આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

FaceTime કૉલને તમારા iPhoneમાંથી તમારાં અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો

તમે તમારા iPhoneમાં FaceTime કૉલ શરૂ કરી શકો છો અને જેમાં તમે એ જ Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું હોય તેવા બીજા ડિવાઇસમાં કૉલને મુવ કરી શકો છો.

તમે કંટિન્યૂટિ કૅમેરા અને માઇકની મદદથી તમારા Mac અથવા Apple TVમાં FaceTime કૉલ માટે iPhoneનો ઉપયોગ વેબકૅમ અને માઇક્રોફોન તરીકે કરી શકો છો. Macમાં વેબકૅમ તરીકે તમારા iPhoneનો ઉપયોગ કરો અને Apple TV 4Kમાં FaceTimeનો ઉપયોગ કરો પર જાઓ.

નોટ : તમે કૉલ માટે સિલેક્ટ કરેલી અને સેટિંગ્સ  > ઍપ્સ > FaceTimeમાં દેખાતી સંપર્ક માહિતી તમે જે ડિવાઇસમાં ટ્રાંસફર કરવા માંગો છો તે ડિવાઇસના FaceTime સેટિંગ્સમાં સિલેક્ટ કરેલી સંપર્ક માહિતી સાથે મૅચ થવી આવશ્યક છે.

FaceTime કૉલને તમારા iPhoneમાંથી iPad અથવા Macમાં ટ્રાંસફર કરો

તમારા iPhoneમાં FaceTime કૉલ દરમિયાન તમે કૉલને તમારા iPad અથવા Mac (iOS 16, iPadOS 16, macOS 13, અથવા પછીનું વર્ઝન, જરૂરી)માં ટ્રાંસફર કરી શકો છો. તમારે બંને ડિવાઇસમાં સમાન Apple અકાઉંટથી સાઇન ઇન કરવું આવશ્યક છે.

  1. iPhoneમાં FaceTime ઍપમાં કૉલ દરમિયાન અન્ય ડિવાઇસ પર નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “કૉલને આ [ડિવાઇસ] પર મુવ કરો”નું સૂચન બતાવતી સૂચના પર ટૅપ કરો.

    • સ્ક્રીનની ટોચ પર “વીડિયો ટ્રાંસફર કરો” બટન પર ટૅપ કરો.

      કૉલનું પ્રિવ્યૂ દેખાય છે જે તમારા કૅમેરા, માઇક્રોફોન અને ઑડિઓનાં સેટિંગ્સ બતાવે છે.

  2. તમારી ઇચ્છા મુજબનાં સેટિંગ્સ હોવાની ખાતરી કરો પછી “સ્વિચ કરો” અથવા “જોડાઓ” પર ટૅપ કરો.

    કૉલ નવા ડિવાઇસ પર મુવ થાય છે. અસલ ડિવાઇસમાં “સ્વિચ કરો” બટન સાથે એક બૅનર દેખાય છે જે કૉલ બીજે ચાલુ હોવાની પુષ્ટિ કરે છે અને જો તમે કૉલને ફરી ડિવાઇસ પર લાવવા માંગતા હોવ તો તે બટન પર ટૅપ કરો.

FaceTime કૉલને તમારા iPhoneમાંથી Apple TV 4Kમાં ટ્રાંસફર કરો

જ્યારે તમે બંને ડિવાઇસમાં એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય ત્યારે તમે તમારા iPhoneમાં FaceTime કૉલ શરૂ કરી શકો (અથવા ઉપાડી શકો) છો અને પછી તેને Apple TV 4K (બીજી જનરેશન અથવા તેના પછીનું વર્ઝન)ની મોટી સ્ક્રીન પર ટ્રાંસફર કરી શકો છો. તમે કૉલ ટ્રાંસફર કરી દો તે પછી કૉલની અવધિ સુધી તે Apple TV પર ચાલતો રહે છે જેમાં તમારો iPhone Apple TV માટે વેબકૅમ અને માઇક્રોફોનની સુવિધા આપે છે. iPhone XR, iPhone XS અથવા તેના પછીના વર્ઝન અને Apple TV 4K (બીજી જનરેશન અથવા તેના પછીના વર્ઝન)માં Apple TV સાથે કંટિન્યૂટિ કૅમેરા ઉપલબ્ધ છે.

Apple TV 4K (બીજી જનરેશન) પર કૉલ ટ્રાંસફર કરવાની અને કૉલ ચાલુ રાખવાની સૂચનાઓ માટે, Apple TV 4K (બીજી જનરેશન અથવા તેના પછીનું વર્ઝન) પર FaceTimeનો ઉપયોગ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.