આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં આરોગ્ય ઍપમાં તમારા આરોગ્યની વિગતો ભરો

તમારા અનુભવને પર્સનલાઇઝ બનાવવા માટે આરોગ્યની વિગતોમાં તમારું નામ, જન્મ તારીખ, લિંગ અને અન્ય સામાન્ય માહિતી ઉમેરો. જ્યારે તમારે કોઈ તબીબી કટોકટીનો સામનો કરવો પડે ત્યારે સહાયકર્તાઓ અને અન્ય લોકોને મદદ મળી શકે તે માટે તબીબી પરિસ્થિતિઓ, દવાઓ, એલર્જી, લોહીનો પ્રકાર, આપાતકાલીન સંપર્કો વગેરે વિષેની માહિતી ધરાવતું મેડિકલ ID બનાવો. આરોગ્ય ઍપની મદદથી તમારા આરોગ્યને વધુ સારી રીતે મૅનેજ કરવા માટે સમયાંતરે આરોગ્ય ચેકલિસ્ટ રિવ્યૂ કરો.

આરોગ્યની વિગતોવાળી સ્ક્રીનમાં વિગતો ભરો

જ્યારે તમે પહેલીવાર આરોગ્ય ઍપને ખોલો છો ત્યારે તમને તમારા આરોગ્ય વિષેની સામાન્ય માહિતી આપવાનું કહેવામાં આવે છે. જો તમે વિનંતી કરેલી તમામ માહિતી ન આપતા હોવ તો તેને પછીથી આરોગ્યની વિગતોની સ્ક્રીન પર ઉમેરી શકો છો.

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. ઉપર જમણી બાજુએ તમારા ફોટો અથવા પ્રથમાક્ષર પર ટૅપ કરો.

    જો તમને તમારો ફોટો અથવા પ્રથમાક્ષર દેખાતા ન હોય તો સ્ક્રીનમાં નીચે “સારાંશ” અથવા “બ્રાઉઝ” પર ટૅપ કરો પછી સ્ક્રીનમાં ઉપર સુધી સ્ક્રોલ કરો.

  3. આરોગ્યની વિગતો પર ટૅપ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

    આરોગ્યની વિગતોની સ્ક્રીનમાં નામ, જન્મ તારીખ, લોહીનો પ્રકાર અને અન્ય માહિતી માટેનાં ફીલ્ડ સામેલ છે.
  4. ફેરફાર કરવા માટે ફીલ્ડ પર ટૅપ કરો.

  5. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે ”પૂર્ણ” પર ટૅપ કરો.

મેડિકલ ID બનાવો

તમારો iPhone લૉક હોય ત્યારે પણ સહાયકર્તાઓ અને અન્ય લોકો તમારા મેડિકલ IDમાં તમારા વિષેની મહત્ત્વપૂર્ણ તબીબી માહિતી જોઈ શકે છે. જુઓ : તમારું મેડિકલ ID સેટ અપ કરો અને જુઓ.

જન્મ તારીખ, દવાઓ, એલર્જી, આપાતકાલીન સંપર્કો અને તબીબી પરિસ્થિતિઓ સહિતની માહિતી ધરાવતી મેડિકલ ID સ્ક્રીન.

તમારી આરોગ્ય ચેકલિસ્ટને રિવ્યૂ કરો

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. ઉપર જમણી બાજુએ તમારા ફોટો અથવા પ્રથમાક્ષર પર ટૅપ કરો.

    જો તમને તમારો ફોટો અથવા પ્રથમાક્ષર દેખાતા ન હોય તો સ્ક્રીનમાં નીચે “સારાંશ” અથવા “બ્રાઉઝ” પર ટૅપ કરો પછી સ્ક્રીનમાં ઉપર સુધી સ્ક્રોલ કરો.

  3. આરોગ્ય ચેકલિસ્ટ પર ટૅપ કરો.

  4. યાદીની આઇટમ વિષે વધુ જાણવા અથવા ચાલુ કરવા માટે તેના પર ટૅપ કરો.

  5. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે ”પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.