આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર કૅલેંડર ઇવેંટનું દેખાવ બદલો

તમે મહિના, અઠવાડિયાં અથવા ઘણા દિવસના સમયગાળાની ઇવેંટ અથવા આગામી ઇવેંટનું લિસ્ટ જોઈ શકો છો.

“મહિનાનો વ્યૂ”માં ઇવેંટ અને રિમાઇંડર બતાવતું કૅલેંડર.

“મહિનાનો વ્યૂ”માં ઇવેંટ જોવા માટે

તમે ઇવેંટ ઇંડિકેટર અથવા વિગતો બતાવવા માટે તમારા મહિનાના વ્યૂને બદલી શકો છો.

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. મહિનાના વ્યૂમાં “મહિનાનો વ્યૂ” આઇકન પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • દરેક દિવસની ઇવેંટ માટે એક જ બાર ઇંડિકેટર બતાવવા માટે : “કૉમ્પૅક્ટ” બટન કૉમ્પૅક્ટ પર ટૅપ કરો.

    • દરેક ઇવેંટ માટે બાર ઇંડિકેટર બતાવવા માટે : “સ્ટૅક કરેલ” બટન સ્ટૅક કરેલ પર ટૅપ કરો.

    • ઇવેંટનું ટાઇટલ બતાવવા માટે : “વિગતો” બટન વિગતો ટૅપ કરો.

ઘણા દિવસની ઇવેંટ જોવા માટે

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઘણા દિવસ જોવા માટે : દિવસના વ્યૂમાં “દિવસનો વ્યૂ” આઇકન પર ટૅપ કરો અને “ઘણા દિવસ” બટન ઘણા દિવસ પસંદ કરો.

    • અઠવાડિક કૅલેંડર જોવા માટે : “મહિનાનો વ્યૂ” અથવા “દિવસનો વ્યૂ”માં iPhoneને આડો કરો.

ઇવેંટનું લિસ્ટ જોવા માટે

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • દરેક દિવસની ઇવેંટનું લિસ્ટ જોવા માટે : મહિનાના વ્યૂમાં “મહિનાનો વ્યૂ” આઇકન પર ટૅપ કરો અને “લિસ્ટ” બટન લિસ્ટ પસંદ કરો. ઇવેંટનું લિસ્ટ જોવા માટે દરેક દિવસ પર ટૅપ કરો.

    • આગામી ઇવેંટનું સંપૂર્ણ લિસ્ટ જોવા માટે : દિવસના વ્યૂમાં “દિવસનો વ્યૂ” આઇકન પર ટૅપ કરો અને “લિસ્ટ” બટન લિસ્ટ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.