આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPad અને Mac પર ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજને અનુમતિ આપવા માટે iPhoneનો ઉપયોગ કરો

તમે તમારા iPhoneમાંથી ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજને તમારા iPad અથવા Macમાં રિલે કરી શકો છો જેથી તમે કોઈ પણ ડિવાઇસમાં હોવ તો પણ સરળતાથી સંપર્કમાં રહી શકો.

તમારા iPad, Mac અથવા બીજા iPhoneથી ફોન કૉલ અથવા મેસેજ કરવા અને પ્રાપ્ત કરવા માટે તમારા iPhoneનો ઉપયોગ કરો.

નોટ : મોબાઇલ સર્વિસ ચાર્જ લાગુ થઈ શકે છે. Wi-Fi કૉલિંગ તમામ નેટવર્ક પ્રોવાઇડર તરફથી ઉપલબ્ધ નથી.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

તમારાં અન્ય ડિવાઇસ પર ફોન કૉલની અનુમતિ આપવા માટે તમારા iPhoneને સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > મોબાઇલ સર્વિસ પર જાઓ.

    નોટ : જો તમારા iPhoneમાં ડ્યૂઅલ SIM હોય તો (SIMની નીચે) લાઇન પસંદ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “અન્ય ડિવાઇસ પર કૉલ” પર ટૅપ કરો, “અન્ય ડિવાઇસ પર કૉલને અનુમતિ આપો” ચાલુ કરો પછી તમે જે ડિવાઇસને કૉલ કરવા અને પ્રાપ્ત કરવાની અનુમતિ આપવા માંગો છો તે ડિવાઇસને પસંદ કરો.

      તમે પસંદ કરેલાં ડિવાઇસ જ્યારે તમારા iPhoneની નજીક હોય, Wi-Fiથી કનેક્ટ હોય અને એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય ત્યારે કૉલ કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે છે.

    • Wi-Fi કૉલિંગ પર ટૅપ કરો, આ iPhone પર Wi-Fi કૉલિંગ ચાલુ કરો અને પછી “અન્ય ડિવાઇસ માટે Wi-Fi કૉલિંગ ઉમેરો” ચાલુ કરો.

      અન્ય ડિવાઇસ જ્યાં સુધી એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન થયેલાં હોય ત્યાં સુધી તમારા iPhoneની નજીક ન હોય તો પણ Wi-Fi પર કૉલ કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે છે.

  3. તમારાં અન્ય ડિવાઇસ પર નીચે પ્રમાણે કરો :

    • તમારા iPad અથવા બીજા iPhone પર : સેટિંગ્સ > ઍપ્સ > FaceTime પર જાઓ પછી અન્ય ડિવાઇસ પર “કૉલને અનુમતિ આપો” ચાલુ કરો.

    • તમારા Mac પર : FaceTime ખોલો, FaceTime > સેટિંગ્સ પસંદ કરો પછી iPhone પરથી કૉલ સિલેક્ટ કરો. જો Wi-Fi કૉલિંગ માટે અપગ્રેડ બટન દેખાય તો તેને ક્લિક કરો અને પછી સૂચનાઓનું પાલન કરો.

    નોટ : જો તમે Wi-Fi કૉલિંગ ચાલુ કરેલું હોય તો Wi-Fi દ્વારા આપાતકાલીન કૉલ કરી શકાય છે તેમજ તમારા ડિવાઇસના લોકેશનની માહિતીનો ઉપયોગ આપાતકાલીન કૉલ માટે કરી શકાય છે જેથી તમે લોકેશન સેવા સક્ષમ ન કરો તો પણ રિસ્પૉન્સના પ્રયાસોમાં મદદ કરી શકાય. Wi-Fi કૉલિંગ માટે સાઇન અપ કરતી વખતે અમુક નેટવર્ક પ્રોવાઇડર તમારા લોકેશન તરીકે નેટવર્ક પ્રોવાઇડર સાથે તમે રજિસ્ટર કરાવેલા સરનામાનો ઉપયોગ કરી શકે છે.

તમારા iPad અથવા Mac પર ફોન કૉલ કરો અથવા પ્રાપ્ત કરો

તમે તમારા iPhoneમાં તમારાં અન્ય ડિવાઇસમાં કૉલ પ્રાપ્ત કરવાનું સેટ અપ કરી લો તે પછી તમારા iPad અને Macથી ફોન કૉલ કરી શકો અને પ્રાપ્ત કરી શકો છો.

