આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર તમારું Apple અકાઉંટ સુરક્ષિત રાખો

તમે App Store, Apple Music, iCloud, iMessage અને FaceTime જેવી Apple સેવાઓને ઍક્સેસ કરવા માટે તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરો છો. તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે તમારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઇમેલ અડ્રેસ અને પાસવર્ડ તેમજ સંપર્ક, ચુકવણી અને સુરક્ષાની વિગતોનો સમાવેશ થાય છે જેનો તમે તમામ Apple સેવાઓ માટે ઉપયોગ કરો છો. Apple તમારા Apple અકાઉંટને સુરક્ષિત રાખવા માટે ઉદ્યોગ સ્ટૅન્ડર્ડ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

તમારા Apple અકાઉંટની સુરક્ષાને મહત્તમ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

  • અન્ય લોકોને તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરવા ન દો, પરિવારના સભ્યોને પણ નહિ.

    Apple અકાઉંટ શેર કર્યા વગર ખરીદીઓ, સબ્સ્ક્રિપ્શન, પારિવારિક કૅલેંડર વગેરે શેર કરવા માટે ફેમિલી શેરિંગ સેટ અપ કરો.

  • બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો. જો તમે તમારું Apple અકાઉંટ iOS 13.4, iPadOS 13.4, macOS 10.15.4 અથવા તે પછીના વર્ઝનવાળાં ડિવાઇસ પર બનાવ્યું હોય તો તમારું અકાઉંટ ઑટોમૅટિક રીતે બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરે છે. જો તમે અગાઉ બે ફૅક્ટર ઑથેંટિકેશન વગર Apple અકાઉંટ બનાવ્યું હોય તો હમણાં બે ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરો.

  • તમારો પાસવર્ડ, સુરક્ષા પ્રશ્નો, વેરિફિકેશન કોડ, રિકવરી કી અથવા અન્ય કોઈ અકાઉંટ સુરક્ષાની વિગતો ક્યારેય અન્ય કોઈને ન આપો. Apple તમને ક્યારેય આ માહિતી પૂછશે નહિ.

  • Safari અથવા બીજા વેબ બ્રાઉઝરમાં તમારા Apple અકાઉંટ પેજને ઍક્સેસ કરતી વખતે તમારું સેશન એંક્રિપ્ટેડ અને સુરક્ષિત છે તે વેરિફાઈ કરવા માટે અડ્રેસ ફીલ્ડમાં “લૉક” આઇકન જુઓ.

  • સાર્વજનિક કંપ્યૂટરનો ઉપયોગ કરતી વખતે અન્ય લોકોને તમારા અકાઉંટનો ઍક્સેસ કરવાથી રોકવા માટે તમારું સેશન પૂરું થાય ત્યારે હંમેશાં સાઇન આઉટ કરો.

  • ફિશિંગ સ્કૅમ ટાળો. શંકાસ્પદ ઇમેલ અથવા ટેક્સ્ટ મેસેજમાંની લિંક પર ક્લિક કરશો નહિ અને જે વેબસાઇટ કાયદેસર હોવાની તમને ખાતરી ન હોય તેવી કોઈ પણ વેબસાઇટ પર ક્યારેય વ્યક્તિગત માહિતી આપશો નહિ. Apple સપોર્ટ લેખ સોશિયલ એંજિનિયરિંગ સ્કીમ સહિત ફિશિંગ મેસેજ, ખોટા સપોર્ટ કૉલ અને આવાં અન્ય સ્કૅમને ઓળખો અને ટાળો જુઓ.

  • અન્ય ઑનલાઇન અકાઉંટ સાથે તમારા પાસવર્ડનો ઉપયોગ કરશો નહિ.

  • તમારો iPhone ચોરી થવાના કિસ્સામાં તમારી માહિતીને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે ચોરાયેલ ડિવાઇસની સુરક્ષા ચાલુ કરો. “ચોરાયેલ ડિવાઇસની સુરક્ષા” જ્યારે તમારો iPhone ઘર અથવા કાર્યસ્થળ જેવા પરિચિત લોકેશનથી દૂર હોય ત્યારે સુરક્ષાનું વધુ એક સ્તર ઉમેરે છે.

  • જો તમારું કોઈ ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો શક્ય હોય તેટલી વહેલી તકે તે ડિવાઇસ માટે લૉસ્ટ મોડ ચાલુ કરો. (તમે મિત્રના ડિવાઇસ પર આ કરી શકો છો અને તમારે તમારા પોતાના ડિવાઇસનો ઉપયોગ કરવાની જરૂર નથી.)

