આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhone અને અન્ય Apple ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો

તમે તમારાં Apple ડિવાઇસમાંથી કૉન્ટેંટ કૉપિ કરીને તેને બીજામાં પેસ્ટ કરવા માટે યુનિવર્સલ ક્લિપબોર્ડ નામના ફીચરનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે તમારા iPadમાં ટેક્સ્ટને કૉપિ કરીને તેને તમારા iPhoneમાં નોટમાં પેસ્ટ કરી શકો છો અથવા તમારા iPhoneમાં Safari વેબપેજમાંથી ઇમેજને કૉપિ કરીને તેને તમારા Macમાં ઇમેલ મેસેજમાં પેસ્ટ કરી શકો છો.

તમે iPhone, iPad અને Macમાં યુનિવર્સલ ક્લિપબોર્ડનો ઉપયોગ કરી શકો છો.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

તમારા iPhone અને અન્ય ડિવાઇસની વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો

યુનિવર્સલ ક્લિપબોર્ડ તમે જોઈ શકો તેવું કોઈ ફીચર નથી. તે તમારા iPhoneમાંના કૉપિ અને પેસ્ટની જેમ જ કાર્ય કરે છે તે સિવાય યુનિવર્સલ ક્લિપબોર્ડથી તમે જ્યારે પેસ્ટ કરો ત્યારે iPad અથવા Mac જેવાં અન્ય Apple ડિવાઇસમાં પણ પેસ્ટ કરી શકો છો.

  1. તમારા iPhone પર ટેક્સ્ટ અથવા ઇમેજ સિલેક્ટ કરો પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

  2. તમારા અન્ય ડિવાઇસમાં તમે ટેક્સ્ટ અથવા ઇમેજને જ્યાં પેસ્ટ કરવા માંગો છો તે જગ્યા પર ટૅપ કરો (બીજા iPhone અથવા iPadમાં) અથવા ક્લિક કરો (Macમાં) પછી ”પેસ્ટ કરો” પર ટૅપ અથવા ક્લિક કરો. તમે કીબોર્ડ શૉર્ટકટનો પણ ઉપયોગ કરી શકો છો.

    તમારા iPhone, iPad અથવા Macમાં કૉપિ અથવા પેસ્ટ કેવી રીતે કરવું તેની વધુ માહિતી માટે iPhone અથવા iPad પર કૉપિ અને પેસ્ટ કેવી રીતે કરવું અથવા Mac પર કૉપિ અને પેસ્ટ કેવી રીતે કરવું જુઓ.

    નોટ : જ્યારે તમે કૉન્ટેંટને કૉપિ કરો છો ત્યારે તે તમારા ક્લિપબોર્ડ પર ટૂંકા સમય માટે ઉપલબ્ધ રહે છે.

iPhone અથવા iPad પર કૉપિ અને પેસ્ટ કેવી રીતે કરવું

  • ટેક્સ્ટ સિલેક્ટ અને કૉપિ કરવા માટે : શબ્દ સિલેક્ટ કરવા માટે એક આંગળીથી ડબલ ટૅપ કરો અથવા ફકરો સિલેક્ટ કરવા માટે એક આંગળીથી ટ્રિપલ ટૅપ કરો. (તમે તમારું સિલેક્શન ઍડજસ્ટ કરવા માટે ગ્રેબ પૉઇંટને મુવ પણ કરી શકો છો.) પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

  • ઇમેજ સિલેક્ટ અને કૉપિ કરવા માટે : ઇમેજ સિલેક્ટ કરવા માટે ટચ અને હોલ્ડ કરો પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

  • ટેક્સ્ટ અથવા ઇમેજ પેસ્ટ કરવા માટે : જ્યાં તમે ટેક્સ્ટ અથવા ઇમેજ પેસ્ટ કરવા માંગો છો ત્યાં ટૅપ કરો પછી “પેસ્ટ કરો” પર ટૅપ કરો.

તમને કૉપિ અને પેસ્ટ કરવાની અનુમતિ આપતા વધારાના જેસ્ચર શોધવા માટે iPhoneમાં ટેક્સ્ટને સિલેક્ટ, કટ, કૉપિ અને પેસ્ટ કરો અને iPadમાં ટેક્સ્ટને સિલેક્ટ, કટ, કૉપિ અને પેસ્ટ કરો જુઓ.

Mac પર કૉપિ અને પેસ્ટ કેવી રીતે કરવું

  • ટેક્સ્ટ અથવા ઇમેજ સિલેક્ટ કરવા માટે : તમે કૉપિ કરવા માંગો છો તે ટેક્સ્ટ અથવા ઇમેજને તમારા પૉઇંટર દ્વારા સિલેક્ટ કરો.

  • ટેક્સ્ટ અથવા ઇમેજ કૉપિ કરવા માટે : કમાંડ-C દબાવો અથવા મેન્યૂ બારમાંથી “સંપાદિત કરો” > “કૉપિ કરો” પસંદ કરો.

  • ટેક્સ્ટ અથવા ઇમેજ પેસ્ટ કરો : તમે ટેક્સ્ટ અથવા ઇમેજને જ્યાં પેસ્ટ કરવા માંગતા હોવ ત્યાં તમારા પૉઇંટરને મુવ કરો અને ક્લિક કરો પછી કમાંડ-V દબાવો અથવા મેન્યૂ બારમાંથી સંપાદિત કરો > પેસ્ટ કરો પસંદ કરો.

તમને કૉપિ અને પેસ્ટ કરવાની અનુમતિ આપતા વધારાના જેસ્ચર શોધવા માટે iPhoneમાં ટેક્સ્ટને સિલેક્ટ, કટ, કૉપિ અને પેસ્ટ કરો અને iPadમાં ટેક્સ્ટને સિલેક્ટ, કટ, કૉપિ અને પેસ્ટ કરો જુઓ.

જો યુનિવર્સલ ક્લિપબોર્ડ કામ કરતું ન હોય તો

  • તમે બંને ડિવાઇસ પર સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન છો તેની ખાતરી કરો.

  • ખાતરી કરો કે તમારા iPhone અને Macમાં Wi-Fi, Bluetooth અને Handoff ચાલુ છે.

  • તમારાં ડિવાઇસ એકબીજાથી 30 ફુટ (10 મીટર)ના અંતરની અંદર હોવા આવશ્યક છે.

  • જો યુનિવર્સલ ક્લિપબોર્ડ કામ કરવામાં તમને મુશ્કેલી આવી રહી હોય તો તમારાં ડિવાઇસ રીસ્ટાર્ટ કરો અને ફરી પ્રયત્ન કરો.

ડિવાઇસ વચ્ચે ટેક્સ્ટ અથવા કૉપિ કરેલી ઇમેજનાં નાના સિલેક્શન શેર કરવા માટે યુનિવર્સલ ક્લિપબોર્ડ શ્રેષ્ઠ છે. જો તમે તમારા Mac અને અન્ય Apple ડિવાઇસ વચ્ચે ઘણી ફાઇલ શેર કરવા માંગો છો તો iPhoneમાંથી સ્ટોરેજ ડિવાઇસ, સર્વર અથવા ક્લાઉડમાં ફાઇલ ટ્રાંસફર કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.