આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર iOS અપડેટ કરો

જ્યારે તમે iOSના તાજેતરના વર્ઝન અપડેટ કરો છો ત્યારે તમારો ડેટા અને સેટિંગ્સ બદલાતાં નથી.

તમે અપડેટ કરો તે પહેલાં ઑટોમૅટિક રીતે બૅક અપ લેવા માટે iPhoneને સેટ અપ કરો અથવા મૅન્યુઅલ રીતે તમારા ડિવાઇસનો બૅક અપ લો.

iPhone ઑટોમૅટિક રીતે અપડેટ કરો

તમે સૌથી પહેલા તમારો iPhone સેટ અપ કર્યો તે દરમિયાન ઑટોમૅટિક અપડેટ ચાલુ કર્યું ન હોય તો નીચે પ્રમાણે કરો :

  1. સેટિંગ્સ  > સામાન્ય > સોફ્ટવેર અપડેટ > ઑટોમૅટિક અપડેટ પર જાઓ.

  2. “ઑટોમૅટિક રીતે ઇંસ્ટૉલ કરો” અને “ઑટોમૅટિક રીતે ડાઉનલોડ કરો”ની નીચે iOS અપડેટ ચાલુ કરો.

અપડેટ ઉપલબ્ધ હોય ત્યારે ચાર્જ કરતી વખતે અને Wi-Fi સાથે કનેક્ટેડ હોય ત્યારે iPhone રાત્રિ દરમિયાન અપડેટને ડાઉનલોડ અને ઇંસ્ટૉલ કરે છે. અપડેટ ઇંસ્ટૉલ થાય તે પહેલાં તમને સૂચિત કરવામાં આવે છે.

iPhoneને મૅન્યુઅલ રીતે અપડેટ કરો

કોઈ પણ સમયે તમે સૉફ્ટવેર અપડેટ ઇંસ્ટૉલ કરવા માટે તપાસી શકો છો.

સેટિંગ્સ  > સામાન્ય > સોફ્ટવેર અપડેટ પર જાઓ.

સ્ક્રીન iOSનું વર્તમાનમાં ઇંસ્ટૉલ કરેલું વર્ઝન અને અપડેટ ઉપલબ્ધ છે કે નહિ તે દર્શાવે છે.

ઑટોમૅટિક અપડેટ બંધ કરવા માટે સેટિંગ્સ > સામાન્ય > સોફ્ટવેર અપડેટ > ઑટોમૅટિક અપડેટ પર જાઓ.

તમારા કંપ્યૂટરનો ઉપયોગ કરીને અપડેટ કરવા માટે

  1. iPhone અને તમારા કંપ્યૂટરને કેબલ દ્વારા કનેક્ટ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Mac પર (macOS 10.15 અથવા પછીના વર્ઝન) : Finder સાઇડબારમાં તમારો iPhone સિલેક્ટ કરો પછી વિંડોમાં ઉપર “સામાન્ય” પર ક્લિક કરો.

    • Mac (macOS 10.14 અથવા તેનાથી પહેલાંના વર્ઝન) અથવા Windows ડિવાઇસ પર : iTunes ઍપ ખોલો, iTunes વિંડોની ઉપર ડાબી બાજુએ iPhone જેવા દેખાતા બટનને ક્લિક કરો પછી “સારાંશ” પર ક્લિક કરો.

      નોટ : iTunesના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરો. જુઓ : Apple સપોર્ટ લેખ iTunesના તાજેતરના વર્ઝન પર અપડેટ કરો.

  3. “અપડેટ ચેક કરો” પર ક્લિક કરો.

  4. ઉપલબ્ધ અપડેટ ઇંસ્ટૉલ કરવા માટે “અપડેટ” પર ક્લિક કરો.

તાજેતરના iOS પર અપડેટ કરો અને જો તમે તમારા iPhone, iPad અથવા iPod touchને અપડેટ અથવા રિસ્ટોર કરી શકતા નથી તો શું કરવું તે અંગે Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.