આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મેસેજ સૂચનાઓ બદલો

તમને પ્રાપ્ત થતા ટેક્સ્ટ મેસેજ વિશે તમને સૂચના આપવામાં આવે કે નહિ અને સૂચનાઓ કેવી દેખાય અથવા સંભળાય તે તમે બદલી શકો છો. ઉદાહરણ તરીકે તમે મેસેજ સૂચનાઓ બંધ કરી શકો છો જેથી તમે વર્ગ અથવા અન્ય શાંત જગ્યામાં હોવ ત્યારે સૂચના સાઉંડથી વિચલિત ન થાવ અથવા કેટલાક સંપર્ક માટે ખાસ સાઉંડ અસાઇન કરી શકો જેથી તેમનો મેસેજ પ્રાપ્ત થાય ત્યારે તમને ખબર પડે.

નોટ : મોકલનારને એક નોટ પ્રાપ્ત થાય છે જે સૂચવે છે કે તમે સૂચનાઓ સાઇલેંટ કરી છે.

તમે લોકોના મેસેજ વાંચ્યા છે તેવું તેમને જણાવવા માટે વાંચન રસીદ ચાલુ કરો જુઓ.

તમામ સૂચનાઓ પૉઝ કરો

તમે ડૂ નૉટ ડિસ્ટર્બ (અથવા બીજું ફોક્સ) અથવા સ્લીપ શેડ્યૂલ ચાલુ કરીને તમામ ઍપ્સ માટે સૂચનાઓને અસ્થાયી રૂપે રોકી શકો છો. તમને મેસેજ પ્રાપ્ત થઈ રહ્યા નથી તેની લોકોને જાણ થાય તે માટે તમારું સ્ટેટસ મેસેજ ઍપમાં દેખાય છે.

  1. તમારા iPhone પર કંટ્રોલ સેંટર ખોલો.

  2. ફોકસ પર ટૅપ કરો અને પછી ડૂ નૉટ ડિસ્ટર્બ પર ટૅપ કરો.

    નોટ : જો તમે તાત્કાલિક મેસેજને મંજૂરી આપવા માંગતા હોવ તો સેટિંગ્સ > સૂચનાઓ > મેસેજ પર જાઓ પછી સમય સીમિત સૂચનાઓને ચાલુ કરો.

    સૂચનાઓ અને અલર્ટ માટે iPhone પર મેસેજ સેટિંગ્સ.

તમામ સૂચનાઓ બંધ કરો

તમે મેસેજ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખીને મેસેજ ઍપમાં ઍક્ટિવિટી વિષેની સૂચનાઓ મેળવવાનું બંધ કરી શકો છો. જ્યારે સૂચનાઓ બંધ હોય ત્યારે તમે ચૂકી ગયા હોવ તે ટેક્સ્ટ જ્યારે તમે મેસેજ વાંચવા માટે તૈયાર હોવ ત્યારે જોવા માટે તમે મેસેજ ઍપ ખોલી શકો છો અને તમે ચૂકી ગયેલા મેસેજની માહિતી મેળવી શકો છો.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ > મેસેજ પર જાઓ.

  2. “સૂચનાઓને અનુમતિ આપો” બંધ કરો.

જ્યારે તમે ફરી સૂચના મેળવવાની ઇચ્છા થાય ત્યારે “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ કરો. જો તમે પણ તેમને સાંભળવા માંગતા હોવ તો ખાતરી કરો કે રિંગ/સાઇલેંટ સ્વિચ સાઇલેંટ મોડમાં નથી અને તમારો વૉલ્યૂમ સાંભળી શકાય તેવો છે.

તમે અન્ય Apple ઍપ્સ અને થર્ડ પાર્ટી ઍપ્સમાંથી પણ સૂચનાઓ રોકી શકો છો. જુઓ : સૂચના સેટિંગ્સ બદલો.

મોકલેલા અને પ્રાપ્ત કરેલા મેસેજ માટે સાઉંડ અથવા વાઇબ્રેશનને મ્યૂટ કરો

તમે કોઈ મેસેજ મોકલો છો ત્યારે ડિફૉલ્ટ રૂપે સ્વુશ સાઉંડ પ્લે થાય છે. જ્યારે તમે મેસેજ પ્રાપ્ત કરો છો ત્યારે ટોન પ્લે થાય છે. તમે આ સાઉંડ સાંભળવા માંગતા ન હોવ તો તમે તમારો ટેક્સ્ટ ટોન એકે નહિ પર સેટ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > સૂચનાઓ > મેસેજ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ એક કરો :

    • સાઉંડ મ્યૂટ કરો : સાઉંડ પર ટૅપ કરો અને પછી એકે નહિ પર ટૅપ કરો.

    • વાઇબ્રેશન બંધ કરો : સાઉંડ પર ટૅપ કરો અને હેપ્ટિક્સ (ટોચની નજીક) પર ટૅપ કરો પછી એકે નહિ પર ટૅપ કરો.

તમે રિંગ/સાઇલેંટ સ્વિચને સાઇલેંટ મોડમાં પણ મૂકી શકો છો.

નોટ : એકે નહિ અને રિંગ/સાઇલેંટ સ્વિચ સેટિંગ ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને સાઉંડને પ્રભાવિત કરે છે. (તમે માત્ર એકને જ મ્યૂટ કરી શકતા નથી.)

સૂચનાઓ માટે ઇંડિકેટર લાઇટ ફ્લૅશ કરો પણ જુઓ.

