આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે દૂરથી માહિતી જોવા માટે StandByનો ઉપયોગ કરો

તમે તમારા iPhoneને પથારીની બાજુની ઘડિયાળ, ફોટો ફ્રેમ, ફુલ સ્ક્રીનમાં વિજેટ અને લાઇવ ઍક્ટિવિટી જોવા માટેના ડિસ્પ્લે વગેરેમાં રૂપાંતરિત કરવા માટે સ્ટૅન્ડબાયનો ઉપયોગ કરી શકો છો.

સ્ટૅન્ડબાયમાં ચાર્જિંગ થઈ રહેલો અને સ્ક્રીન પર ડિજિટલ ઘડિયાળ બતાવતો અને બાજુ પર સીધો ઉભો રાખેલો iPhone.

સ્ટૅન્ડબાય શરૂ કરવા માટે

  1. સેટિંગ્સ  > સ્ટૅન્ડબાય પર જાઓ અને ખાતરી કરો કે સ્ટૅન્ડબાય ચાલુ છે.

  2. iPhoneને ચાર્જર સાથે કનેક્ટ કરો અને તેને સ્થિર રાખીને તેની બાજુએ સેટ કરો.

  3. સાઇડ બટન દબાવો.

  4. વિજેટ, ફોટો અને ઘડિયાળ વચ્ચે સ્વિચ કરવા માટે ડાબે અથવા જમણે સ્વાઇપ કરો. આ દરેક વ્યૂ માટે વિકલ્પો વચ્ચે સ્ક્રોલ કરવા માટે ઉપર અથવા નીચે સ્વાઇપ કરો.

    સ્ટૅન્ડબાય માટે નાઇટ મોડ ચાલુ હોય ત્યારે રાત્રે સ્ક્રીન લો ઍમ્બિઅંટ લાઇટ અડૅપ્ટ કરે છે અને આઇટમને લાલાશ પડતા રંગમાં ડિસ્પ્લે કરે છે જેથી ઊંઘ દરમિયાન ખલેલ ન પહોંચે.

    લાલાશ પડતા રંગ સાથે ઘડિયાળ અને કૅલેંડર વિજેટ ડિસ્પ્લે કરી રહેલો ઓછી ઍમ્બિઅંટ લાઇટમાં સ્ટૅન્ડબાય મોડમાં રાખેલો iPhone.

સ્ટૅન્ડબાય તમારા iPhone પર હંમેશાં ચાલુ ડિસ્પ્લે (સપોર્ટેડ મૉડલ પર) દ્વારા ઉપયોગી માહિતી બતાવવા માટે ચાલુ રહે છે. iPhoneનાં અન્ય તમામ મૉડલ માટે ગમે ત્યારે તેની સ્ક્રીન પર ટૅપ કરીને, ટેબલ પર તમારા iPhoneને હળવેથી અથડાવીને અથવા Siriનો ઉપયોગ કરીને સ્ટૅન્ડબાયને સરળતાથી ઍક્ટિવેટ કરી શકાય છે.

તમે MagSafeથી iPhoneને ચાર્જ કરો તે દરેક લોકેશનમાં સ્ટૅન્ડબાય ઘડિયાળ, ફોટો અથવા વિજેટ જેવા તમારી પસંદગીના વ્યૂને યાદ રાખે છે. ઉદાહરણ તરીકે, તમે તેને રસોડામાં ફેમિલી ફોટો માટે અથવા તમારા બેડસાઇડ પર અલાર્મ ઘડિયાળ માટે સેટ અપ કરાવી શકો છો.

StandBy ચાલુ હોય ત્યારે ડિસ્પ્લે પ્રાથમિકતા સેટ કરવા માટે

StandBy ચાલુ હોય ત્યારે તમારા iPhoneનું ડિસ્પ્લે કેટલા સમય સુધી ચાલુ રહે તે તમે પસંદ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > સ્ટૅન્ડબાય > ડિસ્પ્લે પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ એક પસંદ કરો :

    • ઑટોમૅટિક રીતે : જ્યારે iPhone ઉપયોગમાં ન હોય અને રૂમમાં અંધારૂ હોય ત્યારે ડિસ્પ્લે બંધ થાય છે.

    • 20 સેકંડ પછી : 20 સેકંડ પછી ડિસ્પ્લે બંધ થાય છે.

    • ક્યારેય નહિ : સ્ટૅન્ડબાય ચાલુ હોય ત્યાં સુધી ડિસ્પ્લે ચાલુ રહે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.