આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કેલક્યુલેટરમાં ગણિતની નોટ્સથી ગણિત ઉકેલો

તમે ગાણિતિક પદાવલીઓ ઉકેલી શકો છો, વૅરિએબલ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો અથવા ગ્રાફનાં સમીકરણો ઉકેલી શકો છો—ઉદાહરણ તરીકે વર્ગમાં નવો ખ્યાલ શીખતી વખતે, રોજબરોજના બજેટિંગમાં, ઇવેંટના આયોજનમાં, ઘરના રીમૉડલિંગમાં વગેરે.

નોટ : ગણિતની નોટ સામાન્ય ગાણિતિક પ્રતીકોનો, સાયન્ટિફિક કેલક્યુલેટરના જેવી જ ક્રિયાઓનો અને સિલેક્ટ કરેલી સંખ્યા સિસ્ટમના અંકોનો ઉપયોગ કરે છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ પર વધુ જાણો.

વ્યાખ્યાયિત વૅરિએબલ, સમીકરણ અને ગણિતના પ્રશ્નના ડ્રૉઇંગ સાથે કેલક્યુલેટરમાં ખોલેલી ગણિતની નોટ.

પદાવલી ઉકેલવા માટે

  1. તમારા iPhoneમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. “કેલક્યુલેટર મોડ” બટન પર ટૅપ કરો અને પછી “ગણિતની નોટ” પર ટૅપ કરો.

  3. પહેલાંની ગણિતની નોટ ખોલવા માટે ટૅપ કરો અથવા નવી શરૂ કરવા માટે “નવી નોટ” બટન પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ગાણિતિક પદાવલી ટાઇપ કરો અને પછી બરાબર ચિહ્ન સામેલ કરો.

    • “માર્કઅપ” બટન પર ટૅપ કરો, ગાણિતિક પદાવલી હૉરિઝૉન્ટલ રીતે લખો પછી બરાબર ચિહ્ન સામેલ કરો.

    • “માર્કઅપ” બટન પર ટૅપ કરીને સંખ્યાનો સ્ટૅક લખો પછી સ્ટૅકમાં સંખ્યા ઉમેરવા માટે સંખ્યાની નીચે હૉરિઝૉન્ટલ લાઇન દોરો. જો તમે અલગ ક્રિયા ઇચ્છતા હોવ તો દરેક અંકની ડાબી બાજુએ અલગ પ્રતીક લખો.

  5. તમે જે લખ્યું તેમાં ગણિતની નોટ્સને શું સમજાયું તે જોવા માટે બરાબર ચિહ્ન પર ટૅપ કરો. ભૂલો સુધારવા માટે તમે નીચેનામાંથી કોઈ પણને ઠીક કરી શકો છો :

    • ઓળખી ન શકાય તેવું ગણિત અને ઉકેલી ન શકાય તેવી પદાવલીઓ : એરર વિષેની વિગતો જોવા માટે કોઈ પણ ડૉટ કરેલી લાલ લાઇન પર ટૅપ કરો.

    • અસ્પષ્ટ અક્ષર : તમે જે લખ્યું છે તેને સ્પષ્ટ કરવા માટે કોઈ પણ ડૉટ કરેલી વાદળી લાઇન પર ટૅપ કરો.

વધુ જાણવા માટે Apple સપોર્ટ લેખ ગણિતની નોટ્સમાં એરરને કેવી રીતે હૅન્ડલ કરવી તે જુઓ.

ગણિતની નોટ્સ હૉરિઝૉન્ટલ પદાવલીઓમાં ક્રિયાના સ્ટૅન્ડર્ડ ક્રમનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે સરવાળા અને બાદબાકી પહેલાં ગુણાકાર કરવામાં આવે છે. તમે જે પદાવલીની ગણતરી પહેલા કરવા માંગો છો તેની આસપાસ કૌંસ ઉમેરો. વર્ટિકલ રીતે સ્ટૅક કરવામાં આવતા ગણિતમાં ગણિતની નોટ્સ ઉપરથી નીચે સુધી પદાવલીનું મૂલ્યાંકન કરે છે.

ગણિતની નોટ્સ પદાવલીમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ યુનિટ અને કરંસીને ઑટોમૅટિક રીતે કંવર્ટ કરે છે. તમે વિવિધ સિસ્ટમને ભેગી પણ કરી શકો છો—ઉદાહરણ તરીકે 42 મીટર + 143 ફુટ. ઉપલબ્ધ યુનિટ અને કરંસી બેસિક અથવા સાયન્ટિફિક કેલક્યુલેટરના કંવર્ટ મોડને મૅચ કરે છે. જુઓ : યુનિટ અથવા કરંસી કંવર્ટ કરો.

