આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં રિમાઇંડરમાં આઇટમ પૂરી કરો અને કાઢી નાખો

રિમાઇંડર લિસ્ટમાં તમે આઇટમને છુપાવવા માટે તેમને ચેક ઑફ કરી શકો છો અથવા તમે આઇટમને કાયમ માટે ડિલીટ કરી શકો છો. રિમાઇંડર વિજેટથી તમે iPhone હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીનથી આઇટમ પૂરી કરી શકો છો.

આઇટમને પૂર્ણ તરીકે અંકિત કરવા માટે

  1. તમારા iPhoneમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચી જોતી વખતે આઇટમને પૂર્ણ તરીકે અંકિત કરવા માટે આઇટમની બાજુમાં ખાલી વર્તુળ પર ટૅપ કરો.

    પૂર્ણ થયેલ આઇટમ તમારી સૂચીમાં છુપાયેલી હોય છે.

પૂર્ણ થયેલ આઇટમને ન છુપાવવા માટે “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “પૂર્ણ થયેલ બતાવો” પર ટૅપ કરો. પૂર્ણ થયેલ આઇટમને ડિલીટ કરવા માટે “ક્લિઅર કરો” પર ટૅપ કરો.

આઇટમને કાઢી નાખવા અથવા ડિલીટ કરવા માટે

  1. તમારા iPhoneમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચી જોતી વખતે આઇટમ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

તમારો વિચાર બદલાય તો તમે ડિલીટ કરેલી આઇટમને રિકવર કરી શકો છો-ત્રણ આંગળીઓ વડે ટૅપ કરો અથવા અનડૂ કરવા માટે હલાવો.

ટિપ : તમે તાજેતરમાં ડિલીટ કરેલ સૂચીમાંથી આઇટમને રિકવર અથવા કાયમ માટે ડિલીટ કરી શકો છો.

રિમાઇંડર વિજેટ વાપરવા માટે

રિમાઇંડર વિજેટથી તમે રિમાઇંડર ઍપ ખોલ્યા વગર હોમ સ્ક્રીનથી આઇટમને પૂરી કરી શકો છો.

  1. iPhoneમાં હોમ સ્ક્રીનમાં રિમાઇંડર વિજેટ ઉમેરો.

  2. વિજેટમાં દેખાતી સૂચીને બદલવા માટે વિજેટને ટચ કરીને હૉલ્ડ કરો અને “વિજેટ સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી સૂચી પસંદ કરો.

  3. આઇટમને પૂરી કરવા માટે વિજેટમાં આઇટમ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.