટને લાગુ કરી શકો છો. તમે તમારાં પોર્ટ્રેટમાં વિવિધ લાઇટિંગ ઇફેક્ટ પણ લાગુ કરી શકો છો અને ઍડજસ્ટ કરી શકો છો.

પોર્ટ્રેટ મોડમાં પોર્ટ્રેટ લો

પોર્ટ્રેટ મોડમાં કૅમેરા સ્ક્રીન; વ્યૂફાઇંડરમાં વિષયવસ્તુ શાર્પ છે અને બૅકગ્રાઉંડ બ્લર કરેલ છે. પોર્ટ્રેટ લાઇટિંગ સિલેક્ટ કરવા માટેનું ડાયલ ફ્રેમના નીચે ખુલ્લું છે અને સ્ટુડિયો લાઇટ સિલેક્ટ કરવામાં આવી છે. સ્ક્રીનમાં ઉપર ડાબી બાજુએ ફ્લૅશ બટન છે, ટોચમાં વચ્ચે કૅમેરા કંટ્રોલ બટન છે અને ટોચમાં જમણી બાજુએ પોર્ટ્રેટ લાઇટિંગની ઇંટેંસિટી અને ડેપ્થ કંટ્રોલને ઍડજસ્ટ કરવા માટેનાં બટન છે. સ્ક્રીનમાં નીચે ડાબેથી જમણે ફોટો અને વીડિયો વ્યૂઅર બટન, ફોટો લો બટન અને કૅમેરા પસંદકર્તા બૅક-ફેસિંગ બટન છે.
  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. પોર્ટ્રેટ મોડ સિલેક્ટ કરો અથવા સપોર્ટેડ મૉડલમાં ડેપ્થ સેટિંગ સિલેક્ટ કરવા કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો.

  3. જો પૂછવામાં આવે તો તમારી વિષયવસ્તુને પીળા પોર્ટ્રેટ બૉક્સમાં ફ્રેમ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    વિવિધ ઝૂમ વિકલ્પો વચ્ચે સ્વિચ કરવા માટે તમારા મૉડલના આધારે 1x, 2x અથવા 3x પર ટૅપ કરો અથવા ઝૂમ ઇન અને આઉટ કરવા માટે સ્ક્રીનને પિંચ કરો.

  4. લાઇટિંગ ઇફેક્ટ પસંદ કરવા માટે પોર્ટ્રેટ લાઇટિંગ કંટ્રોલ ડ્રૅગ કરો :

    • નેચરલ લાઇટ : અસ્પષ્ટ બૅકગ્રાઉંડ સામે ફેસ શાર્પ ફોકસમાં છે.

    • સ્ટુડિયો લાઇટ : ફેસ ચમકીલો છે અને ફોટો એકંદરે સાફ દેખાય છે.

    • કોંટુર લાઇટ : ફેસ પર હાઇલાઇટ અને લો લાઇટ સાથે નાટ્યાત્મક શૅડો છે.

    • સ્ટેજ લાઇટ : ઘેરા કાળા બૅકગ્રાઉંડની સામે ફેસ સ્પૉટલાઇટમાં છે.

    • સ્ટેજ લાઇટ મૉનો : ઇફેક્ટ સ્ટેજ લાઇટ જેવી જ છે પરંતુ ફોટો ક્લાસિક કાળા અને સફેદ રંગમાં છે.

    • હાઇ-કી લાઇટ મૉનો : સફેદ બૅકગ્રાઉંડ પર ગ્રેસ્કેલ વિષયવસ્તુ બનાવે છે.

  5. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો અથવા કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો (સપોર્ટેડ મૉડલ પર).

પોર્ટ્રેટ મોડમાં ફોટો લીધા પછી જો તમને પોર્ટ્રેટ ઇફેક્ટ પસંદ ન હોય તો તમે તેને કાઢી શકો છો. ફોટોસ ઍપમાં ફોટો ખોલો, સંપાદિત કરો ટૅપ કરો પછી પોર્ટ્રેટ પર ટૅપ કરીને ઈફેક્ટ ચાલુ અથવા બંધ કરો.

નોટ : સપોર્ટેડ મૉડલ પર જ્યારે તમે વાઇડ (1x) લેંસ સાથે ઝાંખા પ્રકાશમાં પોર્ટ્રેટ લો છો ત્યારે નાઇટ મોડ ચાલુ થાય છે. નાઇટ મોડ વિષે વધુ જાણવા માટે નાઇટ મોડ ફોટો લો જુઓ.

નોટ : પોર્ટ્રેટ મોડમાં લીધેલા પોર્ટ્રેટમાં ફોટોગ્રાફિક શૈલી લાગુ થાય છે.

નોટ : iPhone XR પર સ્ટેજ લાઇટ, સ્ટેજ લાઇટ મૉનો અને હાઇ કી લાઇટ મૉનો જ્યારે તમે ફ્રંટ કૅમરાનો ઉપયોગ કરો છો ત્યારે જ ઉપલબ્ધ છે.

પોર્ટ્રેટ મોડમાં ડેપ્થ કંટ્રોલ ઍડજસ્ટ કરો

તમારાં પોર્ટ્રેટમાં બૅકગ્રાઉંડ બ્લરનું લેવલ ઍડજસ્ટ કરવા માટે ડેપ્થ કંટ્રોલ સ્લાઇડરનો ઉપયોગ કરો.

