આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં પાસવર્ડનો ઉપયોગ કરો

પાસવર્ડ ઍપમાં તમે તમારા તમામ પાસવર્ડ, પાસ કી અને વેરિફિકેશન કોડ એક જગ્યાએ શોધી શકો છો. તમે એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું હોય તેવા તમારાં તમામ ડિવાઇસ પર તેમનો ઉપયોગ કરી શકો છો અને iCloud સેટિંગ્સમાં પાસવર્ડ & કીચેન ચાલુ કરી શકો છો. અને જો તમે વેબસાઇટ અને ઍપમાં સાઇન ઇન કરવા માટે ઑટોફિલનો ઉપયોગ કરો છો તો તમારા પાસવર્ડ ઑટોમૅટિક રીતે પાસવર્ડ ઍપમાં દેખાય છે.

શેર કરેલા ગ્રૂપની સૂચી સાથે પાસવર્ડ ઍપ માટે હોમ સ્ક્રીન, જેમાં તમામ, પાસ કી, વેરિફિકેશન કોડ, W-Fi, સિક્યુરિટી અને ડિલીટ કરેલ બટન સાથે છે.

તમારા તમામ પ્રકારના પાસવર્ડ ક્રિડેંશલ્સ જુઓ :

  • ઍપ પાસવર્ડ

  • વેબસાઇટ પાસવર્ડ

  • Apple દ્વારા સાઇન ઇન કરો

  • પાસ કી

  • વેરિફિકેશન કોડ

  • Wi-Fi પાસવર્ડ

  • ગ્રૂપ સાથે શેર કરેલા પાસવર્ડ

સૉર્ટ કરીને અથવા સર્ચ કરીને પાસવર્ડ શોધો. પછી પાસવર્ડ જાહેર કરવા અથવા પાસવર્ડ બદલવા અથવા ડિલીટ કરવા માટે સંપાદિત કરો પર ટૅપ કરો.

ટિપ : પાસવર્ડ ઍપમાં નબળાં પાસવર્ડ બદલવાની ભલામણો માટે સિક્યુરિટી પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.