આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં સૂચનાનાં સેટિંગ્સ બદલો

ક્યારે અને કેવી રીતે સૂચના દેખાય, કઈ ઍપ્સ તેમને મોકલી શકે અને તે કયા સાઉંડ પ્લે કરે તે પસંદ કરો. તમે લોકેશન-આધારિત અલર્ટ સેટ કરવું, સરકારી અલર્ટને અનુમતિ આપવી વગેરે પણ કરી શકો છો. ઘણાં સૂચના સેટિંગ્સ તમામ ઍપ સૂચનાઓ પર લાગુ થાય છે જ્યારે અન્યને વ્યક્તિગત ઍપ્સ માટે કસ્ટમાઇઝ કરી શકાય છે.

સૂચનાઓનો દેખાવ બદલવા માટે

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ.

  2. લૉક સ્ક્રીન પર તમે સૂચનાઓ કેવી રીતે પ્રદર્શિત કરવા માંગો છો તે પસંદ કરો :

    • સૂચનાઓની ફક્ત સંખ્યા જુઓ : સંખ્યા પર ટૅપ કરો.

    • ઍપ અનુસાર સ્ટૅકમાં ગ્રૂપ કરેલી સૂચનાઓ જુઓ : સ્ટૅક પર ટૅપ કરો.

    • લિસ્ટમાં સૂચનાઓ જુઓ : લિસ્ટ પર ટૅપ કરો.

    જ્યારે સૂચનાઓ આવે ત્યારે તમે લૉક સ્ક્રીન પર સૂચનાઓને પિંચ કરીને લેઆઉટ બદલી શકો છો.

ઍપ માટે સૂચનાઓ બંધ કરવા માટે સેટિંગ્સ  > સૂચનાઓ પર જઈને ઍપ પર ટૅપ કરો પછી “સૂચનાઓને અનુમતિ આપો” બંધ કરો.

લૉક સ્ક્રીન પર સૂચના પ્રિવ્યૂને દેખાતા અટકાવવા માટે

તમારી લૉક સ્ક્રીન પર ઍપમાંથી સૂચના પ્રિવ્યૂ ક્યારે દેખાડવું તે તમે પસંદ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ પછી સૂચના શૈલીની નીચે ઍપ પર ટૅપ કરો.

  2. નીચે સ્ક્રોલ કરીને “પ્રિવ્યૂ બતાવો” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો :

    • હંમેશાં

    • અનલૉક થાય ત્યારે

    • ક્યારેય નહિ

સૂચનાઓની ફ્રીક્વંસિ બદલવા માટે

આખો દિવસ સૂચનાઓથી થતા વિક્ષેપોને ઓછા કરવા માટે તમે સૂચના સારાંશ શેડ્યૂલ કરી શકો છો જેમાં એક સાથે અનેક ઍપ્સ માટે સૂચનાઓ સામેલ હોય છે.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ > “શેડ્યૂલ કરેલો સારાંશ” પર જાઓ.

  2. શેડ્યૂલ કરેલો સારાંશ ચાલુ કરો અને પછી “ચાલુ રાખો” પર ટૅપ કરો.

  3. સૂચના સારાંશ માટે સમય શેડ્યૂલ કરો.

  4. તમારા સૂચના સારાંશમાં સામેલ કરવા માટે ઍપ્સ સિલેક્ટ કરો પછી “ઍપ ઉમેરો” પર ટૅપ કરો.

  5. તમને સૂચના પ્રિવ્યૂ ક્યારે દેખાય તે પસંદ કરવા માટે પ્રિવ્યૂ બતાવો પર ટૅપ કરો, વિકલ્પ સિલેક્ટ કરો અને પછી સ્ક્રીનમાં ઉપર “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

    પ્રિવ્યૂમાં ટેક્સ્ટ (મેસેજ અને Mailમાંથી) અને આમંત્રણની વિગતો (કૅલેંડરમાંથી) સામેલ થઈ શકે છે. તમે વ્યક્તિગત ઍપ્સ માટે આ સેટિંગને ઓવરરાઇડ કરી શકો છો.

જ્યારે તમે ફોકસનો ઉપયોગ કરો છો ત્યારે તે વિક્ષેપોને રોકવા માટે iPhone પર સૂચનાઓની ડિલિવરીમાં વિલંબ કરે છે. તમે ચૂકી ગયા હોવ તે સૂચનાઓનો સારાંશ પ્રાપ્ત કરવા માટે તમે સમય શેડ્યૂલ કરી શકો છો. જુઓ : સૂચના સારાંશ શેડ્યૂલ કરો.

વ્યક્તિગત ઍપ્સ માટે સૂચના સાઉંડ પસંદ કરો

તમે ઍપની સૂચના આવે ત્યારે પ્લે કરવાનો સાઉંડ પસંદ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ.

  2. સૂચના શૈલીની નીચેની ઍપ પર ટૅપ કરો અને પછી “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ કરો.

