આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર સંગીત ઍપમાં પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરો

જો તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો છો તો તમે પ્લેલિસ્ટ શેર કરી શકો છો અને તેના પર અન્ય લોકો સાથે કોલૅબરેટ કરી શકો છો. દરેક વ્યક્તિ કોલૅબરેટિવ પ્લેલિસ્ટમાં ગીતમાં સંગીતને ઉમેરી, કાઢી અને ફરીથી ક્રમબદ્ધ કરી શકે છે અને ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી શકે છે.

નોટ : Apple Music તમામ દેશ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. પ્લેલિસ્ટ પર ટૅપ કરો પછી “કોલૅબરેશન કરો” બટન પર ટૅપ કરો.

  3. લોકો જોડાય તે પહેલાં તેમને મંજૂરી આપવા માટે “કોલૅબરેટરને મંજૂરી આપો” ચાલુ કરો.

    જો તમે આ વિકલ્પ ચાલુ ન કરો તો લિંક ધરાવતી કોઈ પણ વ્યક્તિ કોલૅબરેટિવ પ્લેલિસ્ટમાં જોડાઈ શકે છે.

  4. પ્લેલિસ્ટ પર લિંક મોકલવા માટે “કોલૅબરેટિવ શરૂ કરો” પર ટૅપ કરો અને પછી શેર કરવાની પદ્ધતિ પસંદ કરો, જેમ કે AirDrop, મેસેજ અથવા Mail.

    લિંક મેળવનાર વ્યક્તિએ કોલૅબરેટિવ શરૂ કરવા માટે “પ્લેલિસ્ટમાં જોડાઓ” પર ટૅપ કરવું પડશે.

જો તમે ઓનર છો અને તમે “કોલૅબરેટરને મંજૂરી આપો” ચાલુ કરો છો તો જ્યારે કોઈ નવી વ્યક્તિ કોલૅબરેટિવ પ્લેલિસ્ટમાં જોડાવાની વિનંતી કરે છે ત્યારે સૂચનાઓ ઉપરના જમણા ખૂણામાં દેખાય છે.

પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરવા માટે વધુ લોકોને ઉમેરો

જો તમે કોલૅબરેટિવ પ્લેલિસ્ટના ઓનર છો અથવા ઓનરે “કોલૅબરેટરને મંજૂર કરો” ચાલુ કર્યું નથી તો તમે પ્લેલિસ્ટમાં વધુ લોકો સાથે લિંક શેર કરી શકો છો.

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. કોલૅબરેટિવ પ્લેલિસ્ટ પર ટૅપ કરો, “કોલૅબરેશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો, પછી નીચેનામાંથી કોઈ એક કરો :

    • નજીકના કોઈ વ્યક્તિને ઉમેરવા માટે : QR કોડ પર ટૅપ કરો. તમારા iPhone પર ડિસ્પ્લે કરવામાં આવેલા કોડને સ્કૅન કરવા માટે અન્ય લોકો તેમના iPhone પર કૅમેરાનો ઉપયોગ કરીને પ્લેલિસ્ટમાં જોડાઈ શકે છે.

    • કોઈ બીજાને ઉમેરો : “નવી લિંક જનરેટ કરો” પર ટૅપ કરો (જો જરૂરી હોય તો), “આમંત્રણ લિંક શેર કરો” પર ટૅપ કરો પછી પ્લેલિસ્ટ પર અન્ય લોકોને કોલૅબરેટ કરવા માટે આમંત્રિત કરવા માટેના પગલાં અનુસરો.

કોલૅબરેટિવ પ્લેલિસ્ટ માટે શેર કરેલા સેટિંગ્સ મૅનેજ કરવા માટે

જો તમે ઓનર છો તો તમે પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરવાનું શરૂ કર્યા પછી વ્યક્તિ અથવા દરેક માટે ઍક્સેસ અને પરવાનગી બદલી શકો છો.

સંગીત ઍપમાં “કોલૅબરેશન મૅનેજ કરો” સ્ક્રીન.
  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. કોલૅબરેટિવ પ્લેલિસ્ટ પર ટૅપ કરો, “કોલૅબરેશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અન્ય લોકોને આમંત્રિત કરો : જુઓ : પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરવા માટે વધુ લોકોને ઉમેરો.

      નોટ : જો તમે “કોલૅબરેટરને મંજૂરી આપો” ચાલુ ન કર્યું હોય તો પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરનાર કોઈ પણ વ્યક્તિ કોલૅબરેટિવ પ્લેલિસ્ટની લિંક શેર કરી શકે છે.

    • લોકો જોડાય તે પહેલાં તેમને મંજૂરી આપો : “કોલૅબરેટરને મંજૂરી આપો” ચાલુ કરો.

    • વિનંતી સ્વીકારો : વ્યક્તિને કોલૅબરેટિવ પ્લેલિસ્ટમાં જોડાવાની અનુમતિ આપવા માટે “વિનંતી સ્વીકારો” બટન પર ટૅપ કરો.

    • વિનંતી નકારો : જો તમે ઇચ્છતા ન હોવ કે કોઈ વ્યક્તિ કોલૅબરેટિવ પ્લેલિસ્ટમાં જોડાય તો “વિનંતી નકારો” બટન પર ટૅપ કરો.

એક અથવા વધુ લોકો સાથે પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરવાનું બંધ કરો

જો તમે ઓનર છો તો તમે પ્લેલિસ્ટમાંથી લોકોને કાઢી શકો છો અથવા તેના પર કોલૅબરેટ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી શકો છો.

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. કોલૅબરેટિવ પ્લેલિસ્ટ પર ટૅપ કરો, “કોલૅબરેશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એક વ્યક્તિને કાઢી નાખો : વ્યક્તિના નામ પર ડાબે સ્વાઇપ કરો અને પછી “કાઢી નાંખો” પર ટૅપ કરો.

    • પ્લેલિસ્ટ પર કોલૅબરેટ કરવાનું બંધ કરો : “બંધ કરો” પર ટૅપ કરો.

કોલૅબરેટિવ પ્લેલિસ્ટમાંથી પોતાને કાઢી નાખો

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. કોલૅબરેટિવ પ્લેલિસ્ટ પર ટૅપ કરો, “કોલૅબરેશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો અને પછી “બહાર નીકળો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.