આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીને સેટ અપ કરો અથવા તેમાં જોડાઓ

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી ફીચર દ્વારા તમે મહત્તમ પાંચ મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ફોટો અને વીડિયો શેર કરવા માટે શેર કરેલી લાઇબ્રેરી સેટ અપ કરી શકો છો અથવા જોડાઈ શકો છો. તમે અને તમારા નજીકના લોકો ફોટો કલેક્શન પર કોલૅબરેટ કરી શકો છો અને એક જ જગ્યાએ વધુ સંપૂર્ણ યાદગીરીનો આનંદ માણી શકો છો. તમે એક સમયે એક શેર કરેલી લાઇબ્રેરીમાં સામેલ થઈ શકો છો.

ફોટોસ ઍપમાં iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી. નીચેના ડાબા ખૂણામાં શેર કરેલી લાઇબ્રેરી બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે અને લાઇબ્રેરીના વિકલ્પોની સૂચીમાં શેર કરેલી લાઇબ્રેરીને સિલેક્ટ કરવામાં આવી છે. લાઇબ્રેરીમાં ડિસ્પ્લે થતા તમામ ફોટોમાં ઉપરના-જમણા ખૂણામાં શેર કરેલી લાઇબ્રેરી બૅજ છે.

જ્યારે તમે શેર કરેલી લાઇબ્રેરીમાં જોડાવ છો ત્યારે તમે યોગદાન આપેલા ફોટો અને વીડિયો તમારી પર્સનલ લાઇબ્રેરીમાંથી શેર કરેલી લાઇબ્રેરીમાં મુવ થાય છે અને લાઇબ્રેરીના તમામ સભ્યો તેમને જોઈ શકે, સંપાદિત કરી શકે અને ડિલીટ કરી શકે છે. શેર કરેલી લાઇબ્રેરીના ફોટો અને વીડિયો તમારા વ્યક્તિગત કૉન્ટેંટની સાથે-સાથે ફોટોસ ઍપમાં સરળતાથી ઇંટીગ્રેટ થાય છે પરંતુ તમે તમારી વ્યક્તિગત અને શેર કરેલી લાઇબ્રેરી વચ્ચે ઝડપથી સ્વિચ કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ પણ કરી શકો છો.

નોટ : iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનનો ઉપયોગ કરવા માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો તરીકે iOS 16.1, iPadOS 16.1, macOS 13 અથવા તે પછીનું વર્ઝન જરૂરી છે. શેર કરેલી લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવેલા ફોટો અને વીડિયો સોફ્ટવેરના પહેલાંના વર્ઝનવાળાં ડિવાઇસમાં ઉપલબ્ધ રહેશે નહિ.

શરૂ કરતા પહેલાં

તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો અથવા તેમાં જોડાઓ તે પહેલાં ખાતરી કરો કે તમારી પાસે iCloud ફોટોસ ચાલુ છે.

સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud > ફોટોસ પર જાઓ પછી ખાતરી કરો કે આ iPhoneમાં સિંક ચાલુ છે.

નોટ : શેર કરેલી લાઇબ્રેરી સેટ અપ કરવા માટે તમારે ફેમિલી શેરિંગ ચાલુ કરવાની જરૂર નથી.

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો

શેર કરેલી લાઇબ્રેરી સેટ અપ કરનાર વ્યક્તિ ઑર્ગનાઇઝર છે.

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  3. શેર કરેલી લાઇબ્રેરી પર ટૅપ કરો પછી સહભાગીઓને ઉમેરવા અને શેર કરેલી લાઇબ્રેરીમાં ફોટો અને વીડિયો મુવ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    નોટ : શેર કરેલી લાઇબ્રેરીમાં તમે ઉમેરેલા ફોટો અને વીડિયો તમારી પર્સનલ લાઇબ્રેરીમાં દેખાતા નથી; તમારી iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી અને પર્સનલ લાઇબ્રેરી વચ્ચે જોવાનું સ્વિચ કરો જુઓ.