વૅલ્યૂ અપડેટ કરવા માટે

  1. તમારા iPhoneમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. “કેલક્યુલેટર મોડ” બટન પર ટૅપ કરીને ગણિતની નોટ્સ પર ટૅપ કરો પછી તમે જે નોટને અપડેટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સંખ્યાને મિટાવી દો અને પછી નવી વૅલ્યૂ એંટર કરો.

    • સંખ્યા પર ટૅપ કરો અને પછી સંખ્યાની ઉપર દેખાતા સ્ક્રબરનો ઉપયોગ કરીને વૅલ્યૂને ઍડજસ્ટ કરવા માટે ડાબી અને જમણી તરફ સ્લાઇડ કરો.

વૅલ્યૂનો ઉપયોગ કરતો કોઈ પણ ગ્રાફ ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે. જો વૅરિએબલને વૅલ્યૂ અસાઇન કરવામાં આવી હોય તો વૅરિએબલનો ઉપયોગ કરતા કોઈ પણ સમીકરણનાં પરિણામ અથવા ગ્રાફ પણ ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે.

પદાવલીઓ અને સમીકરણોમાં વૅરિએબલનો ઉપયોગ કરવા માટે

  1. તમારા iPhoneમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. “કેલક્યુલેટર મોડ” બટન પર ટૅપ કરો અને પછી “ગણિતની નોટ” પર ટૅપ કરો.

  3. ગણિતની નોટ ખોલવા માટે ટૅપ કરો અથવા નવી શરૂ કરવા માટે “નવી નોટ” બટન પર ટૅપ કરો.

  4. વૅરિએબલ જાહેર કરવા માટે વૅરિએબલ તરીકે ઉપયોગમાં લેવાના અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો અથવા લખો ત્યારબાદ બરાબરનું ચિહ્ન સામેલ કરો.

  5. વૅરિએબલને વૅલ્યૂ અસાઇન કરવા માટે બરાબરના ચિહ્ન પછી વૅલ્યૂ અથવા પદાવલી ટાઇપ કરો અથવા લખો.

  6. વૅરિએબલનો ઉપયોગ કરવા માટે પદાવલી અથવા સમીકરણમાં વૅરિએબલનું નામ ટાઇપ કરો અથવા લખો.

નોટ : ગણિતની નોટ્સ ઉપર ડાબી બાજુથી નીચે જમણી બાજુ સુધીની એંટ્રી વાંચે છે. પદાવલી (જેમ કે x + 10 =)માં વૅરિએબલનો ઉપયોગ કરતા પહેલાં તમારે વૅરિએબલ (ઉદાહરણ તરીકે, x = 5) જાહેર કરવો પડશે. પહેલા વૅરિએબલ જાહેર કર્યા વિના પદાવલી લખવાથી એરર આવે છે. વૅરિએબલના નામમાં ફક્ત લૅટિન મૂળાક્ષરના અક્ષર જ હોવા આવશ્યક છે. વર્ટિકલ ગણિતમાં વૅરિએબલનો ઉપયોગ કરી શકાતો નથી.

તમે ગ્રાફ બનાવવા માટે બે વૅરિએબલવાળા સમીકરણનો ઉપયોગ કરી શકો છો.

પરિણામ ઑટોમૅટિક રીતે અથવા સૂચનો તરીકે બતાવવા માટે

તમે ગણિતની નોટ્સમાં એંટર કરેલા ગણિતના પ્રશ્નોનો તમારા iPhone દ્વારા જવાબ આપવાની રીત તમે પસંદ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. “કેલક્યુલેટર મોડ” બટન પર ટૅપ કરો અને પછી “ગણિતની નોટ” પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરીને ગણિતનાં પરિણામ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો તમે પ્રશ્નને ઉકેલવા માંગો છો : “પરિણામો ઇંસર્ટ કરો” પસંદ કરો. તમે ગણિતનો ઉકેલવા યોગ્ય પ્રશ્ન ટાઇપ કરો છો અથવા લખો છો ત્યારે જવાબ ઑટોમૅટિક રીતે દેખાય છે.

    • જો તમે સૂચનો જોવા માંગો છો તો : “પરિણામ સૂચવો” પસંદ કરો. તમે બરાબર ચિહ્ન ટાઇપ કરો અથવા લખો અથવા ગણિતનો ઉકેલવા યોગ્ય પ્રશ્ન સિલેક્ટ કરો ત્યારે ઉકેલો બટન દેખાય છે જેને તમે ટૅપ કરો ત્યારે જવાબ ઇંસર્ટ થાય છે.

    • જો તમને ગણિતના કોઈ પણ પરિણામ ન જોઈતા હોય તો : “બંધ” પસંદ કરો. જ્યારે તમે પદાવલી પછી બરાબર ચિહ્ન લખો અથવા ટાઇપ કરો છો ત્યારે જવાબ દેખાતો નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.