સૂચનાઓ માટે સાઉંડ અને વાઇબ્રેશન બદલો

તમે અલર્ટ માટે સાઉંડ વૉલ્યૂમ પસંદ કરી શકો છો અને અલર્ટ માટે ટોન અથવા સાઉંડમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા સૂચનાની વાઇબ્રેશન પૅટર્ન બદલી શકો છો (ફોન સાઇલેંટ હોય ત્યારે).

  1. સેટિંગ્સ  > સાઉંડ & હેપ્ટિક્સ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સૂચનાઓ માટે ધીમો અથવા ઊંચો અવાજ સેટ કરો : સ્લાઇડર વડે વૉલ્યૂમ ઍડજસ્ટ કરો.

    • ટોન અથવા સાઉંડ પસંદ કરો : ટેક્સ્ટ ટોન ટૅપ કરો પછી અલર્ટ ટોનની નીચે સાઉંડ પર ટૅપ કરો (અથવા તેને ડાઉનલોડ કરવા માટે ટોન સ્ટોર પર ટૅપ કરો).

    • વાઇબ્રેશન પૅટર્ન પસંદ કરો : ટેક્સ્ટ ટોન પર ટૅપ કરો અને હેપ્ટિક્સ પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો (અથવા તમારું પોતાનું વાઇબ્રેશન બનાવવા માટે નવું વાઇબ્રેશન બનાવો પર ટૅપ કરો).

    ટિપ : તમે પસંદ કરેલો ટોન અને વાઇબ્રેશન મેસેજ ઍપ અને Mail, ફોન અને અન્ય Apple અથવા થર્ડ પાર્ટી ઍપ જેવી અન્ય ઍપ બંનેમાં જ્યાં સૂચના ચાલુ હોય તેમાં લાગુ પડે છે. માત્ર મેસેજ ઍપ માટે તેમને બદલવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > મેસેજ પર જાઓ પછી સાઉંડ ટૅપ કરો.

સેટિંગ્સ > સૂચનાઓ > મેસેજ > સૂચનાઓ કસ્ટમાઇઝ કરો > રિપીટ અલર્ટમાં તમે સૂચના કેટલી વાર (ક્યારેય નહિથી 10 વખત) રિપીટ કરવી તે સેટ કરી શકો છો.

અમુક લોકો માટે સૂચનાનો સાઉંડ બદલો

તમને કોઈ ચોક્કસ કૉન્ટૅક્ટનો મેસેજ મળે ત્યારે પ્લે કરવા માટે તમે ચોક્કસ સાઉંડ અથવા વાઇબ્રેશન પૅટર્ન પસંદ કરી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ પર ટૅપ કરો પછી વાર્તાલાપની ટોચ પર તમે જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યાં છો તેમના નંબર અથવા નામ પર ટૅપ કરો.

  3. માહિતી પર ટૅપ કરો અને ઉપર-જમણા ખૂણામાં “સંપાદિત કરો” પર ટૅપ કરો પછી ટેક્સ્ટ ટોન પર ટૅપ કરો.

    જો તમને “સંપાદિત કરો” દેખાતું ન હોય તો નવો સંપર્ક બનાવો અથવા મોજૂદા સંપર્કમાં ઉમેરો પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટોન અથવા સાઉંડ સ્પષ્ટ કરો : અલર્ટ ટોનની નીચે સાઉંડ પર ટૅપ કરો (અથવા તેને ડાઉનલોડ કરવા માટે ટોન સ્ટોર પર ટૅપ કરો).

    • વાઇબ્રેશન પૅટર્ન સ્પષ્ટ કરો : હેપ્ટિક્સ પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો (અથવા તમારું પોતાનું વાઇબ્રેશન બનાવવા માટે “નવું બનાવો” પર ટૅપ કરો).

    • આ વાર્તાલાપ માટે સૂચનાઓ મ્યૂટ કરો : હેપ્ટિક્સ અને અલર્ટ ટોન બંનેની નીચે “એકે નહિ” પર ટૅપ કરો.

કોઈ પણ મહત્ત્વપૂર્ણ મેસેજ પસાર થઈ શકે તે માટે આ કૉન્ટૅક્ટને ફોકસ ઓવરરાઇડ કરવાનો વિકલ્પ આપવા આપાતકાલીન બાયપાસ ચાલુ કરો. ઉદાહરણ તરીકે તમે તેને પરિવારના સભ્ય, કેરટેકર અથવા સહયોગી માટે ચાલુ કરી શકો છો.

કોઈ એક વાર્તાલાપ મ્યૂટ કરો

વાર્તાલાપ મેસેજ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખીને તમે વાર્તાલાપ માટે સૂચનાઓ મેળવવાનું બંધ કરી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. મેસેજ લિસ્ટમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વાર્તાલાપ પર ડાબે સ્વાઇપ કરો પછી “મ્યૂટ” બટન પર ટૅપ કરો.

    • વાર્તાલાપને ટચ અને હોલ્ડ કરો પછી “અલર્ટ છુપાવો” પર ટૅપ કરો.

કોઈ એક વાર્તાલાપ માટે મેસેજ મેળવવાનું સંપૂર્ણપણે બંધ કરવા માટે તમે ચોક્કસ વ્યક્તિ અથવા નંબરને બ્લૉક કરી શકો અથવા ગ્રૂપ વાર્તાલાપ છોડી શકો છો.

મેસેજની ઘોષણા

Siri તમારા iPhone સ્પીકર, સપોર્ટેડ હેડફોન પર અને જ્યારે CarPlayનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે મેસેજની ઘોષણા કરી શકે છે.

MFi હિયરિંગ ડિવાઇસ પર ઇનકમિંગ મેસેજ સાંભળવા માટે ચોક્કસ ઍપ્સ માટે કૉલ અને સૂચનાઓ બોલીને જણાવો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.