અકાઉંટ રિકવરી સંપર્ક ઉમેરવા માટે

જો તમે તમારો પાસવર્ડ ભુલી જાઓ અથવા લૉક આઉટ થઈ ગયા છો તો તમારા Apple અકાઉંટનો પાસવર્ડ રીસેટ કરવામાં અને તમારા અકાઉંટનો ઍક્સેસ ફરી મેળવવામાં તમારી મદદ કરવા માટે અકાઉંટ રિકવરી સંપર્ક તરીકે તમને વિશ્વાસ હોય તેવા એક અથવા વધુ લોકોને પસંદ કરો.

સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન ઇન & સિક્યુરિટી > રિકવરી સંપર્ક પર જાઓ “રિકવરી સંપર્ક ઉમેરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

વધુ માહિતી માટે સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન ઇન & સિક્યુરિટી પર જાઓ પછી “રિકવરી કૉન્ટૅક્ટ ઉમેરો”ની નીચે “વધુ જાણો” પર ટૅપ કરો.

લેગેસી કૉન્ટૅક્ટ ઉમેરો

ડિજિટલ લેગેસી પ્રોગ્રામથી તમે લોકોને લેગેસી કૉન્ટૅક્ટ તરીકે નિયુક્ત કરી શકો છો જેથી તેઓ તમારા મુત્યુ પછી તમારા Apple અકાઉંટને ઍક્સેસ કરી શકે.

સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન ઇન & સિક્યુરિટી > લેગેસી કૉન્ટૅક્ટ પર જાઓ “લેગેસી કૉન્ટૅક્ટ ઉમેરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

લેગેસી કૉન્ટૅક્ટ સાથે ઍક્સેસ કી કેવી રીતે શેર કરવી, લેગેસી કૉન્ટૅક્ટને કેવી રીતે કાઢવો અને તમારો લેગેસી કૉન્ટૅક્ટ તમારા અકાઉંટ માટે ઍક્સેસની વિનંતી કેવી રીતે કરી શકે તે વિષે વધુ માહિતી માટે તમારા Apple અકાઉંટમાં લેગેસી કૉન્ટૅક્ટ કેવી રીતે ઉમેરવો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ. લેગેસી કૉન્ટૅક્ટ ઍક્સેસ કરી શકે તેવો ડેટા શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

તમારા અકાઉંટ માટે રિકવરી કી જનરેટ કરો

તમારા અકાઉંટની સુરક્ષા પર વધારાના કંટ્રોલ માટે તમે રિકવરી કી જનરેટ કરી શકો છો જે તમને તમારા અકાઉંટનો પાસવર્ડ રીસેટ કરવામાં અથવા તમારા Apple અકાઉંટનો ઍક્સેસ ફરી મેળવવામાં મદદ કરે છે. રિકવરી કી એ રૅન્ડમ રીતે જનરેટ કરેલો 28-અક્ષરનો કોડ છે જે તમારે સુરક્ષિત જગ્યાએ રાખવો જોઈએ. તમે તમારી રિકવરી કી એંટર કરીને અથવા તમારા Apple અકાઉંટમાં પહેલાંથી સાઇન ઇન કરેલા બીજા ડિવાઇસનો ઉપયોગ કરીને તમારો અકાઉંટ પાસવર્ડ રીસેટ કરી શકો છો. તમારી પાસે તમારા અકાઉંટનો ઍક્સેસ છે તેની ખાતરી કરવા માટે રિકવરી કી અને તમારા વિશ્વસનીય ડિવાઇસનો ઍક્સેસ જાળવી રાખવા માટે તમે વ્યક્તિગત રીતે જવાબદાર છો.

Apple સપોર્ટ લેખ તમારા Apple અકાઉંટ માટે રિકવરી કી સેટ અપ કરો જુઓ.

શ્રેષ્ઠ પદ્ધતિઓ વિષે વધુ માહિતી માટે સિક્યુરિટી અને તમારું Apple અકાઉંટ શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

તમારા Apple અકાઉંટને સેટ અપ કરવા અથવા મૅનેજ કરવા માટે Apple અકાઉંટ વેબસાઇટ પર જાઓ.

જો તમે તમારા Apple અકાઉંટનો પાસવર્ડ ભૂલી જાઓ તો તમારું Apple અકાઉંટ રિકવર કરો વેબસાઇટ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.