આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં મૅગ્નિફાયરનો ઉપયોગ કરીને તમારી આસપાસની ટેક્સ્ટને ડિટૅક્ટ કરો અને તેને મોટેથી સાંભળો

જો તમે દૃષ્ટિહીન છો અથવા તમને ઓછું દેખાતું હોય તો તમારા iPhoneના કૅમેરાને નજીકની ટેક્સ્ટ પર મૂકીને તેને મોટેથી સંભળાવા માટે મૅગ્નિફાયર ઍપનો ઉપયોગ કરી શકો છો. તમે જે ચોક્કસ ટેક્સ્ટ સાંભળવા માંગો છો તેના તરફ પણ આંગળી ચીંધી શકો છો.

મહત્ત્વપૂર્ણ : ઉચ્ચ જોખમ અથવા આપાતકાલીન પરિસ્થિતિઓમાં, તમને નુકસાન થઈ શકે અથવા ઈજા થઈ શકે તેવા સંજોગોમાં અથવા નૅવિગેશન માટે ડિટૅક્શન મોડ પર આધાર રાખવો જોઈએ નહિ. ટેક્સ્ટ ડિટૅક્શન અને પૉઇંટ કરો અને સાંભળો તમામ ભાષાઓમાં ઉપલબ્ધ નથી.

મૅગ્નિફાયર ઍપ રસોડાના ઉપકરણ પરની ટેક્સ્ટને પૉઇંટિંગ કરતી આંગળી ડિટૅક્ટ કરી રહી છે.

કૅમેરાની ફ્રેમમાંના ટેક્સ્ટને ડિટૅક્ટ કરવા અને તેને મોટેથી સંભળાવા માટે

તમે તમારા iPhoneના કૅમેરાના વ્યૂ ફીલ્ડમાંની ટેક્સ્ટને ડિટૅક્ટ કરવા માટે મૅગ્નિફાયર ઍપનો ઉપયોગ કરી શકો છો અને તેને મોટેથી સંભળાવી શકો છો.

  1. તમારા iPhoneમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. ડિટેક્શન મોડ શરૂ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

    જો તમને “ડિટૅક્શન મોડ” બટન દેખાતું નથી તો તમે તેને ઉમેરી શકો છો. જુઓ : કંટ્રોલ કસ્ટમાઇઝ કરો.

  3. “ડિટૅક્શન મોડ” બટન ટચ કરીને હોલ્ડ કરો અને પછી ટેક્સ્ટ સિલેક્ટ કરેલી છે તેની ખાતરી કરો.

  4. iPhoneને એવી રીતે રાખો જેથી રીઅર કૅમેરા તમારી આસપાસની ટેક્સ્ટને ડિટૅક્ટ કરી શકે.

    જો તમને સ્પીચ ફીડબૅક સંભળાતો નથી તો સાઇલેંટ મોડ ચાલુ નથી તેની ખાતરી કરો. જુઓ : વૉલ્યૂમ ઍડજસ્ટ કરો.

  5. ડિટેક્શનને ટેંપરરી પૉઝ કરવા માટે સ્ક્રીન પર બે આંગળીઓથી ડબલ ટૅપ કરો. ડિટેક્શન ફરી શરૂ કરવા બે આંગળીઓથી ડબલ-ટૅપ કરો. ડિટેક્શન મોડ બંધ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

ટેક્સ્ટને સાંભળવા માટે તેના પર તમારી આંગળી મૂકો

તમે મૅગ્નિફાયર ઍપનો ઉપયોગ કરીને તમારી નજીકની ટેક્સ્ટ પર તમારી આંગળી ચીંધી શકો છો અને તમારા iPhone પર તેને મોટેથી સંભળાવી શકો છે. ખાસ કરીને જ્યારે કરિયાણાની દુકાનમાં સેલ્ફ-ચેકઆઉટ પર ડિજિટલ સ્ક્રીન અથવા ઘરગથ્થુ ઉપકરણો અથવા ATM પર ડાયલ, બટન અથવા કીપૅડ જેવા ટેક્સ્ટ લેબલવાળા ઑબજેક્ટ સાથે તમારે ઇંટરેક્ટ કરવાની જરૂર હોય ત્યારે આ ઉપયોગી થઈ શકે છે.