  3. સાઉંડ પર ટૅપ કરો, સાઉંડ સિલેક્ટ કરો અને પછી સ્ક્રીનમાં ઉપર “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

તમે ઍપની સૂચનાઓ માટે તાત્કાલિક અથવા શેડ્યૂલ કરેલી ડિલિવરી પસંદ કરી શકો છો અને જ્યાં તમે તેને દેખાડવા ઇચ્છો છો (લૉક સ્ક્રીન પર, સૂચના સેંટરમાં અથવા સ્ક્રીનમાં ટોચ પર બૅનર તરીકે) તે પસંદ કરવું વગેરે કરી શકો છો.

વ્યક્તિગત ઍપ્સ માટે સિલેક્ટિવ રીતે સૂચનાઓ બંધ કરો

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ.

  2. ઍપ પર ટૅપ કરો પછી “સૂચનાઓને અનુમતિ આપો” બંધ કરો.

લોકેશન-આધારિત અલર્ટ બંધ કરો

તમે જ્યાં હોવ તેના આધારે સંબંધિત અલર્ટ મોકલવા માટે અમુક ઍપ તમારા લોકેશનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, હવામાન ઍપ તમારા લોકેશનના આધારે તમને અલર્ટ મોકલી શકે છે.

જો તમે આ પ્રકારનાં અલર્ટ જોવા માંગતા ન હોવ તો તેને બંધ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવાઓ પર જાઓ.

  2. લોકેશન સેવાઓ ચાલુ કરો.

  3. કોઈ ઍપ પર ટૅપ કરો (જો લિસ્ટમાં કોઈ દેખાય તો) પછી તે ઍપનો ઉપયોગ કરતી વખતે તમે તમારું લોકેશન શેર કરવા માંગો છો કે નહિ તે પસંદ કરો.

પ્રાઇવસિ અને લોકેશન સેવાઓનો પરિચય શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

સરકારી અલર્ટ ચાલુ અથવા બંધ કરો

અમુક દેશ અથવા વિસ્તારમાં તમે સરકારી અલર્ટ લિસ્ટમાં અલર્ટ ચાલુ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ભારતમાં iPhone પર તમે નેશનલ અલર્ટ પ્રાપ્ત કરી શખો છો અને તમે SACHET, જાહેર સુરક્ષા અને આપાતકાલીન અલર્ટ (તેમાં ગંભીર અને અત્યંત જીવલેણ ધમકી બંને અલર્ટનો સમાવેશ થાય છે)ને ચાલુ અથવા બંધ કરી શકો છો (તે ડિફૉલ્ટ રૂપે ચાલુ હોય છે). જાપાનમાં iPhone પર તમે જાપાન હવામાનશાસ્ત્ર એજંસી તરફથી આપાતકાલીન ભૂકંપનું અલર્ટ પ્રાપ્ત કરી શકો છો.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ.

  2. સરકારી અલર્ટ વિભાગ પર સ્ક્રોલ કરો અને પછી તમે જે અલર્ટ પ્રાપ્ત કરવા માંગો છો તે ચાલુ કરો.

    સરકારી અલર્ટ પ્રાપ્ત કરવા માટે તમે ચાલુ કરી શકો તેવા “સરકારી અલર્ટ” બતાવતી સૂચના સ્ક્રીન.
  3. જો તમે આપાતકાલીન અલર્ટ અને સ્થાનિક જાગૃતિ ચાલુ કરવા માંગતા હો તો આપાતકાલીન અલર્ટ પર ટૅપ કરો.

    નોટ : અમુક વિસ્તારમાં સ્થાનિક જાગૃતિ અમુક આપાતકાલીન અલર્ટની સમયબદ્ધતા, ચોકસાઈ અને વિશ્વસનીયતામાં સુધારો કરી શકે છે. ઉદાહરણ તરીકે, લોકલ અવેરનેસ ચાલુ હોય ત્યારે iPhone પર મળતા મુંબઈ, કોચી અને ચેન્નઈ (દરિયાકાંઠાના પ્રદેશો સહિત)માં વાવાઝોડાના અલર્ટ વધુ સમયસર અથવા વધારે ચોકસાઈ સાથે ડિલિવર કરી કરી શકાય છે.

    આપાતકાલીન અલર્ટ, સ્થાનિક જાગૃતિ અને “હંમેશાં સાઉંડ પ્લે કરો” સાથેની ચાલુ આપાતકાલીન અલર્ટ સ્ક્રીન.
  4. જો iPhone સાઇલેંટ મોડમાં હોય તો પણ આપાતકાલીન અલર્ટ પ્લે કરે તે માટે “હંમેશાં સાઉંડ પ્લે કરો” ચાલુ કરો.

નેટવર્ક પ્રોવાઇડર અને iPhoneના મૉડલ મુજબ સરકારી અલર્ટ અલગ-અલગ હોય છે અને કદાચ તમામ પરિસ્થિતિઓમાં કામ નહિ કરે. આપાતકાલીન અને સરકારી અલર્ટનો પરિચય શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.