આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Image Playground દ્વારા મૂળ ઇમેજ બનાવો

Image Playground ઍપમાં તમે તમારી ફોટો લાઇબ્રેરીના કૉન્સેપ્ટ, ટેક્સ્ટ વર્ણન અને લોકોને ભેગા કરીને અમુક સેકંડમાં જ ઇમેજ બનાવવા માટે Apple Intelligence*નો ઉપયોગ કરી શકો શકો છો. તમે મેસેજ, Freeform વગેરેમાં ઇમેજ બનાવવા માટે પણ Image Playgroundનો ઉપયોગ કરી શકો છો.

નોટ : iPhoneનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં Apple Intelligence ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

સનગ્લાસ પહેરેલા કૂતરાની બનાવેલી ઇમેજ બતાવતી Image Playground ઍપ વિંડો.

ઇમેજ બનાવો

તમે મૂળ ઇમેજ બનાવવા માટે મહત્તમ છ એલિમેંટ ભેગા કરી શકો છો.

  1. તમારા iPhoneમાં Image Playground ઍપ પર જાઓ.

  2. “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કૉન્સેપ્ટમાંથી ઇમેજ બનાવવા માટે : કૉન્સેપ્ટ પર ટૅપ કરો—થીમ, કૉસ્ટ્યૂમ, ઍક્સેસરિ અથવા સ્થળ.

    • વર્ણન પરથી ઇમેજ બનાવવા માટે : “ઇમેજનું વર્ણન કરો” પર ટૅપ કરો, વર્ણન એંટર કરો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

    • વ્યક્તિની ઇમેજ બનાવવા માટે : “વ્યક્તિ” બટન પર ટૅપ કરો પછી તમારી ફોટો લાઇબ્રેરીમાંથી વ્યક્તિ પસંદ કરો.

      ફોટોસમાંથી વ્યક્તિને ઉમેરવા માટે તમારે તેમને ફોટોસ ઍપમાં નામ આપવાની જરૂર પડે છે. જુઓ : ફોટોસમાં લોકો અને પાળતું પ્રાણીઓને શોધો અને તેમને નામ આપો. જો તમે જે ઇમેજનો ઉપયોગ કરો છો તેનાથી અલગ ટેક્સ્ટ વર્ણન પ્રદાન કરો—ઉદાહરણ તરીકે, ફોટોસમાંનું નામ તમારા વર્ણનમાંના નામ સાથે મૅચ થતું નથી—તો તમારી ઇમેજને ટેક્સ્ટ વર્ણનને બદલે તમે સિલેક્ટ કરેલા ફોટોના આધારે પર્સનલાઇઝ કરવામાં આવે છે.

      ટિપ : તમે તમારી લાઇબ્રેરીમાંથી ફોટોનો ઉપયોગ કર્યા વગર પણ વ્યક્તિની ઇમેજ બનાવી શકો છો. “વ્યક્તિ” બટન પર ટૅપ કરો, દેખાવ પર ટૅપ કરો પછી દેખાવ સેટિંગ પસંદ કરો.

    • પાળતું પ્રાણી, પ્રકૃતિ અથવા ભોજન જેવા ફોટો પર આધારિત ઇમેજ બનાવો : “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી “ફોટો પસંદ કરો“ અથવા “ફોટો લો“ પર ટૅપ કરો.

    • ઇમેજની શૈલી બદલવા : “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી ઍનિમેશન, ચિત્ર અથવા સ્કેચ પર ટૅપ કરો.

      નોટ : ઇમેજની શૈલી બદલવાથી પ્રિવ્યૂનો નવો સેટ બને છે.

  3. ઇમેજની વિવિધતા જોવા માટે પ્રિવ્યૂ બબલ પર ટૅપ કરો પછી ડાબે સ્વાઇપ કરો.

  4. જ્યારે તમે તમારી ઇમેજથી ખુશ હોવ ત્યારે તેને તમારી ગૅલરીમાં સેવ કરવા માટે ઉપરના જમણા ખૂણામાં ”પૂર્ણ” પર ટૅપ કરો.

    તમારી ગૅલરીમાં ઇમેજ જોવા માટે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

ટિપ : ઇમેજને રેટ કરવા માટે “થમ્સ અપ” બટન અથવા “થમ્સ ડાઉન” બટન પર ટૅપ કરો. તમારું રેટિંગ Image Playgroundનો અનુભવ સુધારવામાં મદદ કરે છે.

