આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં સ્ક્રીન ટાઇમ દ્વારા શેડ્યૂલ સેટ કરવા

તમે સ્ક્રીનથી દૂર રહેવાનો સમય શેડ્યૂલ કરવો, ઍપના ઉપયોગ માટે ટાઇમ લિમિટ સેટ કરવી વગેરે કરી શકો છો.

સ્ક્રીનથી દૂર રહેવાનો સમય શેડ્યૂલ કરવા માટે

તમે તમારા ડિવાઇસથી દૂર રહેવા માંગતા હોવ તે સમયગાળા માટે ઍપ્સ અને સૂચનાઓ બ્લૉક કરો. ઉદાહરણ તરીકે તમે ભોજન દરમિયાન અથવા સૂતી વખતે ડાઉનટાઇમ શેડ્યૂલ કરવા માંગો છો.

ડાઉનટાઇમ દરમિયાન ફક્ત તમે અનુમતિ આપેલા કૉલ, મેસેજ અને ઍપ્સ જ ઉપલબ્ધ હોય છે. અમુક ઍપ્સ અને સંપર્કને કેવી રીતે અનુમતિ આપવી તે જાણવા માટે જુઓ : વિશિષ્ટ સંપર્કના કૉલ અને મેસેજને અનુમતિ આપવા અથવા બ્લૉક કરવા માટે અને હંમેશાં અનુમતિ આપવા માટે ઍપ્સ અને સંપર્ક પસંદ કરો.

  1. સેટિંગ્સ  > સ્ક્રીન ટાઇમ પર જાઓ.

  2. ઍપ & વેબસાઇટ ઍક્ટિવિટી પર ટૅપ કરો પછી જો તમે પહેલાંથી ઍપ & વેબસાઇટ ઍક્ટિવિટી ચાલુ કરી નથી તો તેને ચાલુ કરો.

  3. ડાઉનટાઇમ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આવતીકાલ સુધી ડાઉનટાઇમને ચાલુ રાખો પર ટૅપ કરો.

    • ઍડવાંસમાં ડાઉનટાઇમ શેડ્યૂલ કરવા માટે “શેડ્યૂલ કરેલ” પર ટૅપ કરો.

    તમે ડાઉનટાઇમ શેડ્યૂલ કરો છો ત્યારે ડાઉનટાઇમ શરૂ થાય તેની 5-મિનિટ પહેલાં રિમાઇંડર મોકલવામાં આવે છે. તમે રિમાઇંડરને અવગણી શકો છો અથવા શેડ્યૂલ કરેલા ડાઉનટાઇમની શરૂઆત સુધી ડાઉનટાઇમ ચાલુ રાખી શકો છો.

  4. દરરોજ અથવા કસ્ટમાઇઝ કરેલા દિવસ સિલેક્ટ કરો અને પછી શરૂઆતના અને અંતના સમયને સેટ કરો.

તમે કોઈ પણ સમયે “શેડ્યૂલ કરેલ”ને બંધ કરીને ડાઉનટાઇમ શેડ્યૂલને બંધ કરી શકો છો.

ઍપના ઉપયોગ માટે લિમિટ સેટ કરવા માટે

ઍપ્સની શ્રેણી (ઉદાહરણ તરીકે ગેમ્સ અથવા સોશિઅલ નેટવર્કિંગ) માટે અને વ્યક્તિગત ઍપ્સ માટે ટાઇમ લિમિટ સેટ કરો.

  1. સેટિંગ્સ  > સ્ક્રીન ટાઇમ પર જાઓ.

  2. “ઍપ લિમિટ” પર ટૅપ કરો પછી “લિમિટ ઉમેરો” પર ટૅપ કરો.

  3. એક અથવા વધુ ઍપ શ્રેણી પસંદ કરો.

    વ્યક્તિગત ઍપ માટે લિમિટ સેટ કરવા માટે તે શ્રેણીમાંની તમામ ઍપ જોવા માટે શ્રેણીના નામ પર ટૅપ કરો પછી તમે જે ઍપને લિમિટ કરવા માંગો છો તે પસંદ કરો. જો તમે ઘણી શ્રેણીઓ અથવા ઍપ્સ સિલેક્ટ કરો છો તો તમે સેટ કરેલી ટાઇમ લિમિટ તે તમામને લાગુ પડે છે.

  4. ઉપર જમણી બાજુએ “આગળ” પર ટૅપ કરો પછી અનુમતિ આપેલો સમય સેટ કરો.

    દરેક દિવસ માટે સમયગાળો સેટ કરવા માટે “દિવસ કસ્ટમાઇઝ કરો“ પર ટૅપ કરો અને પછી ચોક્કસ દિવસ માટે લિમિટ સેટ કરો.

  5. જ્યારે તમે લિમિટ સેટ કરવાનું પૂરું કરો ત્યારે “ઉમેરો” પર ટૅપ કરો.

હંમેશાં અનુમતિ આપવા માટે ઍપ્સ અને સંપર્ક પસંદ કરો

ડાઉનટાઇમ સહિત હંમેશાં (ઉદાહરણ તરીકે કટોકટીની સ્થિતિમાં) ઉપયોગમાં લઈ શકાય તેવી ઍપ્સ અને તમે સંચાર કરી શકો તેવા સંપર્ક સ્પષ્ટ કરો.

  1. સેટિંગ્સ  > સ્ક્રીન ટાઇમ > હંમેશાં અનુમતિ આપેલ પર જાઓ.

  2. તમે જે સંપર્કને સંચાર કરવા માટે અનુમતિ આપવા માંગો છો તે સ્પષ્ટ કરવા માટે સંપર્ક પર ટૅપ કરો.

    તમે સંચાર લિમિટમાં સિલેક્ટ કરેલો વિકલ્પ અહીં દેખાશે. તમે ચોક્કસ સંપર્કમાં આ સેટિંગને બદલી શકો છો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • મારા સંપર્કમાંથી પસંદ કરો : સંચાર કરવાની અનુમતિ આપવા માટે ચોક્કસ લોકોને સિલેક્ટ કરવા માટે.

    • નવો સંપર્ક ઉમેરો : નવો સંપર્ક ઉમેરવા અને તે વ્યક્તિ સાથે સંચાર કરવાની અનુમતિ આપવા માટે.

  3. ઉપરની ડાબી બાજુએ “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો પછી અનુમતિ આપેલી ઍપ્સની નીચે “કાઢી નાખો” બટન પર ટૅપ કરો અથવા ઍપ્સ પસંદ કરોની નીચે “ઇંસર્ટ” બટન પર ટૅપ કરો.

  4. ઉપર ડાબી બાજુએ “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.