આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર સંપર્કમાં અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો

સંપર્ક ઍપમાં તમે iCloud, Microsoft Exchange, Google અને Yahoo જેવાં ઘણાં અકાઉંટ ઉમેરી શકો છો. તમે ડિફૉલ્ટ અકાઉંટ પસંદ કરી શકો છો, LDAP અથવા CardDAV અકાઉંટ સેટ અપ કરી શકો છો, અકાઉંટ બતાવી અથવા છુપાવી શકો છો અને અકાઉંટ ડિલીટ કરી શકો છો.

તમારા iCloudના સંપર્ક ઉમેરવા માટે

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જાઓ.

  2. iCloudમાં સેવ કરેલની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો અને પછી “સંપર્ક” ચાલુ કરો.

અન્ય અકાઉંટમાંથી તમારા સંપર્ક ઉમેરવા માટે

તમે Microsoft Exchange, Google અને Yahoo જેવાં અન્ય અકાઉંટમાં તમારા સંપર્કને મૅનેજ કરવા માટે સંપર્ક ઍપનો ઉપયોગ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > સંપર્ક પર જાઓ.

  2. “સંપર્કનું અકાઉંટ” પર ટૅપ કરો અને પછી “અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.

  3. અકાઉંટ પસંદ કરીને સાઇન ઇન કરો અને પછી “સંપર્ક” ચાલુ કરો.

સંપર્ક પ્રદાતા ઍપ્સમાંથી સંપર્ક ઉમેરવા માટે

તમે તૃતીય પક્ષની ઍપ્સને સંપર્ક ઍપમાં સંપર્ક ઉમેરવા માટેની અનુમતિ આપી શકો છો. સંપર્કને તૃતીય પક્ષ દ્વારા મૅનેજ કરવામાં આવે છે અને સંપર્ક ઍપમાં સંપાદિત કરી શકાતા નથી.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > સંપર્ક પર જાઓ.

  2. “પ્રદાતા” પર ટૅપ કરીને પછી ઍપ માટે વિકલ્પ ચાલુ કરો.

તમારું ડિફૉલ્ટ અકાઉંટ પસંદ કરવા માટે

તમે ડિફૉલ્ટ અકાઉંટ સિલેક્ટ કરી શકો છો જેમાં ઑટોમૅટિક રીતે નવા સંપર્ક ઉમેરવામાં આવે છે.

  1. સેટિંગ્સ > ઍપ્સ > સંપર્ક પર જાઓ.

  2. “ડિફૉલ્ટ અકાઉંટ” પર ટૅપ કરો અને પછી તમે જે અકાઉંટને ડિફૉલ્ટ તરીકે રાખવા માંગો છો તેના પર ટૅપ કરો.

વ્યાપાર અથવા સ્કૂલ ડિરેક્ટરિને ઍક્સેસ કરવા LDAP અથવા CardDAV અકાઉંટ સેટ અપ કરવા માટે

  1. સેટિંગ્સ  > ઍપ્સ > સંપર્ક પર જાઓ.

  2. “સંપર્કનું અકાઉંટ” પર ટૅપ કરો અને પછી “અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.

  3. “અન્ય” પર ટૅપ કરો અને પછી “LDAP અકાઉંટ અથવા CardDAV અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.

  4. અકાઉંટની માહિતી એંટર કરો.

સંપર્ક સૂચી બતાવવા અથવા છુપાવવા માટે

  1. તમારા iPhoneમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. “સૂચી” પર ટૅપ કરીને “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી તમે જે સૂચી જોવા માંગો છો તે સિલેક્ટ કરો.

    જ્યારે તમારી પાસે સંપર્કના એકથી વધુ સોર્સ હોય ત્યારે જ આ બટન દેખાય છે.

સંપર્ક અકાઉંટ કાઢી નાખવા માટે

જ્યારે તમે કોઈ અકાઉંટ કાઢી નાખો છો ત્યારે તે અકાઉંટના સંપર્ક હવેથી તમારા iPhoneમાં દેખાશે નહિ. સંપર્ક તમારા ઇંટરનેટ અકાઉંટમાં (ઉદાહરણ તરીકે iCloud.com અથવા Google) અને તમે પહેલાંથી સેટ અપ કરેલાં કોઈ પણ અન્ય ડિવાઇસમાં રહે છે.

  • અકાઉંટનો ઉપયોગ કરવાનું ટેંપરરી બંધ કરવા માટે : સેટિંગ્સ  > ઍપ્સ > સંપર્ક > સંપર્ક અકાઉંટ પર જાઓ અને પછી “અકાઉંટ” પર ટૅપ કરીને “સંપર્ક” બંધ કરો.

    તમારા iPhoneમાં તે અકાઉંટના સંપર્ક ફરી જોવા માટે “સંપર્ક” ચાલુ કરો.

  • અકાઉંટ ડિલીટ કરવા માટે : સેટિંગ્સ  > ઍપ્સ > સંપર્ક > સંપર્ક અકાઉંટ પર જાઓ અને પછી “અકાઉંટ” પર ટૅપ કરીને “સાઇન આઉટ” (iCloud અકાઉંટ માટે) પર અથવા “અકાઉંટ ડિલીટ કરો” (અન્ય અકાઉંટ માટે) પર ટૅપ કરો.

    જો તમને “સાઇન આઉટ કરો” અથવા “અકાઉંટ ડિલીટ કરો” ન દેખાય તો તમારું અકાઉંટ તમારી ઑર્ગનાઇઝેશન દ્વારા મૅનેજ કરવામાં આવતું હોઈ શકે છે. કાઢી નાખવાની સૂચનાઓ માટે ઍડમિનિસ્ટ્રેટર જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.