આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં ઇલેક્ટ્રિક વાહન રૂટિંગ સેટ અપ કરો

તમે તમારું ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જ કરવા માટેનાં સ્ટૉપ સામેલ હોય તેવી ટ્રિપ પ્લાન કરી શકો છો અને ડ્રાઇવિંગ કરતી વખતે તમારા ચાર્જમાં થતા ફેરફારો પર નજર રાખી શકો છો.

મહત્ત્વપૂર્ણ : EV રૂટિંગ સિલેક્ટ કરેલા વાહનો પર અને સિલેક્ટ કરેલા ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. દેશ અને વિસ્તાર પ્રમાણે ફીચર બદલાય છે. સુસંગતતાની માહિતી માટે તમારા વાહનની ઓનરની માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

તમે ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો ત્યારે નકશો તમારા વાહનના ચાર્જને ટ્રૅક કરી શકે છે. રૂટમાં એલિવેશનમાં ફેરફાર અને અન્ય ફૅક્ટરનું વિશ્લેષણ કરીને નકશો ઍપ માર્ગમાં યોગ્ય ચાર્જિંગ સ્ટેશનની ઓળખ કરે છે અને સિલેક્ટ કરેલા ચાર્જિંગ પ્રદાતાઓ અને દેશ માટે તે રિઅલ-ટાઇમ ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા જણાવે છે. જો ચાર્જિંગ ખૂબ ઘટી થાય ત્યાં સુધી તમે તમારું વાહન ચલાવો તો તમને નજીકના સુસંગત ચાર્જિંગ સ્ટેશનનો રૂટ બતાવવામાં આવશે.

CarPlayથી EV રૂટિંગ સેટ અપ કરવા માટે

જે સુસંગત ઇલેક્ટ્રિક વાહન (EV)ને તેના ઉત્પાદકની ઍપની જરૂર નથી તેના માટે નકશો ઍપમાં EV રૂટિંગ સેટ અપ કરવા માટે CarPlayનો ઉપયોગ કરો.

નોટ : સુસંગતતાની માહિતી માટે તમારા વાહન માટે ઓનરની માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

  1. iPhoneને CarPlay સાથે કનેક્ટ કરો.

  2. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  3. ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો.

  4. કનેક્ટ (રૂટની યાદીની ઉપર) પર ટૅપ કરીને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જુઓ : CarPlay અને iPhoneનો પરિચય.

વાહન ઉત્પાદકની ઍપનો ઉપયોગ કરીને EV રૂટિંગ સેટ અપ કરવા માટે

જે સુસંગત વાહનને તેના ઉત્પાદકની ઍપની જરૂર હોય તેના માટે નકશોમાં EV રૂટિંગ સેટ અપ કરવા માટે ઍપનો ઉપયોગ કરો.

નોટ : સુસંગતતાની માહિતી માટે તમારા વાહન માટે ઓનરની માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

  1. તમારા iPhoneમાં App Store પર જાઓ.

  2. તમારા વાહનના ઉત્પાદક સર્ચ કરીને પછી તેના માટે EV રૂટિંગને સપોર્ટ કરતી ઍપ ડાઉનલોડ કરો. (જુઓ : App Storeમાં ઍપ્સ મેળવો.)

  3. ઍપ ખોલીને પછી તેની સેટ અપ સૂચનાઓનું પાલન કરો.

  4. નકશો ઍપ પર જઈને પછી સર્ચ ફીલ્ડની બાજુમાં તમારા ફોટો અથવા પ્રથમાક્ષર પર ટૅપ કરો.

    જો તમને તમારો ફોટો અથવા પ્રથમાક્ષર ન દેખાય તો સર્ચ ફીલ્ડની બાજુમાં “રદ કરો” પર ટૅપ કરો અથવા સર્ચ ફીલ્ડ પર ટૅપ કરીને પછી “રદ કરો” પર ટૅપ કરો.

  5. વાહન પર ટૅપ કરીને “તમારા ઇલેક્ટ્રિક વાહનને કનેક્ટ કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

તમે તમારા વાહન માટે પ્રાથમિકતા આપેલા ચાર્જિંગ નેટવર્કને નિયુક્ત કરી શકો છો. નકશો ઍપ સિલેક્ટ કરેલા ચાર્જિંગ પ્રદાતાઓ અને દેશો માટે રિઅલ-ટાઇમ ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા પ્રદાન કરે છે અને તમે પ્લગના પ્રકાર અને નેટવર્ક પ્રમાણે સર્ચ કરી શકો છો.

દિશા નિર્દેશન મળે ત્યારે અન્ય વાહન પસંદ કરવા માટે

જો તમે ઘણાં વાહન ચલાવો છો તો જે વાહન માટે રૂટિંગ સૂચનાઓ મેળવવી હોય તેને નકશો ઍપમાં બદલી શકો છો.

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો.

  3. તમે “શરૂ કરો” પર ટૅપ કરો તે પહેલાં રૂટ કાર્ડમાં નીચે સ્ક્રોલ કરો.

  4. બીજું ઇલેક્ટ્રિક વાહન પસંદ કરો અથવા જેની EV રૂટિંગ ઍપ તમારા iPhoneમાં ન હોય તેવું વાહન તમે ચલાવી રહ્યાં હોવ તો “અલગ કાર” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.