  1. તમારા iPhoneમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. ડિટેક્શન મોડ શરૂ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

    જો તમને “ડિટૅક્શન મોડ” બટન દેખાતું નથી તો તમે તેને ઉમેરી શકો છો. જુઓ : કંટ્રોલ કસ્ટમાઇઝ કરો.

  3. “ડિટૅક્શન મોડ” બટનને ટચ કરીને હોલ્ડ કરો અને પછી પૉઇંટ કરો અને સાંભળો સિલેક્ટ કરેલું છે તેની ખાતરી કરો.

  4. iPhoneને એવી રીતે રાખો જેથી રીઅર કૅમેરા ટેક્સ્ટ ડિટૅક્ટ કરી શકે પછી જે ટેક્સ્ટ વાંચવાની હોય તે તરફ તમારી આંગળી ચીંધો.

    જો તમને સાઉંડ અથવા સ્પીચ ફીડબૅક સંભળાતો નથી તો સાઇલેંટ મોડ ચાલુ નથી તેની ખાતરી કરો. જુઓ : વૉલ્યૂમ ઍડજસ્ટ કરો.

  5. ડિટેક્શનને ટેંપરરી પૉઝ કરવા માટે સ્ક્રીન પર બે આંગળીઓથી ડબલ ટૅપ કરો. ડિટેક્શન ફરી શરૂ કરવા બે આંગળીઓથી ડબલ-ટૅપ કરો. ડિટેક્શન મોડ બંધ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

ટેક્સ્ટ ડિટૅક્શન અથવા પૉઇંટ કરો અને સાંભળો માટે સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPhoneમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “ડિટૅક્ટ કરો” પર ટૅપ કરો. અન્ય ભાષાઓની ટેક્સ્ટ ડિટૅક્ટ કરવા માટે ભાષા ડિટૅક્ટ કરો ચાલુ કરો.

  3. ટેક્સ્ટ અથવા પૉઇંટ કરો અને સાંભળો પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણને કસ્ટમાઇઝ કરો :

    • ડિટૅક્શન ફીડબૅક : લેબલ અને સ્પીચનું કોઈ પણ સંયોજન ચાલુ કરો. પૉઇંટ કરો અને સાંભળો માટે તમે સાઉંડ અને હેપ્ટિક ફીડબૅક પણ ચાલુ કરી શકો છો.

    • લોકેશન : પૉઇંટ કરો અને સાંભળો માટે નીચે (તમારી આંગળીની નીચેની ટેક્સ્ટને વાંચવા માટે) અથવા ઉપર (તમારી આંગળીની ઉપરની ટેક્સ્ટને વાંચવા માટે) પર ટૅપ કરો.

    • ઑટોમૅટિક ફ્લૅશલાઇટ : ઘણા અંધારાના કારણે ટેક્સ્ટ ડિટૅક્ટ ન થઈ શકતી હોય ત્યારે મૅગ્નિફાયર 10 સેકંડ માટે ફ્લૅશલાઇટ ચાલુ કરશે.

    • બૉર્ડર અને રંગ : પૉઇંટ કરો અને સાંભળો માટે તમે જે ટેક્સ્ટ તરફ પૉઇંટિંગ કરી રહ્યાં છો તેની આસપાસમાં તમારી પસંદના રંગની આઉટલાઇન કરો.

  4. લાઇવ મૅગ્નિફાયર લેંસ પર પાછા જવા માટે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરીને ફરી તેને ટૅપ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

ટેક્સ્ટ ડિટૅક્શન તેમજ પૉઇંટ કરો અને સાંભળો VoiceOver સાથે કામ કરે છે. જુઓ : VoiceOver ચાલુ કરો અને તેની પ્રૅક્ટિસ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.