આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં હવામાન વિજેટનો ઉપયોગ કરવો

તમારા iPhoneની હોમ સ્ક્રીન પર એક નજરમાં આગાહી અને હવામાનની અન્ય પરિસ્થિતિઓ તપાસવા માટે હવામાન વિજેટનો ઉપયોગ કરો. તમે વિવિધ વિજેટના આકાર અને ડિસ્પ્લેમાંથી પસંદ કરી શકો છો.

ટિપ : તમે તમારી હોમ સ્ક્રીન પર વિવિધ લોકેશનની હવામાનની સ્થિતિઓ અને આગાહી ઝડપથી જોવા માટે એકથી વધુ હવામાન વિજેટ ઉમેરી શકો છો.

હવામાન વિજેટમાં બતાવેલ લોકેશન બદલવા માટે

તમે તમારા iPhoneની હોમ સ્ક્રીન પર હવામાન વિજેટ ક્યાં ડિસ્પ્લે થાય છે તે બદલી શકો છો.

  1. તમારી હોમ સ્ક્રીન પર વિજેટ ઉમેરો

  2. તમારી હોમ સ્ક્રીન પર હવામાન વિજેટને ટચ કરીને હોલ્ડ કરો.

  3. “હવામાન સંપાદિત કરો” અથવા “વિજેટ સંપાદિત કરો” પર ટૅપ કરો.

  4. “મારું લોકેશન” પર ટૅપ કરો પછી શહેરને સર્ચ કરો અથવા તમારી યાદીમાંથી લોકેશન પર ટૅપ જેને તમે ડિસ્પ્લે કરવા માંગો છો.

  5. તમારી iPhoneની હોમ સ્ક્રીન પર પરત ફરવા માટે વિજેટની બહારની સ્ક્રીન પર ટૅપ કરો.

iPhoneની લૉક સ્ક્રીન માટે પણ હવામાન વિજેટ ઉપલબ્ધ છે. જુઓ : કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.