Image Playground ઍપનો ઉપયોગ કરવા ઉપરાંત તમે Freeform અને મેસેજ જેવી ઍપમાં મૂળ ઇમેજ બનાવવા માટે પણ Image Playground ફીચરનો ઉપયોગ કરી શકો છો. જુઓ : મેસેજમાં મૂળ ઇમેજ બનાવો અને મોકલો અને Freeformમાં મૂળ ઇમેજ બનાવો.

તમારી ઇમેજ સંપાદિત કરો અથવા સુધારો

  1. તમારા iPhoneમાં Image Playground ઍપ પર જાઓ.

  2. ગૅલરીમાં ઇમેજ પર ટૅપ કરો પછી સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કૉન્સેપ્ટ ઉમેરવા : સૂચવેલા કૉન્સેપ્ટ પર ટૅપ કરો.

      તમે “વધુ બતાવો” પર પણ ટૅપ કરી શકો છો પછી થીમ, કૉસ્ટ્યૂમ, ઍક્સેસરિ અને જ્ગ્યા જોવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો.

    • વર્ણન ઉમેરવા : “ઇમેજનું વર્ણન કરો” ફીલ્ડ પર ટૅપ કરો, વર્ણન એંટર કરો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

    • વ્યક્તિની ઇમેજ ઉમેરવા : “વ્યક્તિ” બટન પર ટૅપ કરો પછી તમારી ફોટો લાઇબ્રેરીમાંથી વ્યક્તિ પસંદ કરો.

      ફોટોસમાંથી વ્યક્તિને ઉમેરવા માટે તમારે તેમને ફોટોસ ઍપમાં નામ આપવાની જરૂર પડે છે. જુઓ : ફોટોસમાં લોકો અને પાળતું પ્રાણીઓને શોધો અને તેમને નામ આપો. જો તમે જે ઇમેજનો ઉપયોગ કરો છો તેનાથી અલગ વર્ણન પ્રદાન કરો, જેમ કે કોઈ અન્ય વ્યક્તિનું નામ—ત્યારે તમારી ઇમેજને ટેક્સ્ટ વર્ણનને બદલે તમે સિલેક્ટ કરેલા ફોટાના આધારે પર્સનલાઇઝ કરવામાં આવે છે.

      ટિપ : તમે તમારી લાઇબ્રેરીમાંથી ફોટોનો ઉપયોગ કર્યા વગર પણ વ્યક્તિની ઇમેજ ઉમેરી શકો છો. “વ્યક્તિ” બટન પર ટૅપ કરો, દેખાવ પર ટૅપ કરો, સ્કીન ટોન અને દેખાવનું સેટિંગ પસંદ કરો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

    • વ્યક્તિની ઇમેજ સંપાદિત કરવા માટે : જો તમે પહેલાંથી જ કોઈ વ્યક્તિને ઉમેર્યા હોય અને ઇમેજ બદલવા માંગતા હોવ તો “વ્યક્તિ” બટન પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરો, નવો આરંભ પૉઇંટ પસંદ કરો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

      દેખાવ બદલવા માટે “વ્યક્તિ” બટન પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરો, ઍડજસ્ટ કરો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

    • ફોટો લેવા અથવા તમારી લાઇબ્રેરીમાંથી ફોટો પસંદ કરવા : “ઉમેરો” બટન પર ટૅપ કરો પછી “ફોટો લો“ અથવા “ફોટો પસંદ કરો“ પર ટૅપ કરો.

    • ઇમેજની શૈલી બદલવા : શૈલી પર ટૅપ કરો પછી ઍનિમેશન, ચિત્ર અથવા સ્કેચ પર ટૅપ કરો.

      નોટ : ઇમેજની શૈલી બદલવાથી પ્રિવ્યૂનો નવો સેટ બને છે.

    • કૉન્સેપ્ટ કાઢી નાખવા : “માઇનસ” બટન પર ટૅપ કરો.

  4. તમે પૂરું કરી લો ત્યારે “પૂર્ણ” પર ટૅપ કરો પછી “સેવ કરો” અથવા “ડ્યૂપ્લિકેટ તરીકે સેવ કરો” પર ટૅપ કરો.

    તમારી ગૅલેરી પર પાછા આવવા માટે “બહાર નીકળો” બટન પર ટૅપ કરો.

ઇમેજ કૉપિ કરો, શેર કરો અથવા સેવ કરો

  1. તમારા iPhoneમાં Image Playground ઍપ પર જાઓ.

