આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા Macમાંથી તમારા iPhoneને કંટ્રોલ કરો

તમે તમારા નજીકના Macમાંથી તમારા iPhoneને કંટ્રોલ કરવા માટે iPhone મિરરિંગનો ઉપયોગ કરી શકો છો. iPhone મિરરિંગ ચાલુ હોય ત્યારે તમે તમારા Mac પર iPhoneની સૂચનાઓ પણ પ્રાપ્ત કરી શકો છો જેથી તમે કોઈ પણ વસ્તુ ચૂકી ન જાઓ.

Mac કંપ્યૂટર સ્ક્રીન પર iPhone મિરરિંગ ઍપ દેખાય છે.

નોટ : કૅમેરા અને માઇક્રોફોન જેવા અમુક iPhone ફીચર iPhone મિરરિંગ સાથે સુસંગત નથી. ઉપરાંત iPhone મિરરિંગનો ઉપયોગ કરતી વખતે કંટિન્યૂટિ કૅમેરા અને AirPlay જેવા કેટલાંક કંટિન્યૂટિ ફીચર તમારા Mac પર ઉપલબ્ધ નથી.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

જો iPhone મિરરિંગ તમારા દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન હોય તો iPhone મિરરિંગ તમને જણાવે છે કે તે આ કારણોસર તમારા iPhone સાથે કનેક્ટ કરવામાં અસમર્થ છે.

તમારા Mac પર iPhone મિરરિંગ સેટ અપ કરવા માટે

  1. ખાતરી કરો કે તમારો iPhone ચાલુ છે અને નજીકમાં છે અને સ્ક્રીન લૉક કરેલી છે.

    નોટ : iPhone મિરરિંગનો ઉપયોગ કરવા માટે તમારો iPhone નજીકમાં હોવો જરૂરી છે.

  2. તમારા Macમાં iPhone મિરરિંગ ઍપ પર જાઓ.

  3. કનેક્ટ પર ક્લિક કરો.

  4. તમારા iPhoneનો પાસકોડ એંટર કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • દરેક વખતે પૂછો : જ્યારે પણ તમે iPhone મિરરિંગનો ઉપયોગ કરો ત્યારે Touch ID અથવા તમારા ડિવાઇસના પાસકોડ માટે પ્રૉમ્પ્ટ મેળવો.

    • ઑટોમૅટિક રીતે ઑથેંટિકેટ કરો : ઑથેંટિકેટની જરૂર વગર iPhone મિરરિંગ સાથે ઑટોમૅટિક રીતે કનેક્ટ કરો.

      નોટ : તમને જો તમારા iPhone પર “આ કંપ્યૂટર પર વિશ્વાસ કરો છો?” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “વિશ્વાસ કરો” પર ટૅપ કરો. આગળ વધવા માટે તમને તમારા ડિવાઇસનો પાસકોડ એંટર કરવાનું કહેવામાં આવી શકાય છે. તમને જો તમારા Mac પર “ઍક્સેસરિને કનેક્ટ થવાની અનુમતિ આપવી છે?” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “અનુમતિ આપો” પર ક્લિક કરો.

  5. iPhoneમાંથી સૂચનાઓને અનુમતિ આપવી છે કે નહિ તે પસંદ કરો.

નોટ : તમારા Mac સાથે iPhone મિરરિંગનો ઉપયોગ કરવા માટે તમે એક કરતાં વધુ iPhone સેટ અપ કરી શકો છો પરંતુ તમે એક સમયે માત્ર એક જ iPhone સાથે કનેક્ટ કરી શકો છો.

તમારા Mac પર iPhone મિરરિંગનો ઉપયોગ કરો

  1. ખાતરી કરો કે તમારો iPhone ચાલુ છે અને નજીકમાં છે અને સ્ક્રીન લૉક કરેલી છે.

  2. તમારા Macમાં iPhone મિરરિંગ ઍપ પર જાઓ.

  3. “આગળ વધો” પર ક્લિક કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ક્લિક કરવા માટે ટૅપ કરો : ટૅપ કરવા માટે તમારા Mac કંપ્યૂટરના માઉસ અથવા ટ્રૅકપૅડ પર ક્લિક કરો. તમે iPhone મિરરિંગ ઍપમાં સ્વાઇપ અને સ્ક્રોલ પણ કરી શકો છો અને ટાઇપ કરવા માટે તમારા કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો.

    • ઍપ સ્વિચર ખોલો : મેન્યૂ બાર દેખાય ત્યાં સુધી તમારા પૉઇંટરને iPhone મિરરિંગ સ્ક્રીનની ટોચ પર મુવ કરો પછી ઍપ સ્વિચર ખોલવા માટે “ઍપ સ્વિચર” બટન પર ક્લિક કરો.

