આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર વૉઇસ મેમોમાં રેકોર્ડિંગ શેર કરો

તમે AirDrop, Mail, Messages વગેરેનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથે એક અથવા વધુ ઑડિઓ રેકોર્ડિંગ શેર કરી શકો છો (અથવા તેને તમારા Mac અથવા બીજા ડિવાઇસ પર મોકલી શકો છો).

રેકોર્ડિંગ શેર કરો

  1. તમારા iPhone પર વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. રેકોર્ડિંગની સૂચીમાં તમે શેર કરવા માંગો છો તે રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરો.

  3. શેર કરો પર ટૅપ કરો અને શેરિંગ વિકલ્પ પસંદ કરો પછી પ્રાપ્તકર્તા સિલેક્ટ કરો અથવા એંટર કરો પછી પૂર્ણ અથવા “મોકલો” બટન પર ટૅપ કરો.

એક કરતાં વધારે રેકોર્ડિંગ શેર કરો

  1. તમારા iPhone પર વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. રેકોર્ડિંગની સૂચીની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો પછી તમે જે રેકોર્ડિંગ શેર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

  3. “શેર કરો” બટન પર ટૅપ કરો અને શેરિંગ વિકલ્પ પસંદ કરો પછી પ્રાપ્તકર્તા પસંદ કરો અથવા એંટર કરો પછી પૂર્ણ અથવા “મોકલો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.