આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Safariમાં ટૅબ ખોલો અને બંધ કરો

ઘણાં ખુલ્લા વેબપેજ વચ્ચે નૅવિગેટ કરી શકાય તે ટૅબનો ઉપયોગ કરો.

નોટ : જો તમે સિંગલ ટૅબ લેઆઉટનો ઉપયોગ કરી રહ્યાં હો તો કદાચ મેન્યૂ અને અન્ય આઇટમ આ માર્ગદર્શિકામાં આપેલા વર્ણન કરતાં અલગ દેખાશે. જુઓ : Safariનું લેઆઉટ બદલો.

નવા ટૅબમાં લિંક ખોલો

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. લિંકને ટચ અને હોલ્ડ કરો પછી “નવા ટૅબમાં ખોલો” પર ટૅપ કરો.

જ્યારે તમે અલગ ટૅબમાં નવી લિંક ખોલો ત્યારે વર્તમાન વેબપેજ પર રહેવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > Safari > લિંક ખોલો પર જાઓ અને પછી બૅકગ્રાઉંડમાં ટૅપ કરો.

ટૅબની હિસ્ટરી જુઓ

આ ટૅબમાં તમે જોઈ શકો છો કે અગાઉ તમે કયા વેબપેજ પર ગયા હતા.

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. “પાછળ જાઓ” બટન અથવા “ફૉરવર્ડ” બટન ટચ અને હોલ્ડ કરો.

ટૅબ બંધ કરો

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. “ટૅબ” બટન પર ટૅપ કરો પછી તેને બંધ કરવા માટે ટૅબના ઉપરના-જમણા ખૂણામાં “બંધ કરો” બટન પર ટૅપ કરો.

ટિપ : આ ટૅબ ગ્રૂપમાં તમામ ટૅબ એક જ સમયે બંધ કરવા માટે “પૂર્ણ“ પર ટચ કરીને હોલ્ડ કરો અને પછી “તમામ ટૅબ બંધ કરો” પર ટૅપ કરો.

તાજેતરમાં બંધ કરેલું ટૅબ ખોલો

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. “ટૅબ” બટન પર ટૅપ કરો અને “નવું ટૅબ” બટન પર ટચ અને હોલ્ડ કરો પછી તાજેતરમાં બંધ કરેલાં ટૅબના લિસ્ટમાંથી પસંદ કરો.

ખુલ્લા ટૅબનાં પ્રિવ્યૂ સ્ક્રીન પર દેખાય છે. સ્ક્રીનમાં નીચે ડાબી બાજુએ નવું ટૅબ બટન સિલેક્ટ કરેલું છે જે તાજેતરમાં બંધ કરવામાં આવેલા ટૅબની સૂચી બતાવે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.