    • હોમ સ્ક્રીન પર જાઓ : જો તમે કોઈ ઍપમાં છો અને હોમ સ્ક્રીન પર પાછા જવા માંગતા હોવ તો મેન્યૂ બાર દેખાય ત્યાં સુધી તમારું પૉઇંટર iPhone મિરરિંગ સ્ક્રીનની ટોચ પર મુવ કરો પછી “હોમ સ્ક્રીન” બટન પર ક્લિક કરો.

    • તમારી હોમ સ્ક્રીનને ફરી ગોઠવો અને ઝડપી ઍક્શન કરો : હોમ સ્ક્રીન પર કોઈ પણ ઍપ પર કંટ્રોલ-ક્લિક કરો પછી હોમ સ્ક્રીન સંપાદિત કરો પર ક્લિક કરો. તમે કોઈ ઍપ પર કંટ્રોલ-ક્લિક પણ કરી શકો છો અને કેટલીક ઍપ્સને વિજેટમાં બદલવાનું અથવા નોટ્સમાં નવી નોટ બનાવવા અથવા નકશો ઍપમાં તમારું લોકેશન મોકલવા જેવી ઝડપી ઍક્શન કરવાનું પસંદ કરી શકો છો.

iPhone મિરરિંગનો ઉપયોગ કરીને ફાઇલ ટ્રાંસફર કરો

તમે iPhone મિરરિંગનો ઉપયોગ કરીને તમારા Mac અને iPhone વચ્ચે સપોર્ટેડ ઍપ્સમાં ફાઇલ, ફોટો, વીડિયો વગેરે ટ્રાંસફર કરી શકો છો. ફાઇલ ટ્રાંસફર કરવા માટે તેને તમારા Mac અને iPhone મિરરિંગ ઍપ વિંડોની વચ્ચે કોઈ પણ દિશામાં ડ્રૅગ કરીને ડ્રૉપ કરો.

તમારા Macમાં iPhoneની સૂચનાઓ મેળવો

તમે iPhone મિરરિંગ સેટ અપ કરો છો ત્યારે તમે iPhoneની સૂચનાઓ પણ ચાલુ કરી શકો છો. iPhoneની સૂચનાઓ તમારા Mac પર iPhone બૅજ સાથે દેખાય છે જેથી તમને ખબર પડે કે કઈ સૂચનાઓ તમારા iPhoneમાંથી આવેલી છે.

નોટ : તમારા iPhoneની સૂચનાઓ તમારા Mac પર દેખાડવા માટે તે નજીકમાં હોવો જરૂરી નથી પરંતુ તે ચાલુ હોવો જરૂરી છે.

જો તમે iPhone મિરરિંગ સેટ અપ કરતી વખતે iPhone સૂચનાઓ ચાલુ કરવાનું પસંદ ન કર્યું હોય અને તમે તેને ચાલુ કરવા માંગતા હોવ તો અથવા કઈ ઍપ્સ તમારા Mac પર સૂચનાઓ મોકલે છે તે પસંદ કરવા માંગતા હોવ તો નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • તમારા iPhoneમાં : સેટિંગ્સ > સૂચનાઓ પર જઈને કોઈ પણ ઍપ પસંદ કરો પછી “Macમાં બતાવો” ચાલુ કરો.

  • તમારા Macમાં : Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો અને સાઇડબારમાં “સૂચના” પર ક્લિક કરો (તમારે કદાચ નીચે સ્ક્રોલ કરવું પડે) “iPhoneમાંથી સૂચનાઓને અનુમતિ આપો” પર ક્લિક કરો પછી કોઈ પણ ઍપ માટે વિકલ્પ ચાલુ અથવા બંધ કરો.

iPhone મિરરિંગ બંધ કરો

  1. તમારા iPhone પર સેટિંગ્સ > સામાન્ય પર જાઓ.

  2. AirPlay & કંટિન્યૂટિ પર ટૅપ કરો પછી iPhone મિરરિંગ પર ટૅપ કરો.

  3. ઉપરની જમણી બાજુએ “સંપાદિત કરો” પર ટૅપ કરો પછી કાઢી નાખવા માટે Mac સિલેક્ટ કરો.

જો iPhone મિરરિંગ કામ કરતું નથી તો

  • તમે બંને ડિવાઇસ પર સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન છો તેની ખાતરી કરો.

  • ખાતરી કરો કે તમારા iPhone અને Macમાં Wi-Fi, Bluetooth અને Handoff ચાલુ છે.

  • તમારાં ડિવાઇસ એકબીજાથી 30 ફુટ (10 મીટર)ના અંતરની અંદર હોવા આવશ્યક છે.

  • સમસ્યાનું નિવારણ કરવાના વધારાનાં પગલાં માટે Apple સપોર્ટ લેખ iPhone મિરરિંગની નીચે જુઓ : “જો તમને મદદની જરૂર હોય તો”.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.