આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી

ચેતવણી : આ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જવાથી આગ લાગી શકે છે, વીજ કરંટ લાગી શકે છે, ઈજા થઈ શકે છે અથવા iPhone કે અન્ય પ્રૉપર્ટીને નુકસાન થઈ શકે છે. iPhoneનો ઉપયોગ કરતા પહેલાં નીચે આપેલી તમામ સુરક્ષા માહિતી વાંચો.

હૅન્ડલિંગ.  iPhoneને કાળજીપૂર્વક હૅન્ડલ કરો. તે ધાતુ, કાચ અને પ્લાસ્ટિકનો બનેલો છે અને તેની અંદર સંવેદનશીલ ઇલેક્ટ્રૉનિક ઘટકો છે. iPhone અથવા તેની બૅટરી પડી જાય, બળી જાય, પંક્ચર થાય અથવા કચડવામાં આવે અથવા પ્રવાહીના સંપર્કમાં આવે તો તે ખરાબ થઈ શકે છે. જો તમને iPhone અથવા બૅટરીને નુકસાન થયાની શંકા હોય તો iPhoneનો ઉપયોગ બંધ કરો કારણ કે તેનાથી ઓવરહિટીંગ અથવા ઈજા થઈ શકે છે. તૂટેલા કાચવાળા iPhoneનો ઉપયોગ કરશો નહિ કારણ કે તેનાથી ઈજા થઈ શકે છે. જો તમને iPhone પર સ્ક્રૅચ આવવાની ચિંતા હોય તો કેસ અથવા કવરનો ઉપયોગ કરો.

રિપેરિંગ.  iPhoneની સર્વિસ માત્ર પ્રશિક્ષિત ટેકનિશિયન પાસે કરાવવી જોઈએ. iPhone ડિસઅસેંબ્લિંગ કરવાથી તેને નુકસાન થઈ શકે છે, તેના પરિણામ સ્વરૂપે સ્પ્લેશ અને વૉટર રેસિસ્ટંસ (સપોર્ટેડ મૉડલ)ને ક્ષતિ થઈ શકે છે અથવા તમને ઈજા પહોંચાડી શકે છે. જો iPhone ખરાબ થયો હોય અથવા તેમા ખામી થઈ હોય તો સર્વિસ માટે તમારે Apple અથવા Appleના અધિકૃત સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવો જોઈએ. અપ્રશિક્ષિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા રિપેર અથવા નકલી Apple પાર્ટના ઉપયોગથી ડિવાઇસની સુરક્ષા અને કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. તમે રિપેર અને સર્વિસ વિષે વધુ માહિતી iPhone રિપેર વેબસાઇટ પર મેળવી શકો છો.

બૅટરી.  બૅટરીને થતા નુકસાનથી ઓવરહિટીંગ, આગ અથવા ઈજા થઈ શકતા હોવાથી તેનાથી બચવા માટે iPhoneની બૅટરીનું રિપેર કામ માત્ર પ્રશિક્ષિત ટેકનિશિયન પાસે કરાવવું જોઈએ. બૅટરીને ઘરગથ્થુ કચરાથી અલગ અને સ્થાનિક પર્યાવરણીય કાયદાઓ અને દિશાનિર્દેશો અનુસાર રીસાઇકલ કરવી જોઈએ અથવા તેનો નિકાલ કરવો જોઈએ. બૅટરીની સર્વિસ અને રીસાયક્લિંગ વિષે માહિતી માટે બૅટરી સર્વિસ અને રીસાયક્લિંગ વેબસાઇટ જુઓ.