  • કૉલ કરવા માટે : તમારા iPad અથવા Mac પર સંપર્ક, કૅલેંડર, FaceTime, મેસેજ, સર્ચ અથવા Safariમાં ફોન નંબર પર ટૅપ અથવા ક્લિક કરો. અથવા FaceTime ખોલો, “નવા FaceTime” પર ટૅપ અથવા ક્લિક કરો પછી સંપર્ક અથવા ફોન નંબર એંટર કરો.

    જો તમે બીજા ડિવાઇસને તમારા ડ્યૂઅલ SIM સાથેના iPhone પર રિલે કરીને તેમાંથી કૉલ કરો તો તમારી ડિફૉલ્ટ વૉઇસ લાઇનનો ઉપયોગ કરીને કૉલ કરવામાં આવે છે.

  • કૉલ પ્રાપ્ત કરવા માટે : તમારા iPad અથવા Mac પર કૉલનો જવાબ આપવા અથવા અવગણવા માટે સૂચના પર સ્વાઇપ કરો, ટૅપ કરો અથવા ક્લિક કરો.

તમારા iPad પર ફોન કૉલ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે

જો તમે હવેથી તમારા iPad પર ફોન કૉલ પ્રાપ્ત કરવા માંગતા ન હોવ તો તમે તમારા iPhone પર વિકલ્પ બંધ કરી શકો છો.

  1. તમારા iPhone પર સેટિંગ્સ > ઍપ્સ > FaceTime પર જાઓ.

  2. “અન્ય ડિવાઇસ પર કૉલની અનુમતિ આપો” બંધ કરો.

તમારા Mac પર ફોન કૉલ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે

જો તમે હવેથી તમારા Mac પર ફોન કૉલ પ્રાપ્ત કરવા માંગતા ન હોવ તો તમે iPhone પરથી આવતા કૉલને બંધ કરી શકો છો.

  1. તમારા Mac પર FaceTime ઍપ પર જાઓ.

  2. FaceTime > સેટિંગ્સ પસંદ કરો પછી સામાન્ય પર ક્લિક કરો.

  3. iPhoneથી આવતા કૉલ બંધ કરો.

જો તમે હવેથી તમારા Mac પર FaceTime કૉલ પ્રાપ્ત કરવા માંગતા ન હોવ તો તમારે FaceTimeમાંથી સાઇન આઉટ કરવાની જરૂર છે. જુઓ : Mac પર FaceTimeમાં સાઇન ઇન અથવા સાઇન આઉટ કરો.

તમારા iPad અથવા Mac પર મેસેજ મોકલો અને પ્રાપ્ત કરો

તમે તમારા iPad અથવા Macથી iMessage અને SMS/RCS/MMS મેસેજ જેવા બંને પ્રકારના મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકો છો. iMessage અને SMS/RCS/MMS મેસેજ સંબંધી વધુ માહિતી માટે જુઓ : iMessage, RCS અને SMS/MMS વચ્ચે શું તફાવત છે?

iPad પર iMessage મોકલવા અને પ્રાપ્ત કરવા માટે iPad પર iMessage સેટ અપ કરો જુઓ. Mac પર iMessage મોકલવા અને પ્રાપ્ત કરવા માટે Mac પર iMessage સેટ અપ કરો જુઓ.

તમારા iPad અને Mac પર SMS/RCS/MMS મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે જુઓ : તમારાં તમામ Apple ડિવાઇસ પર તમારા મેસેજ ઍક્સેસ કરો.

જો તમારા iPad અને Macમાં ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજ કામ કરી રહ્યું ન હોય તો

તમારા iPad અથવા Macમાં ફોન કૉલ કરવા અને પ્રાપ્ત કરવા ઉપરાંત તમે FaceTime કૉલને એક ડિવાઇસથી બીજા ડિવાઇસમાં ટ્રાંસફર કરવા માટે પણ Handoffનો ઉપયોગ કરી શકો છો. iPad માટે FaceTime કૉલને તમારા iPadમાંથી તમારાં અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો અને Mac માટે FaceTime કૉલને બીજા ડિવાઇસ પર મુવ કરો પર જાઓ.

Wi-Fi કૉલ વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ Wi-Fi કૉલિંગથી કૉલ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.