આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પરથી તમારી કૅશ અને કુકિ સાફ કરો

તમે તમારા iPhone પર કૅશ ક્લિઅર કરવા માટે તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી અને ડેટા મિટાવી શકો છો. આ ઍક્શન તમારા iPhoneમાંથી તમે જોયેલી વેબસાઇટની હિસ્ટરી અને તાજેતરના સર્ચને કાઢી નાખે છે. આ પ્રોસેસ તમારા લોકેશનનો ઉપયોગ કરવા અથવા તમને સૂચનાઓ મોકલવા માટે વેબસાઇટને તમે મંજૂર કરેલી કુકિ અને પરવાનગીઓને પણ કાઢી નાખે છે.

નોટ : તમારી બ્રાઉઝિંગ હિસ્ટરીને Safariમાંથી ક્લિઅર કરવાથી તમે જોયેલી વેબસાઇટ અથવા અન્ય ઍપ્સમાં તમારી બ્રાઉઝિંગ હિસ્ટરી દ્વારા સ્વતંત્ર રીતે રાખવામાં આવેલી કોઈ પણ બ્રાઉઝિંગ હિસ્ટરી ક્લિઅર થતી નથી.

“હિસ્ટરી ક્લિઅર કરો” મેન્યૂ. “ટાઇમફ્રેમ ક્લિઅર કરો”ની નીચે છેલ્લો કલાક સિલેક્ટ કરવામાં આવ્યો છે. “પ્રોફાઇલ માટે ક્લિઅર કરો”ની નીચે તમામ પ્રોફાઇલ સિલેક્ટ કરવામાં આવી છે. “હિસ્ટરી ક્લિઅર કરો” બટન સ્ક્રીનની નીચે છે.
  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2.  “બુકમાર્ક” બટન પર ટૅપ કરો, “હિસ્ટરી” બટન પર ટૅપ કરો અને પછી ક્લિઅર કરો પર ટૅપ કરો.

  3. “ટાઇમફ્રેમ ક્લિઅર કરો”ની નીચે તમારી બ્રાઉઝિંગ હિસ્ટરીમાંથી કેટલું ક્લિઅર કરવું તે પસંદ કરો.

    નોટ : જો તમારી પાસે Safari પ્રોફાઇલ સેટ અપ હોય તો માત્ર તે પ્રોફાઇલનો હિસ્ટરી ક્લિઅર કરવા માટે પ્રોફાઇલ સિલેક્ટ કરો અથવા તમામ પ્રોફાઇલ સિલેક્ટ કરો.

  4. “હિસ્ટરી ક્લિઅર કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.