આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર હોમ ઍપમાં HomePod સેટ અપ કરો

તમે HomePod સેટ અપ કરવા અને ઘણા HomePod સેટિંગ્સ કંટ્રોલ કરવા માટે હોમ ઍપનો ઉપયોગ કરી શકો છો.

તમે iPhone અને HomePod દ્વારા શું કરી શકો છો તે જાણવા માટે HomePod યૂઝર ગાઇડમાં નીચે મુજબ જુઓ :

નોટ : HomePod તમામ દેશો અથવા પ્રદેશોમાં ઉપલબ્ધ નથી.

ઇંટરકૉમ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે હોમ ઍપનો ઉપયોગ કરો

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “વધુ” બટન પર ટૅપ કરો અને પછી હોમ સેટિંગ્સ પર ટૅપ કરો.

  3. ઇંટરકૉમ પર ટૅપ કરો અને પછી આ સેટિંગ્સ કંફિગર કરો :

    • તમે ક્યારે ઇંટરકૉમ મેસેજ પ્રાપ્ત કરી શકો છો

    • ઇંટરકૉમ મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરવાની અનુમતિ કોને છે

    • કયું HomePod સ્પીકર ઇંટરકૉમનો ઉપયોગ કરી શકે છે

    નોટ : હોમ ઍપનો કોઈ પણ સભ્ય પસંદ કરી શકે છે કે તેઓ ઇંટરકૉમ મેસેજ ક્યારે પ્રાપ્ત કરશે. ફક્ત ઘરના ઓનર અથવા ઍડમિન જ પસંદ કરી શકે છે કે કોણ ઇંટરકૉમ મેસેજ મોકલી અથવા પ્રાપ્ત કરી શકે છે અને કયું HomePod સ્પીકર ઇંટરકૉમનો ઉપયોગ કરી શકે છે.

  4. પાછા જાઓ પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

  5. ઇંટરકૉમ બટન પર ટૅપ કરો, જેવું કંઈક કહો “છેલ્લું કુકી કોણે ખાધું?" પછી પૂર્ણ પર ટૅપ કરો.

    તમારા ઇંટરકૉમ મેસેજ તમારા ઘરના તમામ HomePod સ્પીકર અને તમારા ઘરના તમામ સભ્યોના iOS, iPadOS અને watchOS ડિવાઇસને મોકલવામાં આવે છે જે ઇંટરકૉમ મેસેજ મોકલી અને રિસીવ કરી શકે છે.

    વિશિષ્ટ રૂમ અથવા ઝોનના HomePod પર મેસેજ મોકલવા માટે “Siri, tell the office ‘The movie is starting’” અથવા “Siri, announce upstairs ‘I’m going to the store’” જેવું કંઈક કહો.

HomePod યૂઝર ગાઇડમાં HomePodને ઇંટરકૉમ તરીકે વાપરો પર જાઓ.

મહેમાનની જાહેરાત કરવા HomePod અને HomeKit સિક્યોર વીડિયો વાપરો

HomeKit સિક્યોર વીડિયો કૅમેરા અથવા ડોરબેલ સાથે HomePod દરવાજા પર તમારી જાણીતી વ્યક્તિ હોય ત્યારે તમને સૂચના આપી શકે છે (અથવા તે વ્યક્તિની ઓળખ ન થાય તો તમને મેસેજ મોકલી શકે છે).

નોટ : મહેમાનની જાહેરાત કરવાનું શરૂ કરવા માટે પહેલાં ચહેરાની ઓળખને ચાલુ કરો.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “વધુ” બટન પર ટૅપ કરો અને પછી હોમ સેટિંગ્સ પર ટૅપ કરો.

  3. કૅમેરા અને ડોરબેલ પર ટૅપ કરો પછી તમારા કૅમેરા અથવા ડોરબેલ પર ટૅપ કરો.

  4. ડોરબેલ ચાઇમ પર ટૅપ કરો અને પછી ક્યું HomePod સ્પીકર અથવા સ્પીકર સક્ષમ કરવું છે તે પસંદ કરો.

