આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં લોકેશનને પિનથી અંકિત કરો

તમે સ્થળને અંકિત કરવા માટે પિનનો ઉપયોગ કરી શકો છો જેથી તમે પછીથી તે લોકેશન વધુ સરળતાથી શોધી શકો.

પાર્કમાં ડ્રૉપ કરેલી પિન દર્શાવતો નકશો. તેની નીચે પિન માટેનાં દિશા નિર્દેશન મેળવવા, તેની આસપાસનું ક્ષેત્ર ડાઉનલોડ કરવા અથવા તેને મુવ કરવા માટેનાં બટન છે.

પિન ડ્રૉપ કરવા માટે

તમે બીજા કોઈ સાથે લોકેશન શેર કરવા માટે અથવા નકશા પર પહેલાંથી અંકિત ન હોવ તેવા લોકેશન પર તમારો રૂટ શરૂ અથવા સમાપ્ત કરવા માટે પિન ડ્રૉપ કરી શકો છો. તમે પિનને લાઇબ્રેરીમાં સેવ ન કરો ત્યાં સુધી એક સમયે માત્ર એક જ પિન દેખાય છે.

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. પિન માર્કર દેખાતું નથી ત્યાં સુધી નકશાને ટચ કરીને હોલ્ડ કરો.

    લોકેશન સુધારવા માટે “મુવ કરો” પર ટૅપ કરીને પછી નકશાને ડ્રૅગ કરો.

  3. “પિન” પર ટૅપ કરો. પિન સાથે ઘણાં સ્થળોને અંકિત કરવા માટે દરેક પિનને ડ્રૉપ કરતાની સાથે સેવ કરો.

પિનનાં દિશા નિર્દેશનો મેળવવા માટે પિન પર ટૅપ કરીને પછી દિશા નિર્દેશનો બટન પર ટૅપ કરો.

ટિપ : તમારી પાસે નકશો ઍપ ખુલ્લી ન હોય ત્યારે તમારા વર્તમાન લોકેશનની નોટ લેવા માટે હોમ સ્ક્રીનમાં નકશો આઇકનને ટચ અને હોલ્ડ કરીને પછી “મારું લોકેશન અંકિત કરો” પસંદ કરો. જુઓ : ઝડપી ઍક્શન કરો.

પિન શેર કરવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પિન માર્કર દેખાતું નથી ત્યાં સુધી નકશાને ટચ કરીને હોલ્ડ કરો.

    • લાઇબ્રેરીની નીચે “સ્થળ” બટન પર ટૅપ કરો અને “પિન કરેલા” પર ટૅપ કરીને પછી “પિન” પર ટૅપ કરો.

  3. “શેર કરો” બટન (કાર્ડમાં ઉપર) પર ટૅપ કરીને પછી તેને શેર કરવાની રીત પસંદ કરો.

પિનના અક્ષાંશ અને રેખાંશ મેળવવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે “સ્થળ” બટન પર ટૅપ કરો અને “પિન કરેલા” પર ટૅપ કરીને પછી “પિન” પર ટૅપ કરો.

  3. નિર્દેશાંક (વિગતોની નીચે) સુધી સ્વાઇપ કરો.

  4. નિર્દેશાંકને ટચ અને હોલ્ડ કરીને પછી “કૉપિ કરો” પર ટૅપ કરો.

તમારા સેવ કરેલા પિન જોવા માટે

તમે નકશો ઍપ ખોલો ત્યારે તમારી લાઇબ્રેરીમાં આઇકનની હરોળમાં પિન દેખાય છે.

નકશો ઍપની હોમ સ્ક્રીનમાં “ઉમેરો” બટનની સાથે લાઇબ્રેરીમાં ઘણાં પિન દર્શાવવામાં આવી રહ્યાં છે.

પિન સંપાદિત કરવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે “સ્થળ” બટન પર ટૅપ કરીને પછી “પિન કરેલા” પર ટૅપ કરો.

  3. “માહિતી” બટન પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પિનનું નામ બદલો : લેબલ ફીલ્ડમાં ટૅપ કરો.

    • તેને તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલના સરનામે અસાઇન કરો : પ્રકાર નીચે વિકલ્પ પસંદ કરો.

    • પિનનું લોકેશન બદલો : “નકશા પર લોકેશન સુધારો” પર ટૅપ કરો.

નોટ : જો તમને “મારું કાર્ડ”માં નકશો ઍપ સિંક કરવાનું પ્રૉમ્પ્ટ થયા પછી તમે તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું બદલો તો તમારે તમારું સરનામું “નકશો” અને “સંપર્ક” બંનેમાં અપડેટ કરવાની જરૂર પડી શકે છે. જુઓ : પિનને તમારી લાઇબ્રેરીમાં ઉમેરવા માટે અને મારું કાર્ડ પૂર્ણ કરવા અથવા સંપાદિત કરવા માટે.

પિન કાઢી નાખવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે “સ્થળ” બટન પર ટૅપ કરીને પછી “પિન કરેલા” પર ટૅપ કરો.

  3. પિન કરેલા લોકેશન પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

નકશા પર ડ્રૉપ કરેલા પિનને ડિલીટ કરવા માટે માર્કરને ટચ અને હોલ્ડ કરીને પછી “પિન કાઢી નાખો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.