લેસર.  iPhone 7 અને તેના પછીના વર્ઝનમાં પ્રૉક્સિમિટી સેંસર, TrueDepth કૅમેરા સિસ્ટમ અને LiDAR સ્કૅનરમાં એક અથવા વધુ લેસર હોય છે. જો ડિવાઇસને નુકસાન થયું હોય અથવા ખામી હોય તો સુરક્ષાના કારણોસર આ લેસર સિસ્ટમ અક્ષમ થઈ શકે છે. જો તમને તમારા iPhoneમાં લેસર સિસ્ટમ અક્ષમ થઈ હોવાની સૂચના મળે તો તમારે સર્વિસ માટે Apple અથવા Apple અધિકૃત સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવો જોઈએ. લેસર સિસ્ટમમાં અયોગ્ય રિપેર, ફેરફાર અથવા નકલી Apple ઘટકોનો ઉપયોગ સુરક્ષા મેકનિઝમને યોગ્ય રીતે કામ કરતા અટકાવી શકે છે અને જોખમી ઍક્સપોઝર અને આંખો અથવા ત્વચાને ઇજા પહોંચાડી શકે છે.

ધ્યાનભંગ.  અમુક સંજોગોમાં iPhoneનો ઉપયોગ કરવાથી તમારું ધ્યાનભંગ થઈ શકે છે અને તેનાથી ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ શકે છે (ઉદાહરણ તરીકે સાઇકલ ચલાવતી વખતે હેડફોનમાં સંગીત સાંભળવાનું ટાળો અને ડ્રાઇવિંગ કરતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઇપ કરવાનું ટાળો). મોબાઇલ ડિવાઇસ અથવા હેડફોનના ઉપયોગ પર પ્રતિબંધ અથવા નિષેધ મૂકતા નિયમોનું ધ્યાન રાખો. ડ્રાઇવિંગ કરતી વખતે સુરક્ષા વિષે વધુ જાણવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે iPhone દ્વારા ધ્યાન કેન્દ્રિત રાખો જુઓ.

નૅવિગેશન.  નકશો ઍપ ડેટા સેવાઓ પર આધાર રાખે છે. આ ડેટા સેવાઓમાં ફેરફાર થઈ શકે છે અને તે તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે જેના પરિણામે નકશો અને લોકેશન આધારિત માહિતી અનુપલબ્ધ, અચોક્કસ અથવા અપૂર્ણ હોઈ શકે છે. નકશો ઍપમાં આપેલી માહિતીની તમારી આસપાસના વાતાવરણ સાથે સરખામણી કરો. નૅવિગેટ કરતી વખતે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરો. કોઈ પણ વિસંગતતા દૂર કરવા માટે રસ્તાની વર્તમાન સ્થિતિ અને પોસ્ટ કરેલા ચિહ્નોનું હંમેશાં અવલોકન કરો. નકશો ઍપનાં કેટલાક ફીચર માટે લોકેશન સેવા જરૂરી છે.

ચાર્જ કરવો. iPhone ચાર્જ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

તમે USB 2.0 અથવા તેના પછીના વર્ઝન સાથે સુસંગત હોય અને દેશના લાગુ નિયમનો અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષા સ્ટૅન્ડર્ડનું પાલન કરતા “iPhone માટે બનાવેલા” અથવા અન્ય તૃતીય પક્ષ કેબલ અને પાવર અડૅપ્ટરથી પણ ચાર્જ કરી શકો છો. અન્ય ઍડપ્ટર લાગુ પડતા સુરક્ષા સ્ટૅન્ડર્ડને પૂર્ણ કરતા નથી અને આવા ઍડપ્ટરથી ચાર્જ કરવાથી મૃત્યુ અથવા ઈજાનું જોખમ ઊભું થઈ શકે છે.

