iPhoneમાં FaceTime કૉલમાં તમારો દેખાવ બદલો

FaceTime ઍપ માં વીડિયો કૉલમાં તમે મનપસંદ Memoji બની શકો છો (Face ID સાથેના iPhoneમાં). સપોર્ટેડ મૉડલમાં તમે તમારા દેખાવને અને સ્ટિકર, લેબલ અને આકારને બદલવા માટે બિલ્ટ-ઇન ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો.

Memoji બનો

Face ID સાથેના iPhoneમાં મેસેજમાં તમે તમારા FaceTime કૉલમાં ઉપયોગ કરવા માટે Memoji પાત્ર બનાવી શકો છો. iPhone તમારી મૂવમેંટ, ચહેરાના હાવભાવ અને અવાજને કૅપ્ચર કરે છે અને તેમને તમારા પાત્રમાં ઉમેરે છે. (તમારું પાત્ર તમે જીભ બતાવો તેની પણ નકલ કરે છે!)

જુઓ : iPhone પર મેસેજમાં સ્ટિકર મોકલો.

  1. FaceTime કૉલ દરમિયાન “ઇફેક્ટ” બટન પર ટૅપ કરો. (જો તમને “ઇફેક્ટ” બટન ન દેખાય તો સ્ક્રીન પર ટૅપ કરો.)

  2. “Memoji” બટન પર ટૅપ કર્યા પછી Memoji પસંદ કરો (નીચે આપેલા પાત્રમાં સ્વાઇપ કરો અને પછી કોઈ એક પસંદ કરો).

    તમે જે બોલો તે અન્ય કૉલરને સંભળાય છે પરંતુ તમારા Memoji બોલતા હોય તેવું તેમને દેખાય છે.

તમારો દેખાવ બદલવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરો

  1. FaceTime વીડિયો કૉલ દરમિયાન તમારી ટાઇલ પર ટૅપ કરો અને પછી “ઇફેક્ટ” બટન પર ટૅપ કરો (સપોર્ટેડ મૉડલ).

  2. ફિલ્ટર ખોલવા માટે “ફિલ્ટર” બટન પર ટૅપ કરો.

  3. નીચે ફિલ્ટર પર ટૅપ કરીને તમારા દેખાવને પસંદ કરો (તેમને પ્રિવ્યૂ કરવા માટે ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરો).

ટેક્સ્ટ લેબલ ઉમેરો

  1. કૉલ દરમિયાન સ્ક્રીન પર ટૅપ કરો અને પછી “ઇફેક્ટ” બટન પર ટૅપ કરો.

  2. “ટેક્સ્ટ” બટન પર ટૅપ કરો અને પછી ટેક્સ્ટ લેબલ પર ટૅપ કરો.

    લેબલના વધુ વિકલ્પ જોવા માટે ટેક્સ્ટ વિંડોની ટોચ પરથી ઉપર સ્વાઇપ કરો.

  3. જ્યારે લેબલ સિલેક્ટ કરેલું હોય ત્યારે તમે લેબલમાં જોવા માંગતા હોવ તે ટેક્સ્ટ ટાઇપ કરો અને ત્યારબાદ તેનાથી દૂર ટૅપ કરો.

  4. લેબલને તમે જ્યાં મૂકવા માંગો છો ત્યાં ડ્રૅગ કરો.

    લેબલને ડિલીટ કરવા માટે તેના પર ટૅપ કરો અને પછી “સંપાદન પૂર્ણ” બટન પર ટૅપ કરો.

સ્ટિકર ઉમેરો

  1. કૉલ દરમિયાન તમારી ટાઇલ પર ટૅપ કરો અને “ઇફેક્ટ” બટન પર ટૅપ કર્યા પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો.:

    • Memoji સ્ટિકર ઉમેરવા માટે “Memoji સ્ટિકર” બટન પર અથવા ઇમોજી સ્ટિકર ઉમેરવા માટે “ઇમોજી સ્ટિકર” બટન પર ટૅપ કરો.

    • “ટેક્સ્ટ” બટન પર ટૅપ કરો, ઉપર સ્વાઇપ કરો અને પછી “ઇમોજી” બટન પર ટૅપ કરો.

  2. સ્ટિકરને કૉલમાં ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

    વધુ વિકલ્પો જોવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા ઉપર સ્વાઇપ કરો.

  3. સ્ટિકરને તમે જ્યાં મૂકવા માંગો છો ત્યાં ડ્રૅગ કરો.

    સ્ટિકર ડિલીટ કરવા માટે તેના પર ટૅપ કરો અને પછી “સંપાદન પૂર્ણ” બટન પર ટૅપ કરો.

આકાર ઉમેરો

  1. કૉલ દરમિયાન તમારી ટાઇલ પર ટૅપ કરો અને પછી “ઇફેક્ટ” બટન પર ટૅપ કરો.

  2. “આકાર” બટન પર ટૅપ કર્યા પછી આકારને કૉલમાં ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

    વધુ વિકલ્પો જોવા માટે આકાર વિંડોની ટોચ પરથી ઉપરની તરફ સ્વાઇપ કરો.

  3. આકારને તમે જ્યાં મૂકવા માંગો છો ત્યાં ડ્રૅગ કરો.

    આકારને ડિલીટ કરવા માટે તેના પર ટૅપ કરો અને પછી “સંપાદન પૂર્ણ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.