આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ફેમિલી શેરિંગથી વાલી નિયંત્રણ સેટ અપ કરો

ફેમિલી શેરિંગથી ઑર્ગનાઇઝર અથવા માતા-પિતા/વાલી તરીકે નિયુક્ત બીજા કોઈ વયસ્ક વ્યક્તિ ફેમિલી શેરિંગ ગ્રૂપનાં બાળકો અથવા અન્ય સભ્યો માટે વાલી નિયંત્રણ સેટ અપ કરી શકે છે. તમારાં બાળક દ્વારા તેમનાં Apple ડિવાઇસનો ઉપયોગ કરવાની રીત મૅનેજ કરવા માટે તમે સ્ક્રીન ટાઇમનો ઉપયોગ કરી શકો છો. તમે “ખરીદવા માટે પૂછો” પણ ચાલુ કરી શકો છો જેથી બાળકોએ યોગ્ય ખરીદીઓ અને મફત ડાઉનલોડ માટે આવશ્યકરૂપે મંજૂરી લેવી પડે.

ફેમિલી શેરિંગના સભ્યોના પ્રકાર વિષે જાણો.

સેટઅપ દરમિયાન વાલી નિયંત્રણ કસ્ટમાઇઝ કરવા માટે

તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપમાં બાળકને ઉમેરો અથવા બાળક માટે ડિવાઇસ સેટ અપ કરો ત્યારે શરૂઆતથી તમે વાલી નિયંત્રણ કસ્ટમાઇઝ કરી શકો છો. તમે કોઈ પણ સમયે તે સેટિંગ્સ બદલી શકો છો.

નીચેનામાંથી કોઈ પણ ઉમેરવા માટે સેટ અપ દરમિયાન ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો :

  • ઍપ્સ, પુસ્તક, ટીવી શો અને મૂવિમાં કૉન્ટેંટ માટે ઉંમર સંબંધિત પ્રતિબંધો

  • ડાઉનટાઇમ અને ચોક્કસ ઍપ્સ માટે લિમિટ

  • તમારા બાળક સાથે વાતચીત કરનારાઓના પ્રતિબંધ

  • ખરીદી અથવા ફ્રી ડાઉનલોડ માટે મંજૂરી

જુઓ : Apple સપોર્ટ લેખ તમારા બાળકના iPhone, iPad અને iPod touch પર વાલી નિયંત્રણનો ઉપયોગ કરો.

સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો

સ્ક્રીન ટાઇમ તમે અથવા પરિવારના અન્ય સભ્યોએ કોઈ લૈંગિક બીભત્સ અશ્લીલ ફોટો અથવા વીડિયો પ્રાપ્ત કર્યા છે કે મોકલ્યા છે તે તપાસી શકે છે. જુઓ : iPhoneમાં સ્ક્રીન ટાઇમમાં સંવેદનશીલ ઇમેજ અને વીડિયોને તપાસો.

તમે સંવેદનશીલ કૉન્ટેંટને બ્લૉક પણ કરી શકો છો અને ખરીદીઓ પર પ્રતિબંધ સેટ કરી શકો છો. જુઓ : કૉન્ટેંટ બ્લૉક કરો અને iTunes & App Storeની ખરીદીઓ પ્રતિબંધિત કરો.

બાળક માટે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરવા માટે

સ્ક્રીન ટાઇમથી તમે ડાઉનટાઇમ, ઍપનો ઉપયોગ, સંપર્ક, કૉન્ટેંટનાં રેટિંગ વગેરે માટે સેટિંગ્સને મૅનેજ કરી શકો છો. સ્ક્રીન ટાઇમનો ઉપયોગ કરવા માટે તમારું બાળક યોગ્ય ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યું હોય તે આવશ્યક છે. Apple સપોર્ટ લેખ iCloud માટે સિસ્ટમ જરૂરિયાતોમાં સ્ક્રીન ટાઇમ સેક્શન જુઓ.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ.

  2. તમે જે બાળક માટે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરવા માંગો છો તેના પર ટૅપ કરીને સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરીને ચાલુ રાખો પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વેબ કૉન્ટેંટ માટે પ્રતિબંધો બદલો : વેબ કૉન્ટેંટ પર ટૅપ કરો પછી વિકલ્પ સિલેક્ટ કરો.

    • ઍપ્સનો ઉપયોગ કરવા માટે રેટિંગ સેટ કરો : ઍપ્સ પર ટૅપ કરો પછી ઍપના ઉપયોગની અનુમતિ આપવા માટે વય-અનુરૂપ રેટિંગ પસંદ કરો (ઉદાહરણ તરીકે 4+, 9+ને અનુમતિ આપશો નહિ) અથવા ઉંમરને ધ્યાનમાં લીધા વગર ઍપને બ્લૉક કરવા માટે “અનુમતિ આપશો નહિ” પસંદ કરો.

    • મીડિયા કૉન્ટેંટને અનુમતિ આપો અથવા બ્લૉક કરો : મીડિયા કૉન્ટેંટના પ્રકાર પર ટૅપ કરો પછી તેના માટે ઉંમર-અનુરૂપ રેટિંગ પસંદ કરો.

  3. સ્ક્રીન ટાઇમના વિકલ્પ સેટ અપ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખો.

    સ્ક્રીન ટાઇમ વિષે માહિતી માટે જુઓ : પરિવારના સભ્ય માટે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરો.

    વિવિધ કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધો વિષે વધુ જાણવા માટે Apple સપોર્ટ લેખ તમારા બાળકના iPhone, iPad અને iPod touch પર વાલી નિયંત્રણનો ઉપયોગ કરો જુઓ.

જો તમારું બાળક વધુ સ્ક્રીન ટાઇમ માટે વિનંતી કરે છે તો તમે સેટિંગ્સ  > સ્ક્રીન ટાઇમમાં અથવા મેસેજમાં વિનંતીને મંજૂર કરી શકો અથવા નકારી શકો છો.

“ખરીદવા માટે પૂછો” ચાલુ કરવા માટે

તમે “ખરીદવા માટે પૂછો” સેટ અપ કરો છો ત્યારે બાળકની ખરીદીને ફેમિલી ઑર્ગનાઇઝર અથવા ફેમિલી ગ્રૂપમાંના માતા-પિતા અથવા વાલી દ્વારા મંજૂરી મળવી આવશ્યક છે.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ.

  2. જે બાળક માટે તમે “ખરીદવા માટે પૂછો” સેટ અપ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. “ખરીદવા માટે પૂછો” પર ટૅપ કરો પછી “ખરીદવા માટે પૂછો ચાલુ કરો” પર ટૅપ કરો.

જુઓ : Apple સપોર્ટ લેખ “ખરીદવા માટે પૂછો” વિકલ્પથી બાળકો જે ખરીદે તેને મંજૂરી આપો.

નોટ : “ખરીદવા માટે પૂછો” માટેના ઉંમર સંબંધિત પ્રતિબંધ વિસ્તાર પ્રમાણે અલગ હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેમિલી ઑર્ગનાઇઝર 18 વર્ષથી ઓછી ઉંમરના પરિવારના કોઈ પણ સભ્ય માટે “ખરીદવા માટે પૂછો” ચાલુ કરી શકે છે; 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે તે ડિફૉલ્ટ રૂપે ચાલુ હોય છે.

તમે બાળક માટે Apple Cash પરિવાર અકાઉંટ પણ સેટ અપ કરી શકો છો. જુઓ : ફેમિલી શેરિંગથી Apple Cash અને Apple Cardનો ઉપયોગ કરો (માત્ર U.S.).

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.