આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhoneના કૅમેરાથી Live Photos લો

તમારા iPhone દ્વારા Live Photos લેવા માટે કૅમેરાનો ઉપયોગ કરો. Live Photo ફોટો લેતા પહેલાં અને પછી ઑડિઓ સહિતની ઘટનાઓને કૅપ્ચર કરે છે. તમે સામાન્ય ફોટોની જેમ Live Photo લો.

Live Photo લો

  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. ખાતરી કરો કે કૅમેરા ફોટો મોડ પર સેટ કરેલો છે અને Live Photo ચાલુ છે.

    નોટ : Live Photo ડિફૉલ્ટ રૂપે ચાલુ છે. જ્યારે તે ચાલુ હોય ત્યારે કૅમેરા સ્ક્રીનની ટોચ પર તમને “Live Photo” બટન દેખાય છે.

  3. Live Photo લેવા માટે શટર બટન પર ટૅપ કરો અથવા કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો.

  4. Live Photo પ્લે કરવા માટે સ્ક્રીનમાં નીચે ફોટો થંબનેલ પર ટૅપ કરો પછી સ્ક્રીનને ટચ કરીને હોલ્ડ કરો.

ફોટોસ ઍપમાં તમારી ફોટો લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે Live Photos સેવ થાય છે. Live Photosમાં બાઉંસ અથવા લૂપ જેવી ઇફેક્ટ ઉમેરવા માટે Live Photosમાં ઇફેક્ટ ઉમેરો જુઓ.

Live Photos બંધ કરો

  1. તમારા iPhone પર કૅમેરા ખોલો.

  2. ખાતરી કરો કે કૅમેરા ફોટો મોડ પર સેટ કરેલો છે.

  3. કૅમેરા સ્ક્રીનની ટોચ પર “Live Photo” બટન પર ટૅપ કરો જેથી બટન દ્વારા સ્લૅશ દેખાય.

જો તમે પહેલાંથી જ લાઇવ ફોટો લીધો હોય અને ઇફેક્ટ બંધ કરવા માંગતા હોવ તો Live Photoનું સંપાદન કરવું જુઓ.

નોટ : ProRAW અથવા HEIF Max ચાલુ હોય ત્યારે Live Photos ઉપલબ્ધ નથી. જુઓ : Apple ProRAW ફોટો લો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.