આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhoneમાંથી Bluetooth ઍક્સેસરિ પર ઑડિઓ પ્લે કરો

તમે તમારા iPhoneને Bluetooth ઍક્સેસરિ સાથે કનેક્ટ કરો પછી તમે ઍક્સેસરિ પર તમારા iPhoneથી ઑડિઓ પ્લે અને કંટ્રોલ કરી શકો છો.

તમારા iPhoneમાંથી Bluetooth ઑડિઓ ઍક્સેસરિ પર ઑડિઓ પ્લે કરો

  1. તમારા iPhone પર સંગીત અથવા પૉડકાસ્ટ જેવી ઑડિઓ ઍપ ખોલો અને કોઈ આઇટમ પ્લે કરો.

  2. “પ્લેબૅક ડેસ્ટિનેશન” બટન પર ટૅપ કરો અને પછી તમારી Bluetooth ઍક્સેસરિ પર ટૅપ કરો.

    ઑડિઓ પ્લે થઈ રહ્યો હોય તે દરમિયાન તમે લૉક સ્ક્રીન અથવા કંટ્રોલ સેંટરમાં પ્લેબૅક ડેસ્ટિનેશનને બદલી શકો છો.

  3. ઑડિઓને પૉઝ કરવા અથવા પ્લે કરવા, વૉલ્યૂમ ઍડજસ્ટ કરવા, ટ્રૅક સ્કિપ કરવા વગેરે માટે તમારા iPhone પરના કંટ્રોલનો ઉપયોગ કરો.

જો તમે Bluetooth ઍક્સેસરિને રેંજની બહાર મુવ કરો છો તો પ્લેબૅક ડેસ્ટિનેશન તમારા iPhone પર પાછું આવે છે.

નોટ : iPhone સાથે હેડફોન સાંભળતા સમયે તમારી શ્રવણશક્તિને લાઉડ વૉલ્યૂમથી સુરક્ષિત રાખવાની માહિતી માટે જુઓ : iPhoneમાં આરોગ્ય ઍપમાં શ્રવણશક્તિનાં આરોગ્ય ફીચરનો ઉપયોગ કરો.

તૃતીય-પક્ષ Bluetooth ઍક્સેસરિ અને ડિવાઇસની ઑડિઓ ચોકસાઈમાં સુધારો કરો

તમે તમારા iPhone પર Bluetooth ડિવાઇસનો પ્રકાર (જેમ કે હેડફોન, સ્પીકર અથવા કાર સ્ટીરિયો)નો દર્શાવીને તૃતીય-પક્ષ Bluetooth ડિવાઇસનો અવાજ સુધારી શકો છો.

  1. સેટિંગ્સ  > Bluetooth પર જાઓ અને પછી ઍક્સેસરિ અથવા ડિવાઇસના નામની બાજુમાં “ઉપલબ્ધ ઍક્શન” બટન પર ટૅપ કરો.

  2. ડિવાઇસના પ્રકાર પર ટૅપ કરો અને પછી ડિવાઇસનો પ્રકાર પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.