ખરાબ કેબલ અથવા ચાર્જરનો ઉપયોગ કરવાથી અથવા ભેજ હોય ત્યારે ચાર્જ કરવાથી આગ લાગી શકે છે, વીજ કરંટ લાગી શકે છે, ઈજા થઈ શકે છે અથવા iPhone કે અન્ય પ્રૉપર્ટીને નુકસાન થઈ શકે છે. તમે iPhoneને ચાર્જ કરવા માટે ચાર્જિંગ કેબલ (સમાવિષ્ટ) અથવા વાયરલેસ ચાર્જર (અલગથી વેચવામાં આવે છે)નો ઉપયોગ કરો છો ત્યારે અડૅપ્ટરને પાવર આઉટલેટમાં પ્લગ કરો તે પહેલાં ખાતરી કરો કે તેનું USB કનેક્ટર સુસંગત પાવર અડૅપ્ટરમાં સંપૂર્ણ રીતે ઇંસર્ટ કરેલું છે. તમારા iPhone, પાવર અડૅપ્ટર અને કોઈ પણ વાયરલેસ ચાર્જરને ઉપયોગમાં લેતી વખતે અથવા ચાર્જ કરતી વખતે સારી રીતે હવાની અવરજવર થતી જગ્યામાં રાખો તે મહત્ત્વપૂર્ણ છે. વાયરલેસ ચાર્જરનો ઉપયોગ કરતી વખતે મેટૅલિક કેસ કાઢી નાખો અને ચાર્જર પર મેટૅલિક બાહ્ય ઑબજેક્ટ (ઉદાહરણ તરીકે ચાવીઓ, સિક્કાઓ, બૅટરી અથવા ઘરેણાં)ને મૂકવાનું ટાળો કારણ કે તે ગરમ થઈ શકે છે અથવા ચાર્જિંગમાં ખલેલ પહોંચાડી શકે છે.

ચાર્જિંગ કેબલ અને કનેક્ટર.  ચાર્જિંગ કેબલ પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલો હોય ત્યારે ચાર્જિંગ કેબલ અને કનેક્ટર સાથે લાંબા સમય સુધી ત્વચાનો સંપર્ક ટાળો કારણ કે તેનાથી અસ્વસ્થતા અથવા ઈજા થઈ શકે છે. ચાર્જિંગ કેબલ અથવા કનેક્ટર પર ઊંઘવાનું અથવા બેસવાનું ટાળવું જોઈએ.

લાંબા સમય સુધી ગરમીનું ઍક્સપોઝર.  iPhone અને Apple USB પાવર અડૅપ્ટર (અલગથી વેચવામાં આવે છે) લાગુ દેશના નિયમનો અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષા સ્ટૅન્ડર્ડ દ્વારા નિર્ધારિત જરૂરી સપાટીના તાપમાનની મર્યાદાનું પાલન કરે છે. જો કે આ મર્યાદાઓમાં રહીને પણ લાંબા સમય સુધી ગરમ સપાટીઓ સાથે સતત સંપર્ક રાખવાથી અસ્વસ્થતા અથવા ઈજા થઈ શકે છે. ડિવાઇસ, તેનું પાવર અડૅપ્ટર અથવા વાયરલેસ ચાર્જર જ્યારે લાંબા સમય સુધી પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલા હોય અથવા ઉપયોગમાં હોય ત્યારે તમારી ત્વચા તેમના સંપર્કમાં આવે તેવી પરિસ્થિતિથી બચવા માટે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે ડિવાઇસ, પાવર અડૅપ્ટર અથવા વાયરલેસ ચાર્જર પર ઊંઘશો નહિ અથવા જ્યારે તેમને પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલા હોય ત્યારે તમારી ચાદર, ઓશીકું અથવા શરીરની નીચે મૂકશો નહિ. તમારા iPhone, પાવર અડૅપ્ટર અને કોઈ પણ વાયરલેસ ચાર્જરને ઉપયોગમાં લેતી વખતે અથવા ચાર્જ કરતી વખતે સારી રીતે હવાની અવરજવર થતી જગ્યામાં રાખો. જો તમે શરીરની બહાર ગરમીની ઓળખ કરવાની તમારી ક્ષમતાને અસર કરે એવી શારીરિક સ્થિતિમાં છો તો વિશેષ કાળજી લો.

