આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ડાયરીમાં એંટ્રી પ્રિંટ અને એક્સપોર્ટ કરો

ડાયરી ઍપમાં તમે વ્યક્તિગત એંટ્રી અથવા તમારી સંપૂર્ણ ડાયરીને પ્રિંટ અને એક્સપોર્ટ કરી શકો છો.

ડાયરીની એંટ્રી પ્રિંટ કરવા માટે

  1. તમારા iPhoneમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એક એંટ્રી પ્રિંટ કરો : તમે ઇચ્છો છો તે એંટ્રી પર જઈને “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો અને પછી “પ્રિંટ કરો” પર ટૅપ કરો.

    • ઘણી એંટ્રી પ્રિંટ કરો : “વધુ” બટન પર ટૅપ કરીને “પ્રિંટ કરો” પર ટૅપ કરો અને તમામ એંટ્રી પસંદ કરો અથવા તારીખની શ્રેણી એંટર કરો અને પછી “પ્રિંટ કરો” પર ટૅપ કરો.

  3. પ્રિંટિંગ વિકલ્પ સિલેક્ટ કરો અને પછી “પ્રિંટ કરો” પર ટૅપ કરો.

ડાયરીની એંટ્રીને PDFમાં એક્સપોર્ટ કરવા માટે

  1. તમારા iPhoneમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એક એન્ટ્રી એક્સપોર્ટ કરો : તમે ઇચ્છો છો તે એંટ્રી પર જઈને “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો અને પછી “પ્રિંટ કરો” પર ટૅપ કરો.

    • ઘણી એંટ્રી એક્સપોર્ટ કરો : “વધુ” બટન પર ટૅપ કરીને તમામ એંટ્રી પસંદ કરો અથવા તારીખની શ્રેણી એંટર કરો અને પછી “પ્રિંટ કરો” પર ટૅપ કરો.

  3. “શેર કરો” બટન પર ટૅપ કરો પછી નોટ્સ, ફાઇલ અથવા મેસેજ જેવી ઍપ પસંદ કરો.

ડાયરીની તમામ એંટ્રી અને અટૅચમેંટને ZIP આર્કાઇવ તરીકે એક્સપોર્ટ કરવા માટે

  1. સેટિંગ્સ > ઍપ્સ > ડાયરી પર જાઓ.

  2. નીચે સ્ક્રોલ કરો અને “ડાયરીની તમામ એંટ્રી એક્સપોર્ટ કરો” પર ટૅપ કરો.

  3. એક્સપોર્ટ પર ટૅપ કરો અને પછી એક્સપોર્ટ પૂર્ણ થવાની રાહ જુઓ.

    નોટ : જો તમે સેટિંગ્સથી બીજે નૅવિગેટ કરો છો તો કદાચ એક્સપોર્ટ પૂર્ણ નહિ થાય.

  4. ZIP આર્કાઇવ માટે લોકેશન અને ફાઇલનું નામ સ્પષ્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.