  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. પોર્ટ્રેટ મોડ સિલેક્ટ કરો પછી તમારી વિષયવસ્તુને ફ્રેમમાં લાવો.

  3. સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં “ડેપ્થ ઍડજસ્ટમેંટ” બટન પર ટૅપ કરો.

    ડેપ્થ કંટ્રોલ સ્લાઇડર ફ્રેમની નીચે દેખાય છે.

  4. ઇફેક્ટ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડરને જમણી કે ડાબી બાજુ ડ્રૅગ કરો.

  5. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

સપોર્ટેડ મૉડલમાં તમે કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરીને ડેપ્થ કંટ્રોલ પણ ઍડજસ્ટ કરી શકો છો. જુઓ : કૅમેરા કંટ્રોલ સેટિંગ્સને સિલેક્ટ અને ઍડજસ્ટ કરો.

પોર્ટ્રેટ કૅપ્ચર કર્યા પછી બૅકગ્રાઉંડ બ્લર ઇફેક્ટને વધુ ઍડજસ્ટ કરવા માટે તમે ફોટોસ ઍપમાં ડેપ્થ કંટ્રોલ સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો. જુઓ : પોર્ટ્રેટ મોડ ફોટો સંપાદિત કરો.

પોર્ટ્રેટ મોડમાં પોર્ટ્રેટ લાઇટિંગ ઍડજસ્ટ કરો

તમે આંખોને શાર્પ કરવા અથવા ચહેરાનાં ફીચરને બ્રાઇટ અને સ્મૂથ કરવા માટે પોર્ટ્રેટ લાઇટિંગની પોઝિશન અને ઇંટેંસિટીને વર્ચ્યુઅલ રીતે ઍડજસ્ટ કરી શકો છો.

  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. પોર્ટ્રેટ મોડ સિલેક્ટ કરો પછી લાઇટિંગ ઇફેક્ટ પસંદ કરવા માટે પોર્ટ્રેટ લાઇટિંગ કંટ્રોલને ડ્રૅગ કરો.

  3. સ્ક્રીનની ટોચ પર “પોર્ટ્રેટ કંટ્રોલ” બટન પર ટૅપ કરો.

    પોર્ટ્રેટ લાઇટિંગ સ્લાઇડર ફ્રેમની નીચે દેખાય છે.

  4. ઇફેક્ટ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડરને જમણી કે ડાબી બાજુ ડ્રૅગ કરો.

  5. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

પોર્ટ્રેટ કૅપ્ચર કર્યા પછી તમે ફોટોસ ઍપમાં પોર્ટ્રેટ લાઇટિંગ લેવલને સંપાદિત કરી શકો છો. જુઓ : પોર્ટ્રેટ મોડ ફોટો સંપાદિત કરો.

પોર્ટ્રેટ મોડમાં ફોટો લો

તમે સપોર્ટેડ મૉડલમાં પોર્ટ્રેટ ઇફેક્ટ લાગુ કરી શકો છો અને ફોટો મોડમાં લીધેલા ફોટોના બૅકગ્રાઉંડને બ્લર કરી શકો છો.

ફોટો મોડમાં કૅમેરા સ્ક્રીન; વ્યૂફાઇંડરમાં વિષયવસ્તુ શાર્પ હોય છે અને બૅકગ્રાઉંડ બ્લર કરેલું હોય છે. વ્યૂ ફાઇંડરમાં નીચે ડાબા ખૂણામાં પોર્ટ્રેટ ઇફેક્ટ લાગુ કરવા માટે ડેપ્થ બટન સિલેક્ટ કરવામાં આવે છે.
  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

    જો તમારો iPhone કોઈ વ્યક્તિ, કૂતરો અથવા બિલાડીને શોધી કાઢે તો “ડેપ્થ” બટન ઑટોમૅટિક રીતે વ્યૂ ફાઇંડરની નીચે દેખાય છે.

    નોટ : ફોટો મોડમાં ફોટો લેતી વખતે જ્યારે “ડેપ્થ” બટન દેખાય ત્યારે તમારો iPhone ડેપ્થ માહિતી કૅપ્ચર કરે છે તેથી જો તમે શૉટ લેતી વખતે પોર્ટ્રેટ ઇફેક્ટ લાગુ ન કરવાનો નિર્ણય લો છો તો તમે તેને ફોટોસ ઍપમાં પછીથી લાગુ કરી શકો છો. જુઓ : ફોટો મોડમાં લેવાયેલા ફોટોમાં પોર્ટ્રેટ ઇફેક્ટ લાગુ કરો.

  2. જો “ડેપ્થ” બટન દેખાતું ન હોય તો વિષયવસ્તુ પર ફૉક્સ કરવા માટે વ્યૂ ફાઇંડરમાં તેના પર ટૅપ કરો અને “ડેપ્થ” બટન દેખાશે. જો તમે પોર્ટ્રેટનું ફોકસ પૉઇંટ બદલવા માંગો છો તો વ્યૂ ફાઇંડરમાં અલગ વિષયવસ્તુ પર ટૅપ કરો.

  3. પોર્ટ્રેટ ઇફેક્ટ સાથે ફોટો લેવા માટે “ડેપ્થ” બટન પર ટૅપ કરો પછી શટર બટન પર ટૅપ કરો અથવા કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો (સપોર્ટેડ મૉડલ પર).

નોટ : તમે ફોટો મોડમાં લીધેલા પોર્ટ્રેટમાં ફોટોગ્રાફિક શૈલી લાગુ થાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.