આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

સાઇન ઇન કરો અને iPhone પર તમારું Apple અકાઉંટ મૅનેજ કરો

તમારું Apple અકાઉંટ તમને ઍપ સ્ટોર, iTunes સ્ટોર, Apple Books, Apple Music, FaceTime, iCloud, iMessage વગેરે જેવી સેવાઓનો ઍક્સેસ આપે છે.

જ્યારે તમે ચાઇના મેઇનલેન્ડ અથવા ભારતમાં નવું Apple અકાઉંટ બનાવો છો ત્યારે તમે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ તમારા Apple અકાઉંટના યૂઝરનેમ તરીકે કરી શકો છો. Apple સપોર્ટ લેખ જુઓ : ઇમેલ અડ્રેસને બદલે ફોન નંબરનો ઉપયોગ કરીને Apple અકાઉંટ બનાવો અને મૅનેજ કરો.

તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો

જો તમે સેટઅપ દરમિયાન સાઇન ઇન ન કર્યું હોય તો નીચે પ્રમાણે કરો :

  1. સેટિંગ્સ પર જાઓ.

  2. Apple અકાઉંટ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એક પર ટૅપ કરો :

    • અન્ય Apple ડિવાઇસનો ઉપયોગ કરો : તમારા અન્ય iPhone અથવા iPadને (iOS 17, iPadOS 17 અથવા પછીના વર્ઝન) નજીક લાવો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    • મૅન્યુઅલ રીતે સાઇન ઇન કરો : તમારું ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર એંટર કરો પછી તમારો પાસવર્ડ એંટર કરો. જો તમારી પાસે Apple અકાઉંટ ન હોય તો તમે એક અકાઉંટ બનાવી શકો છો.

  4. જો તમે બે ફૅક્ટર ઑથેંટિકેશન દ્વારા તમારું અકાઉંટ સુરક્ષિત કરો છો તો છ અંકનો વેરિફિકેશન કોડ એંટર કરો.

જો તમે તમારા Apple અકાઉંટનો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો તમારો પાસવર્ડ રીસેટ કરો વેબસાઇટ જુઓ.

તમારાં Apple અકાઉંટ સેટિંગ્સ બદલો

  1. સેટિંગ્સ  > [તમારું નામ] પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી ચુકવણીની પદ્ધતિ ઉમેરો અથવા અપડેટ કરો

તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી ચુકવણીની માહિતીનો ઉપયોગ Apple મીડિયા ખરીદીઓ અને સેવાઓ માટે થાય છે.

  1. સેટિંગ્સ  > [તમારું નામ] પર જાઓ.

  2. ચુકવણી & શિપિંગ પર ટૅપ કરો. તમારે Face ID અથવા Touch ID સાથે પ્રમાણિત કરવાની જરૂર પડી શકે છે.

  3. “ચુકવણીની પદ્ધતિ ઉમેરો” પર ટૅપ કરો અથવા “ઉપલબ્ધ ચુકવણીની પદ્ધતિ” પર ટૅપ કરો.

જો તમારે તમારા Apple અકાઉંટની ચુકવણીની પદ્ધતિ બદલવાની અથવા અપડેટ કરવાની જરૂર હોય શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.