આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં હવામાન નકશા જોવા માટે

તમે તમારા લોકેશન અથવા અન્ય વિસ્તારમાં ફુલ સ્ક્રીનમાં વર્ષણ, તાપમાન, હવાની ગુણવત્તા અને પવનના નકશાને જોઈ શકો છો.

iPhoneની સ્ક્રીન પર આજુબાજુના વિસ્તારનો તાપમાનનો નકશો. ઉપર-જમણા ખૂણામાં ઉપરથી નીચે સુધી “વર્તમાન લોકેશન”, “મનપસંદ લોકેશન” અને “ઓવરલે મેન્યૂ” બટન છે. ઓવરલે મેન્યૂ બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે અને તે વર્ષણ, તાપમાન, હવાની ગુણવત્તા અને પવનનાં બટનને ડિસ્પ્લે કરે છે. “વર્ષણ” બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે. ઉપરના ડાબા ખૂણામાં “પૂર્ણ” અને “વર્ષણ નકશા ઓવરલે સ્કેલ” બટન છે.

ફુલ સ્ક્રીન હવામાન નકશો જુઓ

  1. તમારા iPhoneમાં હવામાન ઍપ પર જાઓ.

  2. લોકેશન સિલેક્ટ કરો પછી સ્ક્રીનમાં નીચે “નકશો બતાવો” બટન પર ટૅપ કરો.

    નોટ : બતાવવામાં આવેલા હવામાનના નકશાનો પ્રકાર સિલેક્ટ કરેલા લોકેશન માટે હવામાનની સ્થિતિને આધારે બદલાઈ શકે છે.

  3. વર્ષણ, તાપમાન, હવાની ગુણવત્તા અથવા પવનના નકશા પર સ્વિચ કરવા માટે ઉપર જમણી બાજુએ “ઓવરલે મેન્યૂ” બટન પર ટૅપ કરો.

  4. વર્ષણ અથવા પવનની આગાહીના નકશામાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટાઇમલાઇન બતાવવા માટે : નકશામાં નીચે “નજીક” પર ટૅપ કરો.

    • ટાઇમલાઇનની અવધિ બદલવા માટે : વર્ષણ નકશો જોતી વખતે “મેન્યૂ” બટન પર ટૅપ કરો પછી 12-કલાકની આગાહી અને આગામી-કલાકની આગાહી વચ્ચે સ્વિચ કરો.

  5. નકશો બંધ કરવા માટે “પૂર્ણ” પર ટૅપ કરો.

હવામાન નકશાનું લોકેશન બદલવા માટે

  1. તમારા iPhoneમાં હવામાન ઍપ પર જાઓ.

  2. ફુલ-સ્ક્રીન હવામાન નકશો જુઓ પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નકશાને મુવ કરવા માટે : તેને ડ્રૅગ કરો.

    • ઝૂમ ઇન અને આઉટ કરવા માટે : સ્ક્રીનને પિંચ કરો.

    • તમારી યાદીમાંથી બીજું લોકેશન જોવા માટે : ઉપર જમણી બાજુએ “મનપસંદ લોકેશન” બટન પર ટૅપ કરો પછી લોકેશન પર ટૅપ કરો.

    • તમારા વર્તમાન લોકેશન પર પાછા જવા માટે : ઉપર જમણી બાજુએ “વર્તમાન લોકેશન” બટન પર ટૅપ કરો.

    • લોકેશનને તમારી યાદીમાં ઉમેરો, તેની વર્તમાન સ્થિતિઓ જુઓ અથવા તેને નકશામાં જુઓ : નકશામાં લોકેશનને ટચ કરીને હોલ્ડ કરો પછી “[લોકેશન] ઉમેરો”, “[લોકેશન] જુઓ” અથવા “નકશોમાં ખોલો” પર ટૅપ કરો.

  3. નકશો બંધ કરવા માટે “પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.