USB પાવર અડૅપ્ટર.  (અલગથી વેચવામાં આવે છે) Apple USB પાવર અડૅપ્ટરને સુરક્ષિત રીતે ચલાવવા અને ગરમીથી સંબંધિત ઈજા અથવા નુકસાનની શક્યતા ઓછી કરવા માટે પાવર અડૅપ્ટરને સીધું પાવર આઉટલેટમાં પ્લગ કરો. પાવર અડૅપ્ટરનો સિંક, બાથટબ અથવા શૉવર સ્ટોલની નજીક જેવા ભીના લોકેશન પર ઉપયોગ કરશો નહિ અને ભીના હાથથી પાવર અડૅપ્ટરને કનેક્ટ અથવા ડિસ્કનેક્ટ કરશો નહિ. જો નીચેનામાંથી કોઇ પણ પરિસ્થિતિ હોય તો પાવર અડૅપ્ટર અને કોઈ પણ કેબલનો ઉપયોગ કરવાનું બંધ કરી દો :

  • પાવર અડૅપ્ટર પ્લગ અથવા પ્રોંગ ખરાબ થઈ ગયા છે.

  • ચાર્જ કેબલ ઘસાઈ જાય અથવા કોઈ બીજી રીતે ખરાબ થઈ જાય છે.

  • પાવર અડૅપ્ટરમાં અતિશય ભેજ છે અથવા પાવર અડૅપ્ટરમાં પ્રવાહી જતું રહ્યું છે.

  • પાવર અડૅપ્ટર પડી ગયું હતું અને તેનું ઍનક્લોઝર ખરાબ થઈ ગયું છે.

Apple 20W USB-C પાવર અડૅપ્ટરનાં સ્પેસિફિકેશન :

  • ફ્રીકવંસિ : 50 થી 60 Hz, સિંગલ ફેઝ

  • લાઇન વોલ્ટેજ : 100 થી 240 V

  • આઉટપુટ પાવર : 5V/3A અથવા 9V2.2A

  • આઉટપુટ પોર્ટ : USB-C

Apple 18W USB-C પાવર અડૅપ્ટરનાં સ્પેસિફિકેશન :

  • ફ્રીકવંસિ : 50 થી 60 Hz, સિંગલ ફેઝ

  • લાઇન વોલ્ટેજ : 100 થી 240 V

  • આઉટપુટ પાવર : 5V/3A અથવા 9V/2A

  • આઉટપુટ પોર્ટ : USB-C

Apple 5W USB પાવર અડૅપ્ટરનાં સ્પેસિફિકેશન :

  • ફ્રીકવંસિ : 50 થી 60 Hz, સિંગલ ફેઝ

  • લાઇન વોલ્ટેજ : 100 થી 240 V

  • આઉટપુટ પાવર : 5V/1A

  • આઉટપુટ પોર્ટ : USB

શ્રવણશક્તિ ઓછી થવી.  ઉચ્ચ વૉલ્યૂમમાં સાઉંડ સાંભળવાથી તમારી શ્રવણશક્તિને નુકસાન થઈ શકે છે. બૅકગ્રાઉંડ નૉઇઝ અને ઉચ્ચ વૉલ્યૂમ લેવલના સતત ઍક્સપોઝરમાં રહેવાથી સાઉંડ વાસ્તવિક સાઉંડ કરતા વધુ ધીમો લાગી શકે છે. તમારા કાનમાં કંઈ પણ નાખતા પહેલાં ઑડિઓ પ્લેબૅક ચાલુ કરો અને વૉલ્યૂમ તપાસો. મહત્તમ વૉલ્યૂમ લિમિટ કેવી રીતે સેટ કરવી તેની માહિતી માટે જુઓ : iPhoneમાં આરોગ્ય ઍપમાં શ્રવણશક્તિનાં આરોગ્ય ફીચરનો ઉપયોગ કરો. શ્રવણશક્તિ ઓછી થવા વિષે વધુ માહિતી માટે સાઉંડ અને શ્રવણશક્તિ વેબસાઇટ જુઓ.

ચેતવણી : શ્રવણશક્તિના સંભવિત નુકસાનને રોકવા માટે લાંબા સમય સુધી ઉચ્ચ વૉલ્યૂમ લેવલ પર સાંભળશો નહિ.

