આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

CarPlayમાં સેટિંગ્સ બદલવા

CarPlayમાં સેટિંગ્સમાં તમે વૉલપેપર બદલી શકો છો, ડ્રાઇવિંગ ફોકસ ચાલુ કરી શકો છો, ડિસ્પ્લે પર CarPlay કેવું દેખાય છે તે બદલી શકો છો, CarPlay ડૅશબોર્ડમાં સૂચનો ચાલુ અથવા બંધ કરી શકો છો અને ઍલ્બમ આર્ટ બતાવી અથવા છુપાવી શકો છો.

CarPlayમાં ડ્રાઇવિંગ ફોકસનો ઉપયોગ કરો

ડ્રાઇવિંગ ફોકસ તમને રસ્તા પર ફોકસ કરવામાં મદદ કરે છે. જ્યારે તમારો iPhone CarPlay સાથે કનેક્ટેડ હોય અને ડ્રાઇવિંગ ફોકસ ચાલુ હોય ત્યારે સૂચનાઓ અને ટેક્સ્ટ મેસેજ સાઇલેંટ અથવા મર્યાદિત હોય છે.

  1. તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરીને CarPlayમાં સેટિંગ્સ ખોલો.

    નોટ : જો તમે CarPlay ડૅશબૉર્ડ જોઈ રહ્યાં છો અને ડાબી બાજુએ તાજેતરની ઍપ્સની યાદીમાં સેટિંગ્સ ઍપ દેખાતી ન હોય તો સેટિંગ્સ ઍપ સહિત તમારી તમામ CarPlay ઍપ્સનાં પેજ જોવા માટે “હોમ” બટન પર ટૅપ કરો.

  2. ડ્રાઇવિંગ ફોકસ પર જાઓ પછી “CarPlayથી ઍક્ટિવેટ કરો” સિલેક્ટ કરો.

જો તમે ડ્રાઇવિંગ ન કરતા હોવ ત્યારે ડ્રાઇવિંગ ફોકસ સૂચના પ્રાપ્ત કરો છો (ઉદાહરણ તરીકે, તમે પેસેંજર હોવ ત્યારે) તો તમે તેને બંધ કરી શકો છો—સૂચના પર ટૅપ કરો અને પછી “હું ડ્રાઇવિંગ કરતો/કરતી નથી” પર ટૅપ કરો.

CarPlayનો દેખાવ સ્વિચ કરો

CarPlayને મોટાભાગના વાહનોમાં ડિફૉલ્ટ રૂપે ડાર્ક દેખાવ પર સેટ કરવામાં આવે છે. જો તમે CarPlay ડાર્ક અને લાઇટ દેખાવ વચ્ચે ઑટોમૅટિક રીતે સ્વિચ કરવાનું પસંદ કરો તો નીચે મુજબ કરો :

  1. તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરીને CarPlayમાં સેટિંગ્સ ખોલો.

  2. દેખાવ સિલેક્ટ કરો.

  3. “હંમેશા ડાર્ક” સિલેક્ટ કરો.

ડાર્ક દેખાવ રાત્રિ જેવા ઓછા પ્રકાશમાં જોવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે.

CarPlayમાં વૉલપેપર બદલો

તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરીને CarPlayમાં સેટિંગ્સ ખોલો, વૉલપેપર સિલેક્ટ કરો પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ પણ એક પસંદ કરો.

CarPlay ડૅશબોર્ડમાં સૂચનો છુપાવો અથવા બતાવો

તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરીને CarPlayમાં સેટિંગ્સ ખોલો પછી CarPlayમાં સૂચનો બંધ અથવા ચાલુ કરો.

ઍલ્બમ આર્ટ છુપાવો અથવા બતાવો

તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરીને CarPlayમાં સેટિંગ્સ ખોલો પછી “ઍલ્બમ આર્ટ બતાવો” બંધ અથવા ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.