HomePod અલાર્મ અને ટાઇમર ઉમેરવા અને સંપાદિત કરવા માટે હોમ ઍપનો ઉપયોગ કરો

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. HomePod ટાઇલની જમણી બાજુ પર ટૅપ કરો અને ઉપરની બાજુ સ્વાઇપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અલાર્મ ઉમેરવા : નવા અલાર્મ પર ટૅપ કરો અને અલાર્મ બનાવો પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

    • અલાર્મ સંપાદિત કરવા : અલાર્મ પર ટૅપ કરો અને સમય બદલો પર ટૅપ કરો અને પછી પૂર્ણ પર ટૅપ કરો.

    • અલાર્મ ચાલુ અથવા બંધ રાખવા : અલાર્મની બાજુમાં સ્વીચ પર ટૅપ કરો.

    • અલાર્મ ડિલીટ કરવા : અલાર્મ પર ટૅપ કરો પછી અલાર્મ ડિલીટ કરો પર ટૅપ કરો.

    • નવું ટાઇમર બનાવવા : નવા ટાઇમર પર ટૅપ કરો અને ટાઇમર લેબલ એંટર કરો પર ટૅપ કરો (વૈકલ્પિક) અને ટાઇમરની લંબાઈ પસંદ કરો પછી શરૂ કરો પર ટૅપ કરો.

    • ટાઇમરને પૉઝ અને રીસ્ટાર્ટ કરવા : “પૉઝ” બટન પર ટૅપ કરો પછી ટાઇમર રીસ્ટાર્ટ કરવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

    • ટાઇમર કાઢી નાખવા : “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

HomePod સેટિંગ્સ બદલો

તમે HomePodને અલગ રૂમ પર અસાઇન કરી શકો છો, ઑટોમૅશન ઉમેરી શકો છો, એક જ રૂમમાં એક જ પ્રકારના બે HomePod સ્પીકર સાથે સ્ટીરિઓ પેઅર બનાવી શકો છો અને બીજું ઘણું કરી શકો છો.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. HomePod ટાઇલની જમણી બાજુ ટૅપ કરો.

  3. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો પછી HomePod સેટિંગ્સ કંફિગર કરો.

અલાર્મ સાંભળવા માટે HomePodનો ઉપયોગ કરો

તમારા ઘરમાં અલાર્મનો અવાજ ડિટેક્ટ થાય ત્યારે HomePod તમને સૂચિત કરી શકે છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. HomePod ટાઇલની જમણી બાજુ ટૅપ કરો.

  3. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો પછી ધ્વનિની ઓળખ ટૅપ કરો.

  4. સ્મોક અને CO અલાર્મ ચાલુ કરો પછી ક્યાં HomePod અલાર્મ સાંભળશે તે પસંદ કરો.

તમારું HomePod કેટલાક અવાજો સાંભળશે અને જ્યારે અલાર્મ અવાજો ઓળખાશે ત્યારે તમને સૂચિત કરશે.

મહત્ત્વપૂર્ણ : ધ્વનિની ઓળખ ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડના અલાર્મની ઓળખ કરી શકે છે અને જ્યારે ઓળખાય ત્યારે તમને સૂચનાઓ મોકલી શકે છે. જ્યાં તમને નુકસાન થઈ શકે અથવા ઈજા થઈ શકે અથવા ઉચ્ચ જોખમ અથવા આપાતકાલીન પરિસ્થિતિઓમાં જેવા સંજોગોમાં ધ્વનિની ઓળખ પર આધાર રાખવો જોઈએ નહિ. ધ્વનિની ઓળખ માટે Apple Homeનું નવું વર્ઝન જરૂરી છે.

Siri સક્ષમ ઍક્સેસરિને ઉમેરો

તમે સુસંગત HomeKit ઍક્સેસરિ પર Siri સક્ષમ કરીને તમારા આખા ઘરમાં HomePodનો ઍક્સેસ વધારી શકો છો. જો તમે આ ઍક્સેસરિ પર Siri સક્ષમ કરો છો તો તમે તેને તમારા વૉઇસથી કંટ્રોલ કરી શકો છો, રોજિંદા પ્રશ્નો અથવા ટાસ્કમાં મદદ મેળવી શકો છો અને તમારા મનપસંદ સંગીત અને પૉડકાસ્ટ પ્લે કરી શકો છો.

HomePod યૂઝર ગાઇડમાં Siri-સક્ષમ એક્સેસરિ સેટ અપ કરો પર જાઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.