આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhoneના કૅમેરા પર શટરનો વૉલ્યૂમ ઍડજસ્ટ કરો

તમારા iPhoneની બાજુના ભાગે રિંગ/સાઇલેંટ સ્વિચનો ઉપયોગ કરીને કૅમેરાના શટર સાઉંડને ઍડજસ્ટ અથવા મ્યૂટ કરી શકો છો.

ફોટો મોડમાં શટર સાઉંડનો વૉલ્યૂમ બદલો

  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. કંટ્રોલ સેંટર ખોલો પછી વૉલ્યૂમ સ્લાઇડરને ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

  3. કૅમેરા પર પાછા જવા માટે સ્ક્રીનમાં નીચેથી ઉપર સ્વાઇપ કરો.

    નોટ : જ્યારે Live Photos “Live Photo” બટન ચાલુ હોય ત્યારે (કેટલાક દેશ અને વિસ્તાર સિવાય) શટર અવાજ કરતું નથી.

શટરના સાઉંડને મ્યૂટ કરો

તમારા iPhoneની બાજુના ભાગે રિંગ/સાઇલેંટ સ્વિચનો ઉપયોગ કરીને શટરના સાઉંડને મ્યૂટ કરો. iPhoneને સાઇલેંટ મોડમાં મૂકવા માટે રિંગ/સાઇલેંટ સ્વિચ સેટ કરો જેથી સ્વિચ નારંગી દેખાય છે. સાઇલેંટ મોડ બંધ કરવા માટે સ્વિચને પાછળ સેટ કરો.

તમામ iPhone 16 મૉડલ, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં રિંગ/સાઇલેંટ સ્વિચને બદલે ઍક્શન બટન હોય છે. ડિફૉલ્ટ રૂપે તમે સાઇલેંટ મોડ ચાલુ અથવા બંધ કરવા માટે ઍક્શન બટન દબાવી શકો છો. અથવા કંટ્રોલ સેંટર ખોલવા માટે ઉપરના જમણા ખૂણેથી નીચે સ્વાઇપ કરો પછી “સાઇલેંટ બંધ કરો” બટન પર ટૅપ કરો.

નોટ : અમુક દેશ અને વિસ્તારમાં તમે શટર સાઉંડને મ્યૂટ કરી શકતા નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.