    તમે શેર કરેલી લાઇબ્રેરીમાં ઉમેરેલા ફોટો અને વીડિયોનું પ્રિવ્યૂ કરી શકો છો અને મેસેજ અથવા વેબ લિંકનો ઉપયોગ કરીને સહભાગીઓને આમંત્રિત કરતા પહેલાં ફેરફાર કરી શકો છો.

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં જોડાઓ

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં જોડાવા માટે ઑર્ગનાઇઝરે મોકલેલા આમંત્રણ પર ટૅપ કરો અને શરૂ કરો પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો. સેટઅપ દરમિયાન તમે શેર કરેલી લાઇબ્રેરીમાં ઑર્ગનાઇઝરની જેમ જ ફોટો અને વીડિયો ઉમેરી શકો છો (iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો જુઓ).

તમે શેર કરેલી લાઇબ્રેરીમાં જોડાઈ ગયા પછી તેમાં તમે ઘણી રીતે ફોટો અને વીડિયો ઉમેરી શકો છો અને તેમાં ઑર્ગનાઇઝર અને અન્ય સહભાગીઓ જેવું જ કૉન્ટેંટ ઍક્સેસ કરી શકો છો. જુઓ : iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં કૉન્ટેંટ ઉમેરો

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં સહભાગીઓ ઉમેરવા

જે વ્યક્તિ iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી (ઑર્ગનાઇઝર) સેટ અપ કરે છે તે શેર કરેલી લાઇબ્રેરીમાં નવા સહભાગીઓને ઉમેરી શકે છે.

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  3. શેર કરેલી લાઇબ્રેરીની જમણી બાજુએ મૅનેજ પર ટૅપ કરો અને પછી સહભાગીઓ ઉમેરો પર ટૅપ કરો.

    નોટ : શેર કરેલી લાઇબ્રેરીમાં ઑર્ગનાઇઝર સહિત મહત્તમ છ સહભાગીઓ સામેલ થઈ શકે છે; તમે એક સમયે શેર કરેલી એક લાઇબ્રેરીમાં સામેલ થઈ શકો છો.

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીને ડિલીટ કરો અથવા તેમાંથી નીકળી જાઓ

જો તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીના ઑર્ગનાઇઝર છો તો તમે તેને ડિલીટ કરી શકો છો. જો તમે ઑર્ગનાઇઝર ન હોવ તો તમે શેર કરેલી લાઇબ્રેરીમાંથી નીકળી જાઓ.

  1. તમારા iPhone પર ફોટોસ ઍપ પર જાઓ.

  2. ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  3. શેર કરેલી લાઇબ્રેરીની જમણી બાજુએ મૅનેજ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :

    • શેર કરેલી લાઇબ્રેરી ડિલીટ કરો : શેર કરેલી લાઇબ્રેરી ડિલીટ કરવામાં આવે છે ત્યારે જે સહભાગીઓ 7 દિવસથી વધુ સમયથી શેર કરેલી લાઇબ્રેરીના સભ્યો છે તેઓ શેર કરેલી લાઇબ્રેરીમાંથી બધું તેમની પોતાની લાઇબ્રેરીમાં કૉપિ કરી શકે છે. જે સહભાગીઓ 7 દિવસથી ઓછા સમય માટે સભ્ય રહી ચૂક્યા છે તેઓ માત્ર તેમના દ્વારા યોગદાન અપાયેલા કૉન્ટેંટની કૉપિ કરી શકે છે.

    • શેર કરેલી લાઇબ્રેરીમાંથી નીકળો : જ્યારે તમે શેર કરેલી લાઇબ્રેરીમાંથી નીકળો છો ત્યારે તમે શેર કરેલી લાઇબ્રેરીમાંથી બધું તમારી પોતાની લાઇબ્રેરીમાં કૉપિ કરી શકો છો અથવા ફક્ત તમે યોગદાન આપેલું કૉન્ટેંટ કૉપિ કરી શકો છો.

શેર કરેલી લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવેલું તમામ કૉન્ટેંટ લાઇબ્રેરી ઑર્ગનાઇઝરની iCloud સ્ટોરેજ સ્પેસમાં ગણવામાં આવે છે. જુઓ : તમારી iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં સ્ટોરેજ સ્પેસ ઉમેરવા.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.