આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ફોટો અને વીડિયોની માહિતી જુઓ

તમે ફોટોસ ઍપમાં ફોટો અથવા વીડિયો વિષે સેવ કરેલી મેટાડેટા માહિતી જોઈ શકો છો. તમે આઇટમની મેટાડેટા માહિતીમાં સ્ટોર કરેલી તારીખ, સમય અને લોકેશન પણ બદલી શકો છો.

ફોટો અને વીડિયોના મેટાડેટા જુઓ

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે જેનો મેટાડેટા જોવા માંગો છો તે ફોટો અથવા વીડિયો પર ટૅપ કરો પછી ઉપર સ્વાઇપ કરો અથવા “માહિતી” બટન પર ટૅપ કરો.

    ફોટો અથવા વીડિયોના આધારે તમને નીચેની વિગતો દેખાય છો :

    • ફોટામાં ઓળખાયેલા લોકો

    • ફોટો અથવા વીડિયોનું વર્ણન કરવા માટે કૅપ્શન ફીલ્ડ છે અને સર્ચમાં તેને શોધવાનું સરળ બનાવે છે

    • વિઝ્યુઅલ ખોજો દ્વારા ઓળખાયેલી આઇટમ

    • કયા ડિવાઇસે ફોટો અથવા વીડિયો કૅપ્ચર કર્યો

    • ફોટો અથવા વીડિયો લેવામાં આવ્યો હોય તે તારીખ અને સમય (તારીખ અને સમયને સંપાદિત કરવા માટે ઍડજસ્ટ કરો પર ટૅપ કરો)

    • લેંસ, શટર સ્પીડ, ફાઇલ સાઇઝ વગેરે જેવા કૅમેરા મેટાડેટા

    • ફોટો અથવા વીડિયો લેવામાં આવ્યો હોય તે જગ્યા (નકશો ઍપમાં લોકેશન જોવા માટે લિંક પર ટૅપ કરો; લોકેશનને સંપાદિત કરવા માટે ઍડજસ્ટ કરો પર ટૅપ કરો)

    • ફોટો અથવા વીડિયો શેર કરવામાં આવ્યો હોય તો તમારી સાથે તેને કોણે શેર કર્યો

    • આ ફોટો કયા ઍલ્બમમાં છે

    ફોટોસ ઍપમાં ફોટો ખુલ્લો છે. સ્ક્રીનમાં નીચે અડધા ભાગમાં ઉપરથી નીચે ફોટોની માહિતી બતાવવામાં આવે છે જેમાં તારીખ અને સમય, ફાઇલનું નામ, iPhone મૉડલ અને કૅમેરા સેટિંગ્સ અને જ્યાં ફોટો પાડવામાં આવ્યો હોય તે લોકેશનનો નકશો સામેલ હોય છે.

તારીખ, સમય અથવા લોકેશન બદલો

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો અથવા વીડિયો ખોલવા માટે તેના પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “તારીખ અને સમય ઍડજસ્ટ કરો” અથવા “લોકેશન ઍડજસ્ટ કરો” પર ટૅપ કરો.

ફોટોની બૅચની તારીખ, સમય અથવા લોકેશન બદલવા માટે સિલેક્ટ કરો પર ટૅપ કરો અને જે થંબનેલ તમે બદલવા માંગો છો તેના પર ટૅપ કરો પછી ઉપર આપેલાં પગલાં અનુસરો.

ફોટો અથવા વીડિયોને તેની અસલ તારીખ, સમય અથવા લોકેશન પર રિવર્ટ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો, તારીખ અને સમય ઍડજસ્ટ કરો અથવા લોકેશન ઍડજસ્ટ કરો પર ટૅપ કરો અને પછી રિવર્ટ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.