રેડિઓ ફ્રીક્વંસિ ઍક્સપોઝર.  iPhone વાયરલેસ નેટવર્કથી કનેક્ટ થવા માટે રેડિઓ સિગ્નલનો ઉપયોગ કરે છે. રેડિઓ સિગ્નલથી પેદા થતી રેડિઓ ફ્રીક્વંસિ (RF) ઊર્જા વિષે માહિતી માટે અને ઍક્સપોઝરને ઓછું કરવા માટે તમે જે પગલાં લઈ શકો છો તેના માટે સેટિંગ્સ  > સામાન્ય > કાનૂની & નિયમનકારી > RF ઍક્સપોઝર પર જાઓ અથવા RF ઍક્સપોઝર વેબસાઇટ જુઓ.

રેડિઓ ફ્રીક્વંસિ દખલગીરી.  ઇલેક્ટ્રૉનિક ડિવાઇસના ઉપયોગ પર પ્રતિબંધ અથવા નિષેધ મૂકતા સંકેતો અને સૂચનાઓનું ધ્યાન રાખો. iPhoneની ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદનમાં રેડિઓ ફ્રીક્વંસિ ઉત્સર્જનને નિયંત્રિત કરતા નિયમોનું પાલન કરવામાં આવે છે તેમ છતાં iPhoneમાંથી થતા આવા ઉત્સર્જન અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણના સંચાલન પર નકારાત્મક અસર કરી શકે છે જેના કારણે તેમાં ખામી સર્જાઈ શકે છે. ઉપયોગ પ્રતિબંધિત હોય ત્યારે જેમ કે એરક્રાફ્ટમાં પ્રવાસ કરતી વખતે અથવા સત્તાધિકારીઓ દ્વારા આવું કરવા માટે કહેવામાં આવે ત્યારે iPhone બંધ કરો અથવા વિમાન મોડનો ઉપયોગ કરો અથવા iPhone વાયરલેસ ટ્રાંસમીટર બંધ કરવા માટે સેટિંગ્સ  > Wi-Fi અને સેટિંગ્સ > Bluetooth પર જાઓ.

મેડિકલ ડિવાઇસ દખલગીરી.  iPhone અને MagSafe ઍક્સેસરિમાં ચુંબકની સાથે-સાથે વિદ્યુતચુંબકીય ક્ષેત્ર ઉત્સર્જિત કરતા ઘટક અને/અથવા રેડિઓ પણ હોય છે. આ ચુંબક અને વિદ્યુતચુંબકીય ક્ષેત્ર મેડિકલ ડિવાઇસમાં દખલ કરી શકે છે.

તમારા મેડિકલ ડિવાઇસની વિશિષ્ટ માહિતી માટે અને તમારે તમારા મેડિકલ ડિવાઇસ અને iPhone અને MagSafe ઍક્સેસરિ વચ્ચે સુરક્ષિત અંતર જાળવવાની જરૂર છે કે નહિ તે જાણવા માટે તમારા ડૉક્ટર અને મેડિકલ ડિવાઇસ નિર્માતાનો સંપર્ક કરો. સંભવિત દખલગીરીને રોકવા માટે નિર્માતા ઘણીવાર વાયરલેસ અથવા ચુંબકીય પ્રૉડક્ટની આસપાસ તેમનાં ડિવાઇસના સુરક્ષિત ઉપયોગ વિષે ભલામણો આપે છે. જો તમને શંકા હોય કે iPhone અને MagSafe ઍક્સેસરિ તમારા મેડિકલ ડિવાઇસમાં દખલ કરી રહી છે તો આ પ્રૉડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરો.

ઇમ્પ્લાંટ કરેલા પેસમેકર અને ડિફિબ્રિલેટર જેવા મેડિકલ ડિવાઇસમાં એવા સેંસર હોઈ શકે છે જે ચુંબક અને રેડિઓ નજીકના સંપર્કમાં હોય ત્યારે તેને પ્રતિસાદ આપે છે. આ ડિવાઇસ સાથેના કોઈ પણ સંભવિત ઇંટરૅક્શનને ટાળવા માટે તમારા MagSafe સુસંગત iPhone મૉડલ અને MagSafe ઍક્સેસરિને તમારા ડિવાઇસથી સુરક્ષિત અંતર પર રાખો (6 ઇંચ/15 સેમીથી વધુ અથવા વાયરલેસ રીતે ચાર્જ કરતી વખતે 12 ઇંચ/30 સેમીથી વધુ પરંતુ ચોક્કસ નિર્દેશો માટે તમારા ડૉક્ટર અને તમારા ડિવાઇસ નિર્માતાનો સંપર્ક કરો).

