આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર iCloudનો ઉપયોગ કરો

iCloud તમારા ફોટો, વીડિયો, ડૉક્યુમૅન્ટ, બૅકઅપ વગેરે સુરક્ષિત રીતે સ્ટોર કરે છે અને તેમને તમારાં તમામ ડિવાઇસ પર ઑટોમૅટિક રીતે અપડેટ રાખે છે. iCloud દ્વારા તમે મિત્રો અને પરિવાર સાથે ફોટો, કૅલેંડર, નોટ, ફોલ્ડર અને ફાઇલ પણ શેર કરી શકો છો. iCloud તમને તમારા ડેટા માટે ઇમેલ અકાઉંટ અને 5 GB ફ્રી સ્ટોરેજ પ્રદાન કરે છે. વધુ સ્ટોરેજ અને વધારાનાં ફીચર માટે તમે iCloud+ સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

નોટ : અમુક iCloud ફીચરમાં ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો હોય છે. iCloudની ઉપલબ્ધતા અને તેનાં ફીચર દેશ અથવા પ્રદેશ પ્રમાણે અલગ-અલગ હોય છે.

iCloud સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > [તમારું નામ] પર જાઓ.

    જો તમને તમારું નામ દેખાતું ન હોય તો “Apple અકાઉંટ” પર ટૅપ કરો પછી તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો.

  2. iCloud પર ટૅપ કરો અને “તમામ જુઓ” પર ટૅપ કરો પછી તમે iCloud સાથે સિંક કરવા માંગતા હોવ તેવી ઍપ્સ અને ફીચર ચાલુ કરો.

    ઉદાહરણ તરીકે, iCloud Driveમાં રહેલી તમારી ફાઇલ તમારાં અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરાવવા માટે iCloud Drive ચાલુ કરો.

    iCloud સ્ટોરેજ મીટર દર્શાવતી iCloud સેટિંગ્સ સ્ક્રીન અને iCloud સાથે કરી ઉપયોગ શકાય તેવા ફોટો, iCloud Drive અને iCloud બૅકઅપ સહિતનાં ફીચરની યાદી.

તમારાં અન્ય ડિવાઇસ પર iCloud ફીચરને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું તેની માહિતી માટે iCloud યૂઝર ગાઇડમાં iCloud સેટ અપ કરો અને તમારાં તમામ ડિવાઇસ પર સેટિંગ્સ બદલો જુઓ.

iPhone પર iCloudનો ઉપયોગ કરવાની રીતો

iCloud તમારા iPhoneનું ઑટોમૅટિક રીતે બૅકઅપ રાખી શકે છે. જુઓ : iPhoneનો બૅક અપ લો.

તમે નીચેની માહિતી iCloudમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો અને તમારાં બધા જ iPhone અને અન્ય Apple ડિવાઇસમાં અપ-ટૂ-ડેટ રાખી શકો છો :

તમે નીચે પ્રમાણે પણ કરી શકો છો :

વધારાના સ્ટોરેજ અને iCloud પ્રાઇવેટ રિલેના ઍક્સેસ, મારું ઇમેલ છુપાવો અને HomeKit સુરક્ષિત વીડિયો સપોર્ટ માટે તમે iCloud+ સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

તમે તમારા iCloud ડેટાને iPad, Apple Watch, Mac , Apple Vision Pro, Apple TV, Windows ડિવાઇસ અને iCloud.com પર પણ ઍક્સેસ કરી શકો છો. ઉપલબ્ધ ફીચર અને તે તમારાં બધા ડિવાઇસ પર કેવી રીતે કામ કરે છે તેના વિષે વધુ જાણવા માટે iCloud યૂઝર ગાઇડ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.