  2. સેવ કરેલી ઇમેજ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારી ઇમેજ કૉપિ કરવા અથવા ડ્યૂપ્લિકેટ બનાવવા : “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો પછી કૉપિ કરો અથવા ડ્યૂપ્લિકેટ બનાવો પર ટૅપ કરો.

    • તમારી ઇમેજ શેર કરવા : “શેર કરો” બટન પર ટૅપ કરો પછી શેર કરવાનો વિકલ્પ પસંદ કરો.

    • તમારી ઇમેજમાં કૅપ્શન ઉમેરવા : “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો, કૅપ્શન ઉમેરો પર ટૅપ કરો, ઇમેજનું વર્ણન એંટર કરો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

ઇમેજ ડિલીટ કરો

નોટ : જો તમે Image Playgroundમાંથી ઇમેજ ડિલીટ કરો છો તો તે તમારાં એવાં તમામ ડિવાઇસ પર ડિલીટ થઈ જશે જ્યાં તમે એ જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું છે.

  1. તમારા iPhoneમાં Image Playground ઍપ પર જાઓ.

  2. ગૅલરીમાં ઇમેજ પર ટૅપ કરો અને પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

મેસેજમાં મૂળ ઇમેજ બનાવો અને મોકલો

મેસેજ ઍપમાં વાર્તાલાપ બતાવતો iPhone. Image Playgroundથી બનાવેલી ઇમેજ સ્ક્રીનમાં મધ્યમાં દેખાય છે.

તમે મેસેજ ઍપમાં Image Playgroundથી ઇમેજ બનાવી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. નવો મેસેજ શરૂ કરો અથવા વાર્તાલાપ ખોલો.

  3. “ઍપ્સ” બટન પર ટૅપ કરો પછી Image Playground પર ટૅપ કરો.

  4. ઇમેજ બનાવો પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

  5. જ્યારે તમે તમારી ઇમેજ મોકલવા માટે તૈયાર હોવ ત્યારે “મોકલો” બટન પર ટૅપ કરો.

Freeformમાં મૂળ ઇમેજ બનાવો

તમે Freeform ઍપમાં Image Playgroundથી ઇમેજ બનાવી શકો છો.

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નવી ઇમેજ બનાવવા : ટૂલબારમાં “મીડિયા” બટન પર ટૅપ કરો, Image Playground પર ટૅપ કરો પછી ઇમેજ બનાવો.

    • તમારા બોર્ડમાંથી એલિમેંટનો ઉપયોગ કરવા : તમે ઉપયોગ કરવા માંગો છો તે મહત્તમ છ ઇમેજ, ડ્રૉઇંગ, ટેક્સ્ટ બૉક્સ, સ્ટિકી અથવા આકાર સિલેક્ટ કરો, તેમના પર ટૅપ કરો પછી પ્લેગ્રાઉંડમાં ઉમેરો પર ટૅપ કરો.

    • પ્રવર્તમાન ઇમેજ બદલીને Image Playgroundમાં બનાવેલી ઇમેજ લાવવા માટે : ઇમેજ ઉમેરો, ટૂલબારમાં “ઇમેજમાં ફેરફાર કરો” બટન પર ટૅપ કરો, બદલો પર ટૅપ કરો, Image Playground પર ટૅપ કરો પછી ઇમેજ બનાવો.

  4. તમારા બોર્ડમાં ઇમેજ ઉમેરવા માટે ”પૂર્ણ” પર ટૅપ કરો.

Image Playground જેવા ઇમેજ બનાવવાનાં ફીચરનો ઍક્સેસ બ્લૉક કરવા માટે ઇમેજ બનાવવાનાં ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો જુઓ.

ફીડબૅક શેર કરો

  1. તમારા iPhoneમાં Image Playground ઍપ પર જાઓ.

  2. સેવ કરેલી ઇમેજ પર ટૅપ કરો પછી “ફીડબૅક શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. “વર્ણન સાથે મૅચ થતો નથી” અથવા “મૂળ ફોટો જેવો દેખાતો નથી” જેવા ફીડબૅક પસંદ કરો પછી “Appleને મોકલો” પર ટૅપ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence iPhone 16નાં તમામ મૉડલ, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં Siri અને ડિવાઇસની ભાષા ચાઇનીઝ (સરળીકૃત), અંગ્રેજી (ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, UK અથવા U.S.), ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ (બ્રાઝિલ) અથવા સ્પેનિશમાં સેટ કરેલ સાથે બીટામાં ઉપલબ્ધ છે. અમુક ફીચર તમામ વિસ્તાર અથવા ભાષામાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.