મેડિકલ ડિવાઇસ નથી.  iPhone મેડિકલ ડિવાઇસ નથી અને તેનો ઉપયોગ વ્યવસાયિક મેડિકલ નિર્ણયના વિકલ્પ તરીકે થવો જોઈએ નહિ. રોગ અથવા અન્ય પરિસ્થિતિઓના નિદાનમાં અથવા કોઈ પરિસ્થિતિ અથવા રોગના ઉપચાર, શમન, સારવાર અથવા નિવારણમાં ઉપયોગ કરવા માટે તે ડિઝાઇન કરવામાં આવ્યો નથી અથવા તે હેતુ માટે નથી. આરોગ્ય સંબંધિત કોઈ નિર્ણય લેવા માટે તમારા હેલ્થકેર પ્રોવાઇડરની સલાહ લો.

તબીબી પરિસ્થિતિ.  જો તમારી કોઈ તબીબી પરિસ્થિતિ હોય અથવા iPhone કે ફ્લૅશિંગ લાઇટથી તેમને અસર થઈ શકે એવા લક્ષણો તમને અનુભવાય (ઉદાહરણ તરીકે આંચકો, બ્લેકઆઉટ, આંખનું તાણ અથવા માથાનો દુખાવો) તો iPhoneનો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.

વિસ્ફોટક અને અન્ય પર્યાવરણીય પરિસ્થિતિ.  હવામાં જ્વલનશીલ રસાયણો, વરાળ અથવા રજકણ (જેમ કે અનાજ, ધૂળ અથવા ધાતુના પાઉડર)નું ઉચ્ચ પ્રમાણ હોય તેવા સંભવિત વિસ્ફોટક પર્યાવરણવાળા કોઈ પણ વિસ્તારમાં iPhoneને ચાર્જ કરવો અથવા તેનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે. હીલિયમ જેવા બાષ્પીભવન થતા પ્રવાહીકૃત વાયુઓ સહિત ઔદ્યોગિક રસાયણોની ઊંચી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં iPhoneનો ઉપયોગ કરવાથી iPhoneની કાર્યક્ષમતાને નુકસાન પહોંચી શકે છે અથવા ખામી આવી શકે છે. તમામ સંકેત અને સૂચનાઓનું પાલન કરો.

પુનરાવર્તિત ગતિ.  તમે iPhoneમાં ટાઇપ કરવા, સ્વાઇપ કરવા અથવા ગેમ રમવા જેવી પુનરાવર્તિત ઍક્ટિવિટી કરો છો ત્યારે તમને તમારી આંગળી, હાથ, કાંડા, ખભા, ગરદન અથવા શરીરના અન્ય ભાગોમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. જો તમે અસ્વસ્થતા અનુભવો છો તો iPhoneનો ઉપયોગ કરવાનું બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો.

ગંભીર પરિણામવાળી ઍક્ટિવિટી.  આ ડિવાઇસનો ઉપયોગ એવા હેતુ માટે નથી કે જ્યાં ડિવાઇસની નિષ્ફળતાને કારણે મૃત્યુ થઈ શકે, વ્યક્તિગત ઈજા થઈ શકે અથવા પર્યાવરણને ગંભીર નુકસાન થઈ શકે.

શ્વાસ રૂંધાવાનું જોખમ.  અમુક iPhone ઍક્સેસરિ નાના બાળકો માટે શ્વાસ રૂંધાવાનું જોખમ રજૂ કરી શકે છે. આ ઍક્સેસરિને નાના બાળકોથી દૂર રાખો.

ઑસ્ટ્રેલિયાના ગ્રાહકો માટે ઑનલાઇન સુરક્ષા રિસોર